જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ મંદિરની મુલાકાત લીધી હતી. એવું કહેવાય છે કે મુફ્તી પૂંચના ડેરિયામાં નવગ્રહ મંદિરના દર્શન કરવા ગયા હતા અને મુફ્તીએ મંદિરની મુલાકાત દરમિયાન શિવલિંગ પર જલાભિષેક પણ કર્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો હતો.
વીડિયોમાં જોવા મળે છે કે કેવી રીતે મહેબૂબા મુફ્તીએ પોતાના હાથથી ભગવાન મહાદેવને જળ ચઢાવ્યું એટલે કે બાબા ભોલેનાથનો જલાભિષેક કર્યો, જેનો વીડિયો સામે આવ્યો છે.
Om Namah #Shivay, Shiv hi satya hai.@MehboobaMufti at Navgreh Mandir, #poonch, #Jammu. #mehboobamufti #omnamahshivaya #JammuAndKashmir pic.twitter.com/ziYLKG9yuz
— Manish Prasad (@manishindiatv) March 15, 2023
આ દરમિયાન મહેબૂબા મુફ્તી સાથે પીડીપી પાર્ટીના કાર્યકર્તાઓ પણ હાજર હતા.પૂંચની મુલાકાત દરમિયાન મહેબૂબા મુફ્તીએ નવગ્રહ મંદિરના દર્શન કર્યા હતા. પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીનો મંદિરની મુલાકાતનો વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે.મંદિર પ્રશાસને પણ મહેબૂબા મુફ્તીનું શાલ ઓઢાડીને અભિવાદન કર્યું હતું, મહેબૂબા મુફ્તી આખા મંદિર પરિસરની પ્રદક્ષિણા કરતી પણ જોવા મળી હતી.
ભાજપે કર્યા PDP પર પ્રહાર
ભાજપની જમ્મુ અને કાશ્મીર વિંગે પીડીપી સુપ્રીમોની મંદિરની મુલાકાતને રાજકીય ખેલ ગણાવીને ફગાવી દીધી અને કહ્યું કે તેનાથી તેનો ભૂતકાળ બદલાશે નહીં.
ભાજપના જમ્મુ અને કાશ્મીર એકમના પ્રવક્તા રણબીર સિંહ પઠાનિયાએ જણાવ્યું હતું કે, “2008માં, મહેબૂબા મુફ્તી અને તેમની પાર્ટીએ શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડને જમીન ફાળવવાનો વિરોધ કર્યો હતો. તેમની પાર્ટીએ યાત્રાળુઓ માટે ઝૂંપડીઓના બાંધકામ માટે શ્રાઈન બોર્ડને જમીનના કામચલાઉ ટ્રાન્સફરની મંજૂરી આપી ન હતી. .”
“તેમની મંદિરની મુલાકાત માત્ર સાદા નાટક અને યુક્તિઓ છે, જેનું કોઈ પરિણામ નહીં આવે. જો રાજકીય યુક્તિઓ બદલાવ લાવી શકી હોત, તો જમ્મુ અને કાશ્મીર આજે સમૃદ્ધિનો બગીચો હોત.”
પીડીપી સુપ્રીમોએ જમ્મુ અને કાશ્મીરમાં ગરીબોના ઘરો અને વ્યવસાયોને બુલડોઝ કરવા માટે ભાજપ પર આકરા પ્રહાર કર્યાના દિવસો પછી આ બન્યું છે.