દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે લાલ કિલ્લા નજીકથી 2 ઈસ્લામિક કટ્ટરપંથીઓની ધરપકડ કરી છે. આ આંતકીઓની ઓળખ ખાલિદ મુબારક ખાન અને અબ્દુલ્લા તરીકે થઈ છે. ગિરફ્તાર કરતા માલુમ પડ્યું છે કે આ બન્નેએ કાશ્મીરના રસ્તે પાકિસ્તાન જવાની યોજના બનાવી હતી, પંરતુ આ યોજના સફળ થાય તે પહેલા જ પોલીસે બંનેને પકડી પડ્યા હતા. બંને પાસેથી કેટલાક હથિયાર પણ મળી આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, આ બંને આંતકીઓમાં એક ખાલિદ મહારાષ્ટ્રના થાણાનો રહેવાસી છે, જ્યારે બીજો અબ્દુલ્લા તમિલનાડુના કાલિયાકુલ્લાનો રહેવાસી છે. આ બંને કટ્ટરપંથીઓ પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદી માસ્ટરમાઇન્ડના સંપર્કમાં હતા અને તેના દ્વારા જણાવવામાં આવેલા નક્ષા પ્રમાણે કામ કરતા હતા. ધરપકડ બાદ થયેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બંને કાશ્મીર થઈને પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યા હતા. તેને પાકિસ્તાનમાં હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવવાની હતી. તે બંને દિલ્હીથી કાશ્મીર માટે રવાના થાય તે પહેલા સ્પેશિયલ સેલના અધિકારીઓએ તેમની ધરપકડ કરી લીધી હતી.
પકડાયેલા કટ્ટરપંથીઓ પાસેથી કેટલાક હથિયારો પણ મળી આવ્યા છે, જેમાં બે પિસ્તોલ, 10 કારતૂસ, એક છરી, એક વાયર કટર મળી આવ્યું છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ધરપકડ કરાયેલા ઈસ્લામિક કટ્ટરપંથીઓની તસવીરો પણ જાહેર કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બંનેની સાથે જમ્મુ-કાશ્મીરના કેટલાક કટ્ટરપંથી યુવકો પણ આતંકવાદી ટ્રેનિંગ માટે પાકિસ્તાન જઈ રહ્યા હતા.
આ બંને ઇસ્લામિક કટ્ટરપંથી વિષે દિલ્લી સ્પેશીયલ સેલને અગાઉથી જ માહિતી મળી ગઈ હતી. કેટલાક યુવાનો ઓનલાઈન કટ્ટરપંથીઓના સંપર્કમાં હતા, તેમજ પોલીસને અગાઉથી માહિતી હતી કે બે યુવાનો મુંબઈથી થઈને દિલ્લી આવશે ત્યાર બાદ તેઓ અહિયાંથી કાશ્મીર જશે, ત્યાં કેટલાક યુવાનોને સાથે લઈને પાકિસ્તાન જશે અને હથિયાર ચલાવવાની ટ્રેઈનીંગ લેશે. આ ઘટનાને અંજામ આપે તે પહેલા જ દિલ્લી પોલીસની સ્પેશીયલ સેલ દ્વારા બંનેની લાલ કિલ્લા પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને મળેલી માહિતી અનુસાર આ બંનેની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ બંને સિવાય જે આખું નેટવર્ક ચાલી રહ્યું છે, તે બાબતે હજુ દિલ્લી પોલીસ તપાસ કરી રહી છે. તેમનું માનવું છે કે આ એક આખું નેટવર્ક યુવાનોને આંતકી પ્રવૃત્તિ તરફ લઇ જવા માટે સક્રિય છે.