ઇન્દોરના બાણગંગા વિસ્તારમાં આંખ ઉઘાડીદે તેવો કિસ્સો સામે આવ્યો છે, ઘટનામાં મહોમ્મદ રાશીદ જ્યોતિષ બની ફરી રહ્યો હતો, આ દરમિયાન સ્થાનિક હિંદુ મહિલાઓનાં હાથ પકડીને ભવિષ્ય જોવાનો ડોળ કરી રહ્યો હતો. શરૂઆતમાં તો તેની હરકતો પર કોઈનું ધ્યાન ન ગયું, પરંતુ એક મહિલાને અજુગતું લાગતા તેણે હોબાળો મચાવતા રાશીદની પોલ ખુલી ગઈ હતી. અને તે ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ બાદમાં પોલીસે તેને ઝડપી લીધો હતો
અહેવાલો અનુસાર મહોમ્મદ રાશીદ જ્યોતિષ બની મહિલાઓની છેડતી કરવા પર ડીસીપી ધર્મેન્દ્ર સિંહ ભદૌરિયાએ જણાવ્યું કે, રામ નગરમાં રહેતી 40 વર્ષીય મહિલાની ફરિયાદ પર ઉત્તર પ્રદેશના અફઝલગઢ તહસીલ ધામપુર જિલ્લા બિજનૌરના સલાવત નગરના રહેવાસી મોહમ્મદ રાશિદ વિરુદ્ધ છેડતીનો કેસ નોંધવામાં આવ્યો છે. મહિલાના જણાવ્યા અનુસાર આરોપી રાશિદ આ વિસ્તારમાં આવ્યો હતો. એણે હાથ જોઈને ભવિષ્ય કહેવાની વાત કરી. મહિલા આ માટે સંમત થઈ.
આરોપી સાધુના વેશમાં આવ્યો હતો અને દાવો કર્યો હતો કે તે ભવિષ્ય કહી શકે છે, તેના પર વિશ્વાસ કરીને મહિલાએ તેને હાથ બતાવ્યો હતો પરંતુ તેણે તેને ખોટી રીતે સ્પર્શ કરવાનું શરૂ કર્યું. આ પછી શરીર પર તલ જોવાના બહાને તેણે મહિલાની છેડતી કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન ડઘાઈ ગયેલી પીડિતાએ બુમો પડતા આસપાસના લોકોને ભેગા થઇ ગયા હતા. જે જોઈને આરોપી મોહમ્મદ રાશીદ ત્યાંથી જવા લાગ્યો પણ તે જાય તેની પહેલાજ લોકોએ તેને પકડીને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ મોહમ્મદ તોરીફ ખાનના પુત્ર મોહમ્મદ રશીદ હોવાનું જણાવ્યું હતું. આ પછી તે લોકોને ધક્કો મારીને ભાગી ગયો હતો.
આરોપી રાશિદ વિસ્તારમાં જ્યારે આવ્યો ત્યારે તેણે સાધુ જેવો પોશાક પહેર્યો હતો. જેના પર કોઈને પણ શંકા નહોતી ગઈ. પરંતુ પકડાયા બાદ જયારે તેણે પોતાનું અસલી નામ રાશિદ જણાવતા સ્થાનિક લોકોએ તેને માર પણ માર્યો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તે એક ડેરામાં રહે છે. જ્યાં તે દિવસભર ફેરી મારીને ભવિષ્ય જોવાનું કામ કરે છે. પકડાયા બાદ તે પોલીસ સ્ટેશનમાં પણ પોલીસકર્મીઓનું ભવિષ્ય જોવાની વાત કરતો કરી રહ્યો હતો.