Sunday, October 6, 2024
More
    હોમપેજગુજરાતમુફ્તી સલમાન અઝહરીને થઈ PASA, જૂનાગઢ પોલીસે વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલ્યો: મોડાસા...

    મુફ્તી સલમાન અઝહરીને થઈ PASA, જૂનાગઢ પોલીસે વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલ્યો: મોડાસા કેસમાં જામીન મળ્યાના તુરંત બાદ કાર્યવાહી

    ભડકાઉ ભાષણ મામલે મુફ્તી સલમાન અઝહરી સામે ગુજરાતમાં ત્રણ અલગ અલગ જગ્યાએ ગુના નોંધાયા હતા. જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો વિડીયો વાયરલ થયા બાદ સૌપ્રથમ જૂનાગઢ પોલીસે ગુનો નોંધી મુફ્તી અઝહરીની મહારાષ્ટ્રના મુંબઈથી ધરપકડ કરી હતી.

    - Advertisement -

    જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મુફ્તી સલમાન અઝહરીની મુંબઈથી ધરપકડ કરવામાં આવી હતી. જે પછી કચ્છના સામખિયાળીમાં અને મોડાસામાં પણ તેની સામે ગુનો નોંધાયો હતો. જેમાં મોડાસામાં દાખલ થયેલા કેસ મામલે મુફ્તી સલમાન અઝહરીને શરતી જામીન મળ્યા હતા. જે પછી જૂનાગઢ પોલીસે મુફ્તી સલમાન અઝહરીની પાસા (PASA – Prevention of Anti-Social Activities Act)  હેઠળ અટકાયત કરી વડોદરાની સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે.

    ભડકાઉ ભાષણ મામલે મોડાસા સેશન કોર્ટે મુફ્તી સલમાન અઝહરીને શરતી જામીન આપ્યા હતા. મુફ્તી અઝહરીને જામીન આપતા કોર્ટે અમુક શરતો મૂકી હતી, જેમાં કોર્ટે સાક્ષીઓને ડરાવવા ધમકાવવા નહીં, અને મુફ્તી સલમાન અઝહરીને પોતાનો પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત કોર્ટે આદેશ આપ્યો હતો કે, મુફ્તી અઝહરી કોર્ટની પરવાનગી વગર દેશ છોડી શકશે નહીં. મોડાસા સેશન કોર્ટે જામીન આપતા તુરંત જ જૂનાગઢ પોલીસે આરોપી મુફ્તી સલમાન અઝહરીની પાસા હેઠળ અટકાયત કરી હતી.

    ઉલ્લેખનીય છે કે વિવિધ જગ્યાએ ભડકાઉ ભાષણ મામલે મુફ્તી સલમાન અઝહરી સામે ત્રણ અલગ અલગ જગ્યાએ ગુના નોંધાયા હતા. જૂનાગઢમાં ભડકાઉ ભાષણનો વિડીયો વાયરલ થયા બાદ સૌપ્રથમ જૂનાગઢ પોલીસે ગુનો નોંધી મુફ્તી અઝહરીની મહારાષ્ટ્રના મુંબઈથી ધરપકડ કરી હતી. જે પછી તે જ દિવસે જૂનાગઢ પહેલાં કચ્છના સામખિયાળીમાં એ જ પ્રકારનું ભડકાઉ ભાષણ આપવા મામલે કચ્છ પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

    - Advertisement -

    જૂનાગઢમાં નોંધાયેલા કેસમાં જામીન મળ્યા બાદ સામખિયાળીમાં નોંધાયેલી FIRના કેસમાં કચ્છ પોલીસે મુફ્તીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેને 3 દિવસ માટે રિમાન્ડ પર મોકલી આપ્યો હતો. જે પછી આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ₹30 હજારના બોન્ડ પર તેને જામીન આપ્યા હતા. 

    કચ્છની ભચાઉ કોર્ટે જામીન આપ્યા બાદ મોડાસા પોલીસે મુફ્તી સલમાન અઝહરીની ધરપકડ કરી હતી. જ્યાં તેને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગ કરવામાં આવતાં કોર્ટે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જે પછી તેને મોડાસા સેશન કોર્ટેમાંથી શરતી જામીન મળ્યા હતા, પરંતુ જામીન પર બહાર નીકળે એ પહેલા જ જૂનાગઢ પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરતા તેની અટકાયત કરી છે, અને મુફ્તી સલમાન અઝહરીને વડોદરા સ્થિત સેન્ટ્રલ જેલને હવાલે કર્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં