Wednesday, September 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટનવીન જિંદલ અને તેમના પરિવારને મળી ધમકી: અકબર આલમે કન્હૈયાલાલની હત્યાનો વિડીયો...

    નવીન જિંદલ અને તેમના પરિવારને મળી ધમકી: અકબર આલમે કન્હૈયાલાલની હત્યાનો વિડીયો મોકલીને કહ્યું- ‘હવે તારો વારો, આ જ રીતે ગળું કાપી નાંખીશ’

    નવીન જિંદલને આજે સવારે ત્રણ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. જેમાં ઉદયપુરમાં કન્હૈયા લાલની ગરદન કાપવાનો વિડીયો પણ મોકલવામાં આવ્યો છે અને સાથે નવીન જિંદલ અને તેમના પરિવારને પણ આ જ રીતે ગળું કાપીને મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે.

    - Advertisement -

    ગઈકાલે (28 જૂન 2022) રાજસ્થાનના ઉદયપુરમાં બે ઇસ્લામી હત્યારાઓએ હિંદુ દરજી કન્હૈયાલાલની હત્યા કરી નાંખવામાં આવ્યા બાદ હવે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ નેતા નવીન જિંદલને ધમકી આપવામાં આવી છે. આ બાબતની જાણકારી નવીન જિંદલે એક ટ્વિટ કરીને આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે તેમને અને તેમના પરિવારને પણ આ જ રીતે ગળું કાપી નાંખવાની ધમકી આપવામાં આવી છે. નોંધનીય છે કે નવીન જિંદલને પયગંબર મોહમ્મદ પર કથિત વિવાદિત ટિપ્પણી મામલે ભાજપે બરતરફ કર્યા હતા.

    નવીન જિંદલને આજે સવારે ત્રણ ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા હતા. જેમાં ઉદયપુરમાં કન્હૈયા લાલની ગરદન કાપવાનો વિડીયો પણ મોકલવામાં આવ્યો છે અને સાથે નવીન જિંદલ અને તેમના પરિવારને પણ આ જ રીતે ગળું કાપીને મારી નાંખવાની ધમકી આપવામાં આવી છે. નવીન જિંદલે આ મામલે દિલ્હી પોલીસ પાસે મદદ માંગી તુરંત સંજ્ઞાન લેવા માટે અપીલ કરી છે. 

    નવીન જિંદલે પોતાના ટ્વીટમાં બંને ઈમેલના સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે. પહેલા ઈમેલના સ્ક્રીનશોટમાં અકબર આલમનું નામ લખવામાં આવ્યું છે. જેમાં અકબરે લખ્યું છે કે “નવીન કુમાર આતંકવાદી હવે તારો વારો છે. બહુ જલ્દી આ જ રીતે તારી ગરદન પણ કાપી નાંખીશ.” સાથે એક વિડીયો જોવામાં આવ્યો છે. 

    - Advertisement -

    નવીન જિંદલને ધમકી આપતાં અન્ય એક સ્ક્રીનશોટમાં પણ અકબર આલમનું જ નામ જોવા મળે છે. જેમાં પણ તે જ વિડીયો શૅર કરીને લખવામાં આવ્યું છે કે, “નવીન કુમાર આતંકવાદી મા%&^ જોઈ લે, આવી જ રીતે કાપી નાંખીશ.”

    તાજેતરમાં નવીન જિંદલે કહ્યું હતું કે તેમને સતત ઇસ્લામિક ઉગ્રવાદીઓ તરફથી જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓને કારણે તેમણે પોતાના પરિવાર સાથે દિલ્હી છોડવાની ફરજ પડી હોવાની પણ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો તેમનો પીછો કરી રહ્યા છે અને તેમની રેકી પણ કરવામાં આવી છે.

    ઉલ્લેખનીય છે કે રાજસ્થાનના ઉદયપુરમાં ગઈકાલે એક હિંદુ વ્યક્તિની કરપીણ હત્યા કરી નાંખવામાં આવી હતી. તેમણે સોશિયલ મીડિયા પર નૂપુર શર્માનું સમર્થન કરતી પોસ્ટ મૂકી હતી, જેના કારણે ગઈકાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ મોહમ્મદ રિયાઝ અંસારી અને ગૌસ મોહમ્મદે આવીને તેમની ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. એટલું જ નહીં, હત્યાનો વિડીયો પણ બનાવ્યો હતો. આ વિડીયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. 

    આ ઉપરાંત, ઇસ્લામિક હત્યારાએ 10 દિવસ પહેલાં પણ એક વિડીયો બનાવીને આ હત્યાની ધમકી આપી હતી. તેણે કહ્યું હતું કે, “હું મોહમ્મદ રિયાઝ અંસારી. રાજસ્થાનના ઉદયપુર, ખાંજીપીરથી. આ વિડીયો હું જુમ્માના દિવસે બનાવી રહ્યો છું. માશાલ્લાહ અને 17 તારીખ છે. હું આ વિડીયો એ દિવસે વાયરલ કરીશ જે દિવસે અલ્લાહની શાનમાં ગુસ્તાખી કરનારનું સર કલમ કરી નાંખીશ. તમને એક મેસેજ આપું છું, રિયાઝે સર કલમ કરવાની શરૂઆત તો કરી દીધી છે. બાકીના જે બચ્યા છે તેમના સર કલમ તમારે કરવાના છે. આ વાતનું ધ્યાન રાખજો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં