Sunday, October 13, 2024
More
    હોમપેજગુજરાતદેવભૂમિ દ્વારકાના આશાબાપીર અને રોઝી સહિતના 21 ટાપુઓ પર અવરજવર પ્રતિબંધિત: આ...

    દેવભૂમિ દ્વારકાના આશાબાપીર અને રોઝી સહિતના 21 ટાપુઓ પર અવરજવર પ્રતિબંધિત: આ પહેલા બેટ દ્વારકામાં થયું હતું ગેરકાયદેસર મઝહબી બાંધકામોનું ‘મેગા ડિમોલિશન’

    દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે. આ પૈકીના માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાહત છે જયારે અન્ય ટાપુઓ સાવ નિર્જન છે. છેલ્લા કેટલાક સમયથી આ ટાપુઓ પર મઝહબી પ્રવૃત્તિઓની આડમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ કે ગેરકાયદેસર દબાણો ન થાય તે માટે સમયાન્તરે પ્રશાસન આ ટાપુઓ પર અવરજવર કરવા પર પ્રતિબંધ લગાવતું આવ્યું છે.

    - Advertisement -

    દેવભૂમિ દ્વારકાના દરિયામાં આવેલા 21 જેટલા ટાપુઓ પર અવરજવર અટકાવી દેવામાં આવી છે. પ્રશાસને દરિયાઈ સીમા સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લીધો છે. દ્વારકાના એડીશનલ કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આ માહિતી આપી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે, સંવેદનશીલ દરિયાઈ સીમા ધરાવતા દ્વારકાના આવેલા 24 ટાપુઓ પૈકી 21 ટાપુઓ પર આગામી 4 ફેબ્રુઆરી 2024 સુધી સામાન્ય નાગરિકોના અવરજવર પ્રતિબંધિત કરવામાં આવી છે.

    સંદેશે આપેલા અહેવાલ મુજબ દ્વારકા જિલ્લામાં કુલ 24 ટાપુ આવેલા છે. આ પૈકીના માત્ર 2 ટાપુઓ પર જ માનવ વસાહત છે જયારે અન્ય ટાપુઓ સાવ નિર્જન છે. છેલ્લા કેટલાક સમયથી આ ટાપુઓ પર મઝહબી પ્રવૃત્તિઓની આડમાં દેશ વિરોધી પ્રવૃત્તિઓ, કે ગેરકાયદેસર દબાણો ન થાય તે માટે સમયાન્તરે પ્રશાસન આ ટાપુઓ પર જવા પર પ્રતિબંધ લગાવતું આવ્યું છે. ત્યારે ફરી એક વાર તંત્રએ દરિયાઈ સીમા સુરક્ષાને ધ્યાને રાખીને કુલ 21 ટાપુઓ પર નાગરિકોના જવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

    આ 21 ટાપુઓમાં આશાબાપીર અને રોઝી ટાપુ ઉપરાંત ધાની, ગાંધીયો કડો, કાલુભાર, પાનેરો, ગડુ (ગારૂ), સાનબેલી (શિયાળી), ખીમરોઘાટ, ભૈદર, ચાંક, ધબધબો (દબદબો), દીવડી, સામીયાણી, નોરૂ, માન મરૂડી, લેફા મરૂડી, લંધા મરૂડી, કોઠાનું જંગલ, ખારા મીઠા અને કુડચલી ટાપુનો સમાવેશ થાય છે. 4 ફેબ્રુઆરી 2024 સુધી દ્વારકાના આ 21 ટાપુઓ પર અવરજવર પ્રતિબંધિત છે. આ પૈકીના અનેક ટાપુઓને સુરક્ષાની દ્રષ્ટીએ અતિ સંવેદનશીલ ગણવામાં આવે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી દ્વારકાના સહિતના દરિયા કાંઠાના વિસ્તારોમાં ડ્રગ્સના સ્મગલિંગ સહિત દેશ વિરોધી પ્રવૃત્તિઓની અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો પણ કરવામાં આવતા હતા. બેટ દ્વારકામાં પણ તંત્રએ ગેરકાયદેસર બાંધવામાં આવેલા મજહબી બાંધકામો તોડી પાડ્યા હતા. આ ડિમોલિશન અત્યાર સુધીનું સહુથી મોટું ડિમોલિશન હતું.

    દ્વારકા ડિમોલિશન 1.0

    2022ના ઓક્ટોબર મહિનામાં સતત 3 દિવસ સુધી બેટ દ્વારકામાં બુલડોઝર ચાલ્યા હતા. આ પહેલી વાર હતું કે અહીંયા ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય. સ્થાનિક પ્રશાસને પોલીસ તંત્રને સાથે રાખીને ગેરકાયદેસર રીતે અતિક્રમણ કરીને બાંધવામાં આવેલાં કમર્શિયલ અને મઝહબી બાંધકામો તોડી પાડ્યાં હતાં. જેમાં અનેક દરગાહ અને મજારોનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન બે દિવસમાં કુલ 35 જેટલી ગેરકાયદેસર દુકાનો અને ગોડાઉન તથા 14 જેટલી દરગાહ અને મજાર પર બુલઝોડર ફરી વળ્યું હતું.

    બેટ દ્વારકામાં 3 દિવસ ચાલેલી આ કાર્યવાહીમાં 55 હજાર સ્કેવર ફુટ જમીન પર કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યાં હતા. તેમજ 1 કરોડ 22 લાખ કિંમતની સરકારી જમીન ખાલી કરાવી દેવામાં આવી હતી.

    દ્વારકા ડિમોલિશન 2.0

    ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે પણ દેવભૂમિ દ્વારકામાં ફરી એકવાર મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી પણ સતત 6થી વધુ દિવસ ચાલી હતી. આ કાર્યવાહીમાં શરૂઆતના 5 દિવસ દરમિયાન જ તંત્ર દ્વારા કુલ 275 બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા. જેમાં 215 રહેણાંક, 55 કોમર્શિયલ તથા પાંચ મઝહબી સ્થળોનો સમાવેશ થાય છે. આશરે 11.09 લાખ ચોરસ ફૂટ ખુલ્લી કરવામાં આવેલી આ સરકારી જગ્યાની કિંમત રૂ. 4.86 કરોડ આંકવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં