Thursday, May 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદીની તાલીમ આપતા મદરેસાના મૌલવીએ અનેક બાળકો પર દુષ્કર્મ આચર્યું, ફરિયાદ નોંધાયા...

    દીની તાલીમ આપતા મદરેસાના મૌલવીએ અનેક બાળકો પર દુષ્કર્મ આચર્યું, ફરિયાદ નોંધાયા બાદ થઈ ગયો ફરાર: ઝારખંડના ગઢવાનો મામલો

    રવિવારે રાત્રે સમરુદ્દીને મદરેસામાં અભ્યાસ કરતા ત્રણ બાળકોને પોતાના રૂમમાં બોલાવ્યા હતા અને પછી તેણે બે બાળકોને બહાર મોકલ્યા અને એકને તેના રૂમમાં રોકી રાખ્યો હતો.

    - Advertisement -

    ઝારખંડના ગઢવામાં એક મદરેસામાં મૌલવીએ પોતાને ત્યાં અભ્યાસ કરતા અનેક વિદ્યાર્થીઓ પર દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આરોપી મૌલવીનું નામ સમરુદ્દીન છે અને તે મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. પીડિતોની સંખ્યા 6 વિદ્યાર્થી કરતા વધુ હોવાનું કહેવાય રહ્યું છે. બાળકીના ફરિયાદ કરવા પર મૌલવીએ પીડિત પરિવારજનો પર પણ હુમલો કર્યો હતો. આ મામલો રવિવાર (19 ફેબ્રુઆરી 2023)નો છે. કેસ નોંધાયા બાદથી મૌલવી ફરાર થઈ ગયો છે.

    મીડિયા અહેવાલો અનુસાર મૌલવીએ મદરેસામાં દુષ્કર્મ આચર્યું હોવાની આ ઘટના ગઢવાના નગરુન્તરી પોલીસ સ્ટેશન વિસ્તારના કોઈંદી ગામની છે. અહીં પશ્ચિમ બંગાળનો મૌલવી સમરુદ્દીન ઘણાં વર્ષોથી દારુલ ઉલૂમ સમસિયા નામની મદરેસામાં બાળકોને દીની તાલીમ (મઝહબી તાલીમ) આપી રહ્યો હતો. આ મદરેસામાં લગભગ 50 બાળકો ઇસ્લામનો અભ્યાસ કરે છે. આરોપ છે કે રવિવારે રાત્રે સમરુદ્દીને મદરેસામાં અભ્યાસ કરતા ત્રણ બાળકોને પોતાના રૂમમાં બોલાવ્યા હતા અને પછી તેણે બે બાળકોને બહાર મોકલ્યા અને એકને તેના રૂમમાં રોકી રાખ્યો હતો. થોડા સમય બાદ મૌલવીએ બાળકને તેની માલિશ કરવાનું કહ્યું હતું.

    જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે બાળક મૌલવી સમરુદ્દીનની માલિશ કરી રહ્યો હતો ત્યારે આ નરાધમે તેની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બાળકે મૌલવીનો વિરોધ કર્યો અને પોતાના પરિવારને મૌલવીની કરતૂત વિશે જાણ કરી હતી. બાળકનો પરિવાર જ્યારે ફરિયાદ લઈને મદરેસામાં આવ્યો ત્યારે મૌલવીએ ગામમાં હાજર તેના સમર્થકોને ભેગા કરીને પીડિત પરિવારને ધમકાવ્યા અને માર માર્યો હતો.

    - Advertisement -

    આ ઘટનામાં પીડિતાના પરિવારે એવો પણ આરોપ લગાવ્યો હતો કે આ જ મદરેસાના મૌલાના અશરફે ઘટનાસ્થળે જ મામલો રફેદફે કરવાનો પણ પ્રયાસ કર્યો હતો, પણ તેનો આ પ્રયાસ સફળ થયો નહતો. આ દરમિયાન કોઇએ આ મામલે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બાદમાં પોલીસે મદરેસાના પીડિત વિદ્યાર્થીઓનું નિવેદન નોંધ્યું હતું. એક અહેવાલ મુજબ મૌલવીની કરતૂતોનો ભોગ બનેલા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ અડધો ડઝન જેટલી છે. કેસ નોંધાયા બાદ મૌલવી ફરાર છે. એસડીપીઓ પ્રમોદ કુમારના જણાવ્યા અનુસાર સમરુદ્દીનની ધરપકડ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    મદરેસામાં કુકર્મની અનેક ઘટનાઓ

    જોકે આ પહેલીવાર નથી કે કોઈ ઇસ્લામિક તાલીમ સંસ્થા કે પછી મદરેસામાં દીનના પાઠ પઢાવતા કોઈ મૌલવી કે તેના સાગરિત દ્વારા આવી કોઈ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોય. હજુ ગઈકાલે (20 ફેબ્રુઆરી 2023) જ ઑપઇન્ડિયાએ પ્રકારનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો જેમાં, છત્તીસગઢના ભિલાઈ જિલ્લામાં મદરેસામાં ઉર્દૂની તાલીમ આપતા મૌલવીએ એક માસૂમ બાળકીનું યૌન શોષણ કર્યું હતું. મદરેસામાં અરબી શીખવતા ભિલાઈના મૌલાના મુહમ્મદ મેરાજ નામના મૌલવીએ 9 વર્ષની વિદ્યાર્થીની પર નજર બગાડી હતી. આ હવસખોર મૌલાના પર આરોપ છે કે તે 9 વર્ષની પીડિતાને ઘણા સમયથી ગંદી રીતે અડકતો હતો અને અશ્લીલ વાતો પણ કરતો હતો. પોલીસે પોક્સો એક્ટ સહિત અન્ય ઘણી કલમો હેઠળ કેસ નોંધીને મૌલવી મેરાજની ધરપકડ કરી છે.

    તે પહેલાં પણ દહેરાદુનથી પણ આ પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં અદાલતે સગીર વયની બાળકી પર બળાત્કાર કરનાર મૌલાનાને 20 વર્ષની જેલની સજા ફટકારી હતી. આટલું જ નહીં જીશાન નામના આ મૌલાનાને કોર્ટે 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. જોકે આ કેસની સુનાવણી દરમિયાન કોઈ રીતે પીડિતા તેના નિવેદન પરથી ફરી ગઈ હતી અને તેના માતા-પિતા પણ ગુનો છુપાવી રહ્યા હતા. જોકે પોલીસની સઘન તપાસ અને મેડિકલ તપાસ બાદ થયેલા ખુલાસાઓના આધારે ગુનો સાબિત થવા પર કોર્ટે દેહરાદુનના મદરેસામાં સગીરા બળાત્કાર કરનાર આ નરાધમ મૌલાનાને સજા ફટકારી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં