Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમોહમ્મદ ઝુબૈરને ચાર દિવસની પોલીસ કસ્ટડી, પોલીસે કહ્યું- તપાસમાં પૂરતો સહયોગ આપી...

    મોહમ્મદ ઝુબૈરને ચાર દિવસની પોલીસ કસ્ટડી, પોલીસે કહ્યું- તપાસમાં પૂરતો સહયોગ આપી રહ્યો નથી

    દિલ્હી પોલીસે ઝુબૈરના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, તેની વિરુદ્ધ અલગ-અલગ કેસમાં અન્ય FIR પણ દાખલ કરવામાં આવી છે, જેની તપાસ કરવી જરૂરી છે.

    - Advertisement -

    ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપસર પકડાયેલા ઑલ્ટ ન્યૂઝના મોહમ્મદ ઝુબૈરને ગઈકાલે  પકડ્યા બાદ એક દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થતાં ઝુબૈરને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ઝુબૈરને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે.

    દિલ્હી પોલીસે ઝુબૈરના પાંચ દિવસના રિમાન્ડની માંગ કરી હતી. પોલીસે કહ્યું હતું કે, તેની વિરુદ્ધ અલગ-અલગ કેસમાં અન્ય FIR પણ દાખલ કરવામાં આવી છે, જેની તપાસ કરવી જરૂરી છે.

    રિપોર્ટ અનુસાર, ઝુબૈર ધરપકડ બાદ તપાસ અને પૂછપરછમાં પૂરતો સહયોગ આપી રહ્યો ન હતો. પોલીસે કહ્યું કે તેણે મોટાભાગના સવાલોના જવાબો આપ્યા ન હતા અને ડોક્યુમેન્ટ પર હસ્તાક્ષર કરવાનો પણ ઇનકાર કરી દીધો હતો. તેમજ તેણે કહ્યું હતું કે, જે ફોનમાંથી તેણે 2018 માં આ ટ્વિટ કર્યાં હતાં, તે ફોન ખોવાઈ ગયો છે. બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ઝુબૈરને ચાર દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

    - Advertisement -

    કોર્ટમાં ઝુબૈર તરફથી વકીલ વૃંદા ગ્રોવરે દલીલો રજૂ કરી હતી. તેમણે દાવો કરતા કહ્યું હતું કે ટ્વિટમાં કશું પણ આપત્તિજનક નથી. તેમણે દાવો કર્યો કે, જે ટ્વિટને લઈને વિવાદ થયો છે તે એક ફિલ્મની તસ્વીર છે અને તેમાં કોઈ પણ પ્રકારનું એડિટિંગ થયું ન હતું. તેમણે કહ્યું હતું કે, આ એક ફિલ્મનું દ્રશ્ય છે અને તેમાં હનીમૂન પર જતા લોકોની મજાક ઉડાવવામાં આવી છે. તેમજ તેમણે પોલીસ રિમાન્ડની કૉપી પણ આપવામાં ન આવી હોવાનો પોલીસ પર આરોપ લગાવ્યો હતો.

    મોહમ્મદ ઝુબૈર પર દાખલ થયેલ FIRમાં જણાવવામાં આવ્યું છે કે, તેણે ભગવાન હનુમાનની મજાક ઉડાવી હતી. આરોપ છે કે તેણે હનુમાનજી ને ‘હનીમૂન’ સાથે જોડ્યા હતા. હિંદુ ધર્મમાં હનુમાનજીને બાલ બ્રહ્મચારી કહેવામાં આવ્યા છે. આ ટ્વિટ સામાજિક ભાવનાઓ ભડકાવતું અને શાંતિ અને સામંજસ્યતા માટે જોખમરૂપ હોવાનું કહીને ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ FIR ‘હનુમાન ભક્ત’ નામના ટ્વિટર હેન્ડલ દ્વારા કરવામાં આવેલ ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી છે.

    બીજી તરફ, જે ટ્વિટર યુઝરની ફરિયાદના આધારે મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી તેણે ઝુબૈરના સાથીદાર અને ઑલ્ટ ન્યૂઝના સહ-સ્થાપક પ્રતીક સિન્હા વિરુદ્ધ પણ કાર્યવાહીની માંગ કરીને ફરિયાદ કરી છે. 

    પોતાના ટ્વિટમાં યુઝર @balajikijaiin પ્રતીક સિન્હાનું એક ટ્વિટ ક્વોટ કરીને લખે છે કે, “આને તમે શું કહેશો? આ વ્યક્તિ ખુલ્લેઆમ હિંદુઓની ધાર્મિક સ્વતંત્રતા પર પ્રહાર કરી રહ્યો છે. દિલ્હી પોલીસ અને સાયબર ક્રાઇમ સેલના ડીસીપી કૃપા કરીને કાર્યવાહી કરે.”

    પ્રતીક સિન્હાના (Pratik Sinha) જે ટ્વિટને લઈને ફરિયાદ કરવામાં આવી છે તે સપ્ટેમ્બર 2015 માં કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતીકે ભગવાન ગણેશની મજાક ઉડાવી હતી અને પ્રશ્ન કર્યો હતો કે શું હાથીના માથાવાળો પણ કોઈ વ્યક્તિ હોય શકે છે? આ જ ટ્વિટને લઈને હવે પ્રતીક સિન્હા વિરુદ્ધ ફરિયાદ કરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં