Wednesday, November 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસગીરા પર મદરેસામાં બળાત્કાર કરનાર મૌલાના જીશાનને 20 વર્ષની જેલ: દેહરાદુનની અદાલતે...

    સગીરા પર મદરેસામાં બળાત્કાર કરનાર મૌલાના જીશાનને 20 વર્ષની જેલ: દેહરાદુનની અદાલતે આપ્યો ઐતિહાસિક ચુકાદો

    ફરિયાદીઓની પીછેહટ છતાં વિશેષ ન્યાયાધીશ પોક્સો મીના દેઉપાએ મૌલાના જીષણને 20 વર્ષની કઠોર જેલ અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જેમાંથી 40 હાજર પીડિત પરિવારને આપવામાં આવશે.

    - Advertisement -

    દેહરાદુનની અદાલતે સગીર વયની બાળકી પર બળાત્કાર કરનાર મૌલાનાને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. આટલું જ નહિ જીશાન નામના આ મૌલાનાને કોર્ટે 50 હજારનો દંડ પણ ફટકાર્યો છે. જોકે આ કેસની સુનવણી દરમિયાન કોઈ રીતે પીડિતા તેના નિવેદન પરથી ફરી ગઈ હતી અને તેના માતા પિતા પણ ગુનો છુપાવી રહ્યાં હતા. જોકે પોલીસની સઘન તપાસ અને મેડીકલ તપાસ બાદ થયેલા ખુલાસાઓના આધારે ગુનો સાબિત થવા પર કોર્ટે દેહરાદુનના મદરેસામાં સગીરા બળાત્કાર કરનાર આ નરાધમ મૌલાનાને સજા ફટકારી હતી.

    મળતી માહિતી મુજબ દેહરાદુનના મદરેસામાં સગીરા પર બળાત્કાર કરનાર મૌલાનાને 20 વર્ષની જેલ થઈ તે ઘટના 19 માર્ચ 2020ના રોજ ઘટી હતી. શહેરના પટેલનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીડિત સગીરા તેના પરિવાર સાથે રહે છે, તેના પિતા ટેક્સી ચલાવીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. આરોપી મૌલાના જીશાન પણ ત્યાં નજીકમાં જ રહીને મુસ્લિમ બાળકોને દિનની તાલીમ આપે છે. આ જીશાન 14 વર્ષની પીડિત સગીરા પર કુદ્રષ્ટિ રાખતો હતો.

    સગીરા નિવેદન આપી ફરી ગઈ હતી

    તેવામાં એક દિવસ બાળકીને મદરેસાના ફળિયામાં એકલી જોઈને મૌલાના જીશાને તેની પાસે પીવાનું પાણી માંગ્યું હતું. પીડિતા મૌલાનાથી પરિચિત હોવાના કારણે તે પાણી લઈને તેને આપવા ગઈ, દરમિયાન મૌલાનાએ 14 વર્ષની સગીરાને એક ઓરડામાં બંધ કરી તેના પર બળાત્કાર કર્યો હતો. બાદમાં તેણે બાળકીને જીવથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.

    - Advertisement -

    ત્યાર બાદ સગીરાએ તેના અમ્મી,અબ્બુને આ ઘટનાની જાણ કરી હતી. જેથી પરિવારે મૌલાના જીશાન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તેની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી મૌલાના જીશાન વિરુદ્ધ પોક્સો અને IPC ની ધારા 376 અંતર્ગત ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

    પોલીસની સઘન તપાસ આરોપીને સજા અપાવવામાં મુખ્ય ભૂમિકા

    અહીં નોંધનીય છે કે કોઈ કારણોસર કોર્ટમાં સુનવણી દરમિયાન પીડિત સગીરા પોતાના નિવેદન પરથી ફરી ગઈ હતી. આટલું જ નહિ પીડિતાના ફરિયાદી અમ્મી અબ્બુ પણ ફરી ગયા હતા, જોકે પોલીસે કરેલી સઘન તપાસ અને આરોપી મૌલાના જીશાન અને પીડિતની મેડીકલ તપાસમાં સામે આવેલા તથ્યો તેને સજા અપાવવા માટે મુખ્ય આધાર બની હતી.

    ફરિયાદીઓની પીછેહટ છતાં વિશેષ ન્યાયાધીશ પોક્સો મીના દેઉપાએ મૌલાના જીષણને 20 વર્ષની કઠોર જેલ અને 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જેમાંથી 40 હાજર પીડિત પરિવારને આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પોલીસ પક્ષે સરકારી વકીલ અલ્પના થાપાએ ફરિયાદીઓની પીછેહટ બાદ પણ આરોપીને સજા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં