Wednesday, May 14, 2025
More
    હોમપેજક્રાઈમ‘વધારેમાં વધારે હિંદુ યુવતીઓના રેપ કરો, આ સવાબનું કામ’: જે ફરહાન ભોપાલની...

    ‘વધારેમાં વધારે હિંદુ યુવતીઓના રેપ કરો, આ સવાબનું કામ’: જે ફરહાન ભોપાલની ‘મુસ્લિમ ગેંગ’માં સંડોવાયેલો, તેણે કહ્યું– અમને કોઈ પસ્તાવો નહી

    મુસ્લિમ ગેંગના લીડર ફરહાને પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, તેને હિંદુ યુવતીઓ પર બળાત્કાર કરવાનો, તેમને ફસાવવાનો અને વિડીયોના બહાને ધમકી આપવાનો કોઈ પસ્તાવો નથી. તેણે પોલીસને કહ્યું છે કે, ઇસ્લામ અનુસાર આ એક સવાબનું કાર્ય છે.

    - Advertisement -

    ભોપાલમાં (Bhopal) હિંદુ યુવતીઓને (Hindu Girls) નિશાન બનાવીને બળાત્કાર કરનારી ‘મુસ્લિમ ગેંગે’ (Muslim Gang) આ આખું કારસ્તાન સવાબ માટે કર્યું હતું. મુસ્લિમ ગેંગ આ કામને ઇસ્લામની દ્રષ્ટિએ સારું માનતી હતી. આ માટે તે ગેંગના સભ્યો શક્ય તેટલી વધુ હિંદુ યુવતીઓને નિશાન બનાવી રહ્યા હતા. તેઓ વિડીયો બનાવીને યુવતીઓને પ્રતાડીત પણ કરતા હતા. આ બધા ખુલાસા મુસ્લિમ ગેંગના લીડર ફરહાને કર્યા છે. ભોપાલ પોલીસ આ કેસમાં સતત નવી માહિતી બહાર લાવી રહી છે. પોલીસે આ કેસમાં કુલ 11 મુસ્લિમ આરોપીઓની ધરપકડ કરી છે.

    હિંદુ યુવતીનો રેપ ‘સવાબ’

    નઈદુનિયાના અહેવાલ મુજબ, મુસ્લિમ ગેંગના લીડર ફરહાને પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું હતું કે, તેને હિંદુ યુવતીઓ પર બળાત્કાર કરવાનો, તેમને ફસાવવાનો અને વિડીયોના બહાને ધમકી આપવાનો કોઈ પસ્તાવો નથી. તેણે પોલીસને કહ્યું છે કે, ઇસ્લામ અનુસાર આ એક સવાબનું (સમજવા માટે- પુણ્ય શબ્દનો સમાનાર્થી) કાર્ય છે.

    ફરહાને પોલીસને એમ પણ કહ્યું કે, તેઓ હિંદુ યુવતીઓનું જીવન બરબાદ કરવા માંગતા હતા અને આ કામને જેહાદ ગણતાં હતા. તેથી તેઓ હિંદુ યુવતીઓને જ નિશાન બનાવતા હતા. ફરહાને પોલીસને જણાવ્યું કે, તેને હિંદુ યુવતીઓને ફસાવવા અને બળાત્કાર કરવાનો ગર્વ છે. પોલીસ પૂછપરછ દરમિયાન તેણે ઘણા વધુ ખુલાસા પણ કર્યા છે.

    - Advertisement -

    ફરહાને પોલીસને જણાવ્યું છે કે, તેણે આ કામ માટે એક મુસ્લિમ ગેંગ તૈયાર કરી હતી. ફરહાન અને અન્ય મુસ્લિમ યુવાનો ‘કલાવા’ બાંધવામાં, હિંદુ નામ રાખવામાં અને પોતાની ઓળખ છુપાવવામાં કોઈ સંકોચ રાખતા નહોતા. તેની પાસે મોંઘી કાર પણ હતી અને તે પોતાના પરિવારથી દૂર રહેતી યુવતીઓને નિશાન બનાવતા હતા.

    રેપ કરતા સમયે બનાવતા એકબીજાના વિડીયો પણ

    ફરહાન અને અન્ય આરોપીઓએ હિંદુ યુવતીઓ પર બળાત્કાર કરતી વખતે એકબીજાના વિડીયો પણ બનાવ્યા હતા. આ વાતનો ખુલાસો એક પીડિતાએ કર્યો છે. પીડિતાએ જણાવ્યું છે કે, ફરહાને અલી સાથે મળીને એક જ રૂમમાં તેની સાથે ગેંગરેપ કર્યો હતો. જ્યારે ફરહાન બળાત્કાર કરી રહ્યો હતો, ત્યારે અલી તેનો વિડીયો બનાવી રહ્યો હતો.

    જ્યારે અલી તેના પર બળાત્કાર કરી રહ્યો હતો ત્યારે ફરહાને એક વિડીયો બનાવ્યો હતો. પીડિતાએ જણાવ્યું છે કે, તે ફરહાનને તેની એક સહેલીના માધ્યમથી મળી હતી અને તેણે જ તેનો અલી સાથે પરિચય કરાવ્યો હતો. એક દિવસ ડિનર કરાવવાના બહાને અલીએ પીડિતાને ગાંજા ભરેલી સિગારેટ પીવડાવી હતી. આ પછી પીડિતા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો અને તેનો વિડીયો પણ બનાવવામાં આવ્યો. આ વિડીયોના આધારે જ યુવતીઓને બ્લેકમેલ કરવામાં આવતી હતી.

    11ની ધરપકડ, ભોપાલથી ઝડપાયો નબીલ

    મુસ્લિમ ગેંગ દ્વારા હિંદુ યુવતીઓ પર બળાત્કારના કેસમાં 20 દિવસમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ફરહાન ઉપરાંત અલી, સાદ, સાહિલ અને નબીલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ નબીલ અને અબરારને શોધી રહી હતી. બિહાર અને બંગાળમાં નબીલની શોધ ચાલી રહી હતી. જોકે, 1 મે, 2025ના રોજ ભોપાલથી જ તેની ધરપકડ કરવામાં આવી હતી.

    અબરારની શોધ હજુ પણ ચાલુ છે. ફરહાન અને તેની ગેંગ યુવતીઓને અબરારના રૂમમાં લાવીને તેમની સાથે બળાત્કાર કરતી હતી. પોલીસે આ કેસમાં સહ-આરોપી સાહિલ વિશે પણ ઘણી માહિતી એકઠી કરી છે. સાહિલ એક ડાન્સ ક્લાસ ચલાવતો હતો જ્યાં મુસ્લિમ સહેલીઓ ગરીબ હિંદુ યુવતીઓને મોકલતી હતી.

    પોલીસને સાહિલના ડાન્સ ક્લાસમાં 30 યુવતીઓના આવવાની માહિતી મળી છે. પોલીસ હવે તેમની પૂછપરછ પણ કરશે કે શું તેમાંથી કોઈ જાતીય શોષણનો ભોગ બની છે કે કેમ. પોલીસ તે બધાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે.

    પોર્ન સાઇટ પર વિડીયો વેચવાનો હતો ફરહાન

    અગાઉ પોલીસને ખબર પડી હતી કે, ફરહાન એક પોર્ન સાઇટના સંપર્કમાં હતો અને તે સાઇટ્સ પર પીડિત વિદ્યાર્થિનીઓના અશ્લીલ વિડીયો વેચવાનો હતો. તેના મોબાઇલ ફોનમાંથી પોર્ન સાઇટ પર વિડીયો વેચવા માટેની લિંક અને પોર્ન સર્ચ કરવાના પુરાવા મળી આવ્યા છે, જેમાં આરોપી અબરાર અને નબીલ તેને મદદ કરી રહ્યા હતા. બંનેએ ફરહાનને તે વેચવા કહ્યું હતું.

    ફરહાનને તેના મિત્ર અબરાર અને નબીલે આ વિડીયો વેચવાનો વિચાર આપ્યો હતો. હકીકતે ઇન્દોરમાં રહેતી વિદ્યાર્થિની તેને સતત ઇગ્નોર કરી રહી હતી. ફરહાન તેને મળવા માટે દબાણ કરી રહ્યો હતો. વિદ્યાર્થિનીને પાઠ ભણાવવા માટે ફરહાને તેના મિત્રો સાથે મળીને આ વિડીયોને પોર્ન સાઇટ પર વેચવાની યોજના બનાવી હતી.

    એક-એક કરીને સામે આવી પીડિતાઓ

    ભોપાલમાં હિંદુ યુવતીઓને નિશાન બનાવતી ‘મુસ્લિમ ગેંગ’નો આ કિસ્સો 18 એપ્રિલ, 2025ના રોજ બહાર આવ્યો હતો. આ પહેલાં પીડિત યુવતીઓએ FIR નોંધાવી હતી. આ કેસમાં 5 FIR નોંધવામાં આવી છે. ફરહાન અને અન્ય મુસ્લિમ યુવાનો હિંદુ યુવતીઓને ફસાવતા હોવાનું બહાર આવ્યું હતું.

    આરોપીઓ હિંદુ યુવતીઓને તેમના રૂમ અને જાણીતી હોટલ અને રેસ્ટોરન્ટમાં લઈ જતા અને તેમના પર બળાત્કાર ગુજારતા તથા તેનો વિડીયો પણ બનાવતા હતા. આ પછી તેઓ પીડિતાઓને બ્લેકમેલ કરતા હતા. કેટલીક મુસ્લિમ યુવતીઓ પણ આ ગેંગને હિંદુ છોકરીઓની સપ્લાયમાં મદદ કરતી હતી. એક પીડિતાએ જણાવ્યું છે કે, આરોપીઓ તેને તેની સહેલીઓનો પરિચય તેના મિત્રો સાથે કરાવવા માટે પણ દબાણ કરી રહ્યા હતા.

    હવે પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને તમામ પીડિતો અને આરોપીઓને શોધવાનો પ્રયાસ કરી રહી છે. 11 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. આ મામલાની તપાસ માટે એક SITની પણ રચના કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી મોહન યાદવે પણ સ્પષ્ટ કર્યું છે કે, આવું કામ કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં