ઉત્તર પ્રદેશના મથુરાના એક મુસ્લિમ બહુમતી ધરાવતા ગામમાં એક હિંદુ વૃદ્ધને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. આરોપ છે કે ગામના કેટલાક મુસ્લિમોએ ઘરમાં ઘૂસી જઈને વૃદ્ધને ધમકાવ્યા હતા અને ઇસ્લામ અંગીકાર કરવા દબાણ કર્યું હતું. પીડિત વ્યક્તિએ 25 જુલાઈ 2022ના રોજ આ અંગે ફરિયાદ કરી હતી. જે બાદ મથુરા પોલીસે 31 ઓગસ્ટે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
આ ગામનું નામ મહરૌલી છે, જે કોસીકલાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે. 60 વર્ષીય પીડિત તેજરામે આ મામલે પોલીસને ફરિયાદ કરી છે, જેની નકલ ઑપઈંડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં તેમણે જણાવ્યું છે કે લગભગ 18 વર્ષ પહેલાં તેમને અને અન્ય કેટલાક હિંદુઓને ગામમાં સરકારી પ્લોટ મળ્યા હતા. થોડા સમય પહેલાં આ જ ગામના તાહિર, તારીફ, આશી, અમીર, ઈદ્રીશ, ગુન્ના, અમીર, અમસર, બબ્બુ, શબ્બીર અને સગને તેમના પ્લોટના વૃક્ષો કાપી નાંખ્યાં હતાં. ગામમાંથી જ ગોધરન નામના વ્યક્તિના ખેતરની પાળ તોડીને પોતાના ખેતરમાં લઇ લીધી હતી. આ બનાવ અંગે તેજરામે પોલીસને ફરિયાદ કરી હતી. જેના કારણે આરોપીઓ નારાજ થયા હતા.
તેજરામનો આરોપ છે કે આરોપીઓને તેમની સાથે ચૂંટણી વખતથી દુશમની ધરાવે છે તેમજ ધાર્મિક દુશ્મનાવટ પણ છે. તેજરામના જણાવ્યા અનુસાર 23 જુલાઈ 2022ની સાંજે આશી, તારીફ, અમીર, ઈદ્રીશ, બબ્બુ અને અન્ય લોકો તેના ઘરમાં ઘૂસી ગયા હતા અને ગાળો દીધી હતી. તેમણે કહ્યું હતું કે, પોલીસને ફરિયાદ કરીને શું ઉખાડી લીધું? જ્યારે તેજારામે ગાળાગાળીનો વિરોધ કર્યો તો તેમને માર મારવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પડોશીઓએ તેજરામને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેમને પણ ધમકાવવામાં આવ્યા. તેજરામના કહેવા પ્રમાણે, હુમલાખોરોએ કહ્યું, “આ ગામ અમારું છે. અહીં અમે કહીએ તેમ જ રહેવું પડશે. અમે અહીં 90% મુસ્લિમ છીએ. વધુ હેરાન કર્યા તો જિંદગી અને જમીનથી હાથ ધોઈ બેસશો. અમારા મજહબમાં આવી જાઓ અથવા આ ગામ છોડીને ચાલ્યા જાઓ.” ફરિયાદ મુજબ હુમલાખોરોએ જતાં-જતાં તેજરામના ઘરનો સામાન પણ તોડી નાંખ્યો હતો.
તેજરામના જણાવ્યા અનુસાર, કેટલાક અન્ય ગ્રામજનો સાથે પણ મારપીટ અને ધમકાવવાની ઘટનાઓ બની છે. પરંતુ આરોપીઓના ડરથી કોઈ આગળ આવતું નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આરોપીઓ પાસે હથિયારો હતાં અને તેઓ સ્થાનિક ગુનેગારો સાથે સંપર્કો ધરાવતા હોવાઉં પણ જણાવ્યું હતું. પોલીસ અને રેવન્યુ કર્મચારીઓ પણ આરોપીઓના દબાણમાં કામ કરે છે તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. હિંદુ વૃદ્ધને ધમકી આપવા મામલે નોંધાયેલી ફરિયાદ પર મથુરા પોલીસે સ્ટેશન ઈન્ચાર્જ કોસીકલાંને તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે.
@mathurapolice – कृपया सूचनार्थ एवं आवश्यक कार्यवाही हेतु।
— UP POLICE (@Uppolice) August 31, 2022
ઑપઇન્ડિયા સાથે વાત કરતાં તેજરામે કહ્યું કે જ્યારે તેઓ યુવાન હતા ત્યારે ગામમાં આટલી મુસ્લિમ વસ્તી ન હતી, પરંતુ પછીનાં વર્ષોમાં મુસ્લિમોની વસ્તી ઝડપથી વધી છે. જ્યારે ગામ કેટલાક હિંદુઓને ઘર છોડીને જવા માટે પણ મજબુર કરવામાં આવ્યા છે. લગભગ 20 વર્ષથી ગામમાં કોઈ હિંદુ સરપંચ બન્યો નથી. વર્તમાન મુસ્લિમ સરપંચ પણ આરોપીઓનો સહકાર આપે છે.
તેમણે જણાવ્યું કે, થોડા સમય પહેલાં એક દલિત મહિલાને મુસ્લિમો દ્વારા નિર્દયતાથી મારવામાં આવી હતી. પછી તેને સમાધાન કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે ઘણીવાર હિંદુઓને ફસાવવા માટે ફર્જી કેસ દાખલ કરવાની પણ વાતો કરી છે.