Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવનીત રાણાએ કર્યું CM ઉદ્ધવ ઠાકરે વિરૃદ્ધ ચુંટણી લડવાનું એલાન, કહ્યું :...

    નવનીત રાણાએ કર્યું CM ઉદ્ધવ ઠાકરે વિરૃદ્ધ ચુંટણી લડવાનું એલાન, કહ્યું : હનુમાન ચાલીસા અપરાધ તો 14 દિવસ શું 14 વર્ષ જેલમાં રહેવા તૈયાર

    મહારાષ્ટ્રના અપક્ષ સંસદ સભ્ય નવનીત રાણાએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ચૂંટણી લડવાનો પડકાર ફેંક્યો છે અને તેમણે સંજય રાઉતના નિવેદનનો પણ જવાબ આપ્યો હતો.

    - Advertisement -

    સાંસદ નવનીત રાણા જેલથી છુટ્યા બાદ હોસ્પીટલમાં ભરતી હતાં, જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. હવે હોસ્પીટલથી રાજા મળતાજ તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ મોરચો માંડી દીધો છે, રાણા દંપતીસોમવારે (9 મે 2022) દિલ્હી રવાના થશે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય જશે. નવનીત રાણાએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને મળીને આખા મામલે ફરિયાદ આપવાની પણ યોજના બનાવી છે, જેજે હોસ્પીટલમાં નવનીત રાણાનો સ્પોંડીલોસીસનો ઈલાજ ચાલી રહ્યો હતો.

    આ પહેલા એમને ભાયખલા જેલમાં રાખવામાં આવ્યા હતા, હોસ્પીટલથી નીકળ્યા બાદ તેમના સમર્થકોએ ‘જય શ્રીરામ’ના નારા સાથે રાણાનું સ્વાગત કર્યું હતું, તેમણે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે સામે પડકાર ફેંકતા કહ્યું હતું કે અગામી ચુંટણી તે ગમે ત્યાથી લડે, એમના વિરુધ્ધમાં તેણી મોરચો માંડશે. આગામી બૃહદ મુંબઈ મહાનગરપાલિકાની ચૂટણીમાં શિવસેના વિરુદ્ધ પ્રચાર કરવાનું પણ એલાન કર્યું છે. નવનીત રાણાએ સ્પષ્ટ કહ્યું કે જો હનુમાન ચાલીસાનો પાઠ કરવો અપરાધ હોય તો તેના માટે તેઓ 14 દિવસ તો શું 14 વર્ષ જેલમાં જવા તૈયાર છે.

    મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી તેમજ ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવિસે પણ નવનીત રાણાની મુલાકાત લીધી હતી, 36 વર્ષીય નવનીત રાણાએ કહ્યું કે “હું ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ ચુંટણી લડીશ, હિંમત હોય તો જીતીને બતાવે.” 12 દિવસ જેલ અને 3 દિવસ હોસ્પીટલમાં રહીને ઘરે પરત ફરેલા નવનીત રાણાએ જેલમાં અધિકારીઓ દ્વારા દુર્વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ પણ લગાડ્યો હતો. રાણાએ કહ્યું હતું કે “સંજય રાઉતે મને 20 ફૂટ જમીનમાં દાટી દેવાની વાત કરી હતી, BMC માં શિવસેનાએ જે ભ્રષ્ટાચાર કાર્ય છે તેમાં જનતા તેમને જમીનથી 20 ફૂટ નીચે ફેંકી દેશે.”

    - Advertisement -

    રાણા દંપતીએ કહ્યું હતું કે શિવસેના પ્રવક્તા સંજય રાઉત અને મંત્રી અનીલ પરબ ટૂંક સમયમાંજ જેલભેગા થવાના છે, તો બીજીતરફ મહારાષ્ટ્ર સરકાર દ્વારા નવનીત રાણા વિરુદ્ધ હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરશે તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે, મહારાષ્ટ્ર સરકારનો દાવો છે કે રાણાએ મીડિયામાં નિવેદન આપીને ન્યાયાલયના આદેશનું ઉલ્લંઘન કર્યું છે. નવનીત રાણાએ એલાન કર્યું છે કે તેમની લડાઈ ચાલુ રહેશે, હાલ રાણા દંપતી જમીન પર બહાર છે,હવે સૌની નજર અદાલતની અગામી સુનાવણી પર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં