ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં મોહમ્મદ વસી નામના વ્યક્તિએ તેની પત્નીને ઇલેક્ટ્રિક શોક આપીને હત્યા કરી નાંખી હતી. જે બાદ મૃતદેહને બાળકોની સામે જ રૂમમાં દફનાવી દીધો હતો. અહેવાલો અનુસાર, આરોપીની માતાએ પોલીસને હત્યાની જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને રૂમમાંથી બહાર કાઢીને આરોપીની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, મામલો લખીમપુર ખીરીના ગોલા ગોકરનાથ વિસ્તારના હાફિઝપુરનો છે. અહીં મોહમ્મદ વસી નામના વ્યક્તિએ તેના જ વિસ્તારની રહેવાસી ઉમા શર્મા નામની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી મોહમ્મદ વસીએ ઉમાનું ધર્માંતરણ કરાવ્યું હતું અને તેનું નામ બદલીને અકસા ફાતિમા રાખ્યું હતું. બંનેને 2 બાળકો પણ હતા.
રિપોર્ટ્સ અનુસાર, લગ્ન બાદથી મોહમ્મદ વસી ઘણીવાર તેની પત્ની સાથે ઝઘડા અને મારઝૂડ કરતો હતો. ચાર દિવસ પહેલા પણ મોહમ્મદ વસીની ફાતિમા (ઉમા શર્મા) સાથે કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. દરમિયાન તેની માતા ઘરે ન હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, મોહમ્મદ વસીએ પહેલા તેની પત્નીને માર માર્યો હતો, જ્યારે તેનાથી પણ તેને સંતોષ ન થયો ત્યારે તેણે ફાતિમા (ઉમા) ઇલેક્ટ્રિક શોક આપ્યો હતો. આ ઇલેક્ટ્રિક શોકથી તેની પત્નિનું મોત નીપજ્યું હતુ અને ગભરાઈ જઈને આરોપીએ મૃતદેહને બાળકોની સામે જ રૂમમાં દાટી દીધો હતો અને ત્યાં જ સૂઈ રહ્યો હતો.
હત્યાના બે દિવસ બાદ આરોપીએ તેની માતાને ફોન કરીને કહ્યું હતુ કે તેની પત્ની ક્યાંક ચાલી ગઈ છે. આ વાત સાંભળી વસીની માતા કાનપુરથી પરત આવી હતી. માતાના પરત આવ્યા બાદ હત્યારાએ કબૂલાત કરી હતી કે તેણે તેની પત્નીની હત્યા કરી છે. વસીની માતાએ તેના વકીલનો સંપર્ક કર્યો હતો અને વકીલની સલાહ પર તેની માતાએ પોલીસને હત્યાની જાણ કરી. આ પછી પોલીસે મૃતદેહને રૂમમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે કહ્યું છે કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આમ ઉત્તરપ્રદેશમાં વધુ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મોહમ્મદ વસી નામના વ્યક્તિએ ઉમા નામની હિંદુ યુવતિને પોતાની પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કર્યા. લગ્ન બાદ ધર્મ પરિવર્તન પણ કરાવ્યું અને અંતે તેની ઇલેક્ટ્રિક શોક આપી હત્યા કરી નાખી.