Friday, September 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિવાદાસ્પદ એમ.એસ. યુનિવર્સીટી આવી વધુ એક વિવાદમાં: MSU હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ...

    વિવાદાસ્પદ એમ.એસ. યુનિવર્સીટી આવી વધુ એક વિવાદમાં: MSU હોસ્ટેલમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપ વચ્ચે ગેંગવોર અને પથ્થરમારો, 2 વિદ્યાર્થીઓ ઘાયલ

    બે દિવસ પહેલા એમ.એસ. યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીના જર્મન વિભાગમાં વિદ્યાર્થીઓના એક જૂથે તાળાબંધી કરી હતી. આ મુદ્દે વિભાગના  વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મતભેદો હતા. એક જૂથે તાળાબંધીનો વિરોધ પણ કર્યો હતો. આમ છતા બિહારી વિદ્યાર્થીઓના જૂથે તાળાબંધી કરી હતી.

    - Advertisement -

    સંસ્કારનગરી કહેવાતી વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સીટી (M S University) છેલ્લા ઘણા સમયથી હમેશા વિવાદોથી ઘેરાયેલી રહે છે. પછી એ હિંદુ દેવી દેવતાઓને અપમાનિત કરતા આર્ટવર્કનો મામલો હોય કે જાહેરમાં નમાજ પઢવાનો મામલો હોય હવે જાણે કે તેને સમાચારોમાં રહેવાની આદત પડી ગઈ છે. હવે નવા સમાચારો મુજબ આ જ એમ.એસ. યુનિવર્સીટી હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે ગેંગવોર થવાના સમાચાર મળી રહ્યા છે.

    ગુજરાત સમાચારના અહેવાલ મુજબ એમ.એસ. યુનિવર્સીટી હોસ્ટેલ કેમ્પસમાં શુક્રવારની રાતે બે જૂથો વચ્ચે થયેલી મારામારી અને પથ્થરમારામાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.

    વધુ માહિતી એ પ્રમાણે છે કે બે જૂથોના 50થી વધારે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના પગલે પોલીસનો કાફલો પણ કેમ્પસમાં ઉતરી પડ્યો હતો અને વિદ્યાર્થીઓના ટોળા જામ્યા હતા. જો કે થોડી જ વારમાં સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સુધી 2 વિદ્યાર્થીઓ ઘાયલ થઇ ચુક્યા હતા.

    - Advertisement -

    આર્ટ્સ ફેકલ્ટીના જર્મન વિભાગની તાળાબંધીનો મામલો

    મળતી વિગતો પ્રમાણે બે દિવસ પહેલા યુનિવર્સીટીની આર્ટસ ફેકલ્ટીના જર્મન વિભાગમાં વિદ્યાર્થીઓના એક જૂથે તાળાબંધી કરી હતી. આ મુદ્દે વિભાગના  વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે મતભેદો હતા. એક જૂથે તાળાબંધીનો વિરોધ પણ કર્યો હતો. આમ છતા બિહારી વિદ્યાર્થીઓના જૂથે તાળાબંધી કરી હતી.

    એ પછી જર્મન વિભાગના વોટસએપ ગ્રુપમાં આ બે જૂથોના વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હતી. શુક્રવારની રાત્રે સમાધાન માટે ફતેગંજ વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને બિહારી વિદ્યાર્થીઓના જૂથ સાથે સમાધાન માટે સામેના જૂથે અન્ય એક વિદ્યાર્થીની મદદ લીધી હતી.

    ધમાલ દરમિયાન ઘાયલ થયેલ વિદ્યાર્થી (ફોટો: ગુજરાત સમાચાર)

    યુનિવર્સીટીના હોસ્ટેલ કેમ્પસમાં આ બે જૂથો સમાધાન માટે ભેગા થયા હતા અને કોઈક વાતે મારામારી શરૂ થઈ ગઈ હતી. વિદ્યાર્થીઓના બે જૂથે એક બીજા પર પથ્થરમારો કરતા હોસ્ટેલ કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન સમાધાન કરવા માટે બોલાવેલા વિદ્યાર્થી પર પણ બિહારી વિદ્યાર્થીઓના જૂથે હુમલો કર્યો હતો. જ્યારે બિહારી વિદ્યાર્થીઓના જૂથના એક વિદ્યાર્થીને પણ અથડામણમાં ઈજા થઈ હતી.

    છેલ્લા કેટલાક સમયથી MS યુનિવર્સીટી વિવાદોનું ઉદગમસ્થાન

    ઉલ્લેખનીય છે કે સંસ્કાર નગરી કહેવાતા વડોદરા શહેરની MS યુનિવર્સીટી હવે તો જાણે વિવાદોનું ઉદગમસ્થાન બની ગઈ છે. યુનિવર્સીટીના સંસ્કૃત વિભાગ બહાર નમાજ પઢવાનો મામલો હોય કે, સાયન્સ ફેકલ્ટીના બોટની વિભાગમાં નમાઝ હોય. ખુબ મોટું નામ ધરાવતા આ વિશ્વવિદ્યાલય માંથી એક પછી એક વિવાદો સામે આવતા રહે છે.

    MS યુનિવર્સીટીના સંસ્કૃત મહાવિદ્યાલયની બહાર એક મુસ્લિમ પુરુષ અને મહિલાએ નમાજ પઢી હતી, જેનો વિડીયો વાયરલ થઇ ગયો હતો. તેના બે-ત્રણ જ દિવસ પછી કોમર્સ ફેકલ્ટીની બહાર બે વિદ્યાર્થીઓએ જાહેરમાં નમાજ પઢી હતી. આ બંને ઘટનાઓનો વિરોધ અને વિવાદ શમ્યો નહીં અને ત્યાં મારામારી અને છેડતીની ઘટનાઓ સામે આવી હતી.

    આટલું જ નહી ત્યાર બાદ જાન્યુઆરી મહિનામાં યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ દ્વારા ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગોત્સવ ઊજવવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન યુનિવર્સીટીના બોટની ડિપાર્ટમેન્ટમાં બીજા માળે ક્લાસરૂમની બહાર ગેલરીમાં બપોરના સમયે એક વિદ્યાર્થિનીએ નમાજ પઢી હતી. આ દરમિયાન તેની આજુબાજુમાં અન્ય વિદ્યાર્થીઓ પણ હાજર હતા. ઑપઇન્ડિયા આ બાબતે ગ્રાઉન્ડ રીપોર્ટ પણ કર્યો હતો.

    આ સિવાયના વિવાદની વાત કરીએ તો યુનિવર્સીટીમાં એસ.વાય. બીકોમની એક વિદ્યાર્થીનીએ સયાજીગંજ પોલીસ મથકે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જણાવ્યું હતું કે, યુનિટ બિલ્ડીંગ પાસે જ ત્રણ લોકોએ તેની સામે અભદ્ર ઈશારા કરીને તેનો પીછો કર્યો હતો. ત્યારબાદ એકે તેની સામે જોઈને ઈશારો કર્યો હતો અને બીજાએ હાથથી ઈશારો કરીને બોલાવવાનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીનીની છેડતી મામલે સયાજીગંજ પોલીસે ત્રણની ધરપકડ પણ કરી હતી. જેમની ઓળખ અબુ તાલિબ, રિયાન પઠાણ અને શાહિદ શેખ તરીકે થઇ હતી. આ ત્રણેય પઠાણ ગેંગના લોકો હતા જેમનો આખી યુનિવર્સીટીમાં ખુબ ત્રાસ હોવાની ફરિયાદો હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં