Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ સંગઠનની રજૂઆત બાદ રદ થયો મુનવ્વર ફારૂકીનો શૉ, ‘કૉમેડિયને’ બીમારીનું બહાનું...

    હિંદુ સંગઠનની રજૂઆત બાદ રદ થયો મુનવ્વર ફારૂકીનો શૉ, ‘કૉમેડિયને’ બીમારીનું બહાનું કાઢ્યું: અગાઉ હિંદુ દેવી-દેવતાઓનું કરી ચૂક્યો છે અપમાન

    મુનવ્વર ફારૂકીનો એક શૉ બેંગ્લોરમાં આયોજિત થયો હતો, પરંતુ હિંદુ સંગઠનોએ વિરોધ નોંધાવતાં રદ કરી દેવામાં આવ્યો છે.

    - Advertisement -

    પોતાના કાર્યક્રમમાં હિંદુ દેવી-દેવતાઓની મજાક ઉડાવી ચૂકેલા ‘કૉમેડિયન’ મુનવ્વર ફારૂકીનો વધુ એક શૉ રદ થયો છે. આ શૉ કર્ણાટકના બેંગ્લોરમાં આયોજિત થયો હતો. કોમેડીયનના શૉ સામે વાંધો ઉઠાવતાં એક હિંદુ સંગઠને આવેદનપત્ર આપ્યું હતું, જે બાદ પોલીસે આ શૉ રદ કરાવી દીધો હતો. 

    હિંદુ સંગઠન જયશ્રી રામ સેનાએ પોલીસને આવેદનપત્ર પાઠવીને શૉ રદ કરવાની માંગ કરી હતી. આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ફારૂકી વિરુદ્ધ હિંદુ દેવી-દેવતાઓ ઉપર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ ઘણા કેસો ચાલી રહ્યા છે. તેમજ તેણે હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. 

    જય શ્રીરામ સેનાએ જણાવ્યું પોલીસને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ફારૂકીનો શૉ ‘ડોંગરી ટૂ નોવ્હેર’ એક સુનિયોજિત પ્રોપેગેન્ડા છે અને તેનો મકસદ હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવાનો છે, જે મુનવ્વર ફારૂકીના પાછલા ઘણા શૉમાં બની ચૂક્યું છે. ફારૂકીએ હિંદુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી હોવાનું કહીને ઉમેરવામાં આવ્યું કે, તેને હિંદુ શાસ્ત્રોને ધર્મનું બિલકુલ જ્ઞાન નથી અને ધર્મ વિરુદ્ધ કોઈ આધાર વગર નકારાત્મક વિચારો ફેલાવી રહ્યો છે. 

    - Advertisement -

    સંગઠને માંગ કરી હતી કે મુનવ્વર ફારૂકીનો શૉ રદ કરી દેવામાં આવે અને સ્વઘોષિત કૉમેડિયનને હિંદુ દેવી-દેવતાઓ પર અપમાનજનક ટિપ્પણી કરતો રોકવામાં આવે. ફારૂકીનો આ શૉ બેંગ્લોરના કન્વેનશન સેન્ટરમાં આયોજિત કરવામાં આવ્યો હતો.

    બેંગ્લોર દક્ષિણના ડેપ્યુટી પોલીસ કમિશનરે શનિવારે જણાવ્યું હતું કે, આયોજકોએ શૉની પરવાનગી લીધી ન હતી, જેથી કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે. 

    જોકે, પોલીસે આયોજકોનો સંપર્ક કર્યા બાદ શૉ રદ થઇ ગયો હોવા છતાં કૉમેડિયને સોશિયલ મીડિયા પર જુદું જ બહાનું કાઢ્યું હતું. મુનવ્વર ફારૂકીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરીને કહ્યું હતું કે, તેનો બેંગ્લોરનો શૉ મોકૂફ રાખવામાં આવ્યો છે અને આગામી શુક્રવારે યોજાશે. સાથે તેણે કહ્યું હતું કે, તેની તબિયત ખરાબ હોવાના કારણે ફ્લાઇટ ચૂકી ગયો હોવાના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. સાથે તેણે ટેસ્ટ પણ કરાવી રહ્યો હોવાનું કહ્યું હતું. જોકે, હકીકત એ હતી કે હિંદુ સંગઠનના વિરોધ બાદ શૉ રદ કરવામાં આવ્યો હતો. 

    મુનવ્વર ફારૂકીની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી

    જોકે, એક તરફ મુનવ્વર ફારૂકીએ બીમારીના કારણે શૉ રદ થયો હોવાનું કહ્યું હતું ત્યાં બીજી તરફ હૈદરાબાદમાં આજે તેનો એક શૉ આયોજિત થયો હતો. જોકે, ત્યાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાદ કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરવામાં આવી હતી. 

    ઉલ્લેખનીય છે કે મુનવ્વર ફારૂકી અગાઉ પણ પોતાના શૉમાં હિંદુ દેવી-દેવતાઓના અપમાન બદલ વિરોધનો સામનો કરી ચૂક્યો છે. જે બાદ બેંગ્લોર, ગોવા, ગુજરાત, કોલકાત્તા જેવા સ્થળોએ આયોજિત થયેલા તેના શૉ પણ રદ કરી દેવામાં આવ્યા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં