Saturday, July 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવધુ એક બાળકીનું મદરેસામાં યૌન શોષણ: ભિલાઈના મૌલાના મુહમ્મદ મેરાજે 9 વર્ષની...

    વધુ એક બાળકીનું મદરેસામાં યૌન શોષણ: ભિલાઈના મૌલાના મુહમ્મદ મેરાજે 9 વર્ષની વિદ્યાર્થીની પર નજર બગાડી; ફરિયાદ દાખલ

    પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ પરથી મેરાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 345 અને 509 તથા 12 પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ અધિક્ષક દુર્ગના જણાવ્યા અનુસાર આરોપી મૌલવી મેરાજની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    છત્તીસગઢના ભિલાઈ જિલ્લામાં એક માસૂમ બાળકીનું યૌન શોષણ કરવામાં આવ્યું છે. મદરેસામાં અરબી શીખવતા ભિલાઈના મૌલાના મુહમ્મદ મેરાજે 9 વર્ષની વિદ્યાર્થીની પર નજર બગાડી હતી. આ હવસખોર મૌલાના પર આરોપ છે કે તે 9 વર્ષની પીડિતાને ઘણા સમયથી ગંદી રીતે અડકતો હતો અને અશ્લીલ વાતો પણ કરતો હતો. પોલીસે પોક્સો એક્ટ સહિત અન્ય ઘણી કલમો હેઠળ કેસ નોંધીને મૌલવી મેરાજની ધરપકડ કરી છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના સુપેલા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ધોરણ 4માં અભ્યાસ કરતી પીડિતા પર ભિલાઈના મૌલાના મુહમ્મદ મેરાજે શારીરિક અડપલા કર્યા હતા. આ બાળકી મૌલવી પાસે અરબી ભાષાનો અભ્યાસ કરવા જતી હતી. અહીં ભણાવતા મૌલવી મિરાજનો ઘણા સમયથી પીડિતા સાથે ખરાબ અડપલા કરતો હતો. મૌલવીના આ કૃત્યને કારણે બાળકી હેબતાયેલી રહેતી હતી. આખરે એક દિવસ પીડિતાએ પોતાના પરિવારના સભ્યોને મૌલવીના કૃત્યની વાત કરી હતી. આ બાબતની જાણ થતાં જ બાળકીના અબ્બુ તેને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને મોહમ્મદ મેરાજ સામે ફરિયાદ નોંધાવી હતી.

    મૌલવી મોહમ્મદ મેરાજ સગીર પીડિતા સાથે ગંદી વાતો કરતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. સુપેલા પોલીસે પીડિતાના પિતાની ફરિયાદ પરથી મેરાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 345 અને 509 તથા 12 પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. પોલીસ અધિક્ષક દુર્ગના જણાવ્યા અનુસાર આરોપી મૌલવી મેરાજની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આક્ષેપોને સમર્થન આપવા માટે પોલીસ પુરાવા પણ એકત્રિત કરી રહી છે. પોલીસે પરિવારના સભ્યોને પણ આવા કિસ્સાઓમાં કેટલીક વધારાની સાવચેતી રાખવા અપીલ કરી છે.

    - Advertisement -

    આ પહેલા પણ એક મૌલવીને થઈ ચુકી છે 20 વર્ષની સજા

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં દહેરાદુનથી પણ આ પ્રકારનો જ એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં દેહરાદુનની અદાલતે સગીર વયની બાળકી પર બળાત્કાર કરનાર મૌલાનાને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. આટલું જ નહીં જીશાન નામના આ મૌલાનાને કોર્ટે 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. જોકે આ કેસની સુનાવણી દરમિયાન કોઈ રીતે પીડિતા તેના નિવેદન પરથી ફરી ગઈ હતી અને તેના માતા-પિતા પણ ગુનો છુપાવી રહ્યા હતા. જોકે પોલીસની સઘન તપાસ અને મેડિકલ તપાસ બાદ થયેલા ખુલાસાઓના આધારે ગુનો સાબિત થવા પર કોર્ટે દેહરાદુનના મદરેસામાં સગીરા બળાત્કાર કરનાર આ નરાધમ મૌલાનાને સજા ફટકારી હતી.

    મળતી માહિતી મુજબ દેહરાદુનના મદરેસામાં સગીરા પર બળાત્કાર કરનાર મૌલાનાને 20 વર્ષની જેલ થઈ તે ઘટના 19 માર્ચ 2020ના રોજ ઘટી હતી. શહેરના પટેલનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીડિત સગીરા તેના પરિવાર સાથે રહે છે. તેના પિતા ટેક્સી ચલાવીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. આરોપી મૌલાના જીશાન પણ ત્યાં નજીકમાં જ રહીને મુસ્લિમ બાળકોને દિનની તાલીમ આપે છે. આ જીશાન 14 વર્ષની પીડિત સગીરા પર કુદ્રષ્ટિ રાખતો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં