મુસ્લિમ સંગઠનોનું NIAની કાર્યવાહીને સમર્થન મળ્યું છે અને PFI પર પ્રતિબંધની માંગ કરતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખ્યો છે. આ સંસ્થાઓમાં સૂફી ખાનકાહ એસોસિએશન અને ઓલ ઈન્ડિયા પસમંદા મુસ્લિમ મહાજ પણ સામેલ છે. સૂફી ખાનકાહ એસોસિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ કૌસર હસન મજીદી સહીત અનેક અનેક મુસ્લિમ સંગઠનોનું NIAની કાર્યવાહીને સમર્થન આપીને પીએમ મોદીને પત્ર લખી PFI પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
મળતા અહેવાલો અનુસાર સૂફી ખાનકાહના રાષ્ટ્રીય અધ્યક્ષ કૌસર હસન મજીદીના પત્રમાં પીએમ મોદીને કહેવામાં આવ્યું હતું કે PFI રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે, તેથી તેના પર પ્રતિબંધ લગાવવો જોઈએ. તેમણે આરોપ લગાવ્યો કે પીએફઆઈ દેશના યુવાનોને ગેરમાર્ગે દોરી આતંકવાદી બનાવી રહી છે અને દેશ વિરુદ્ધ યુદ્ધ લડવા માટે છેલ્લા બે વર્ષથી ISIS માટે લડવૈયાઓની ભરતી કરી રહી છે.
કૌસર હસન મજીદીએ એમ પણ કહ્યું કે પીએફઆઈની વિચારધારા દેશના હિતમાં નથી. તે દેશમાં ઝેર ઘોળવાનું કામ સતત કરી રહ્યું છે. જે સંગઠનની વિચારધારા દેશની વિરુદ્ધ હોય તેના પર પ્રતિબંધ લગાવવો વધુ સારું છે. તેમણે એમ પણ કહ્યું કે, પ્રતિબંધ લગાવવાની જૂની માંગ છે પરંતુ માત્ર પ્રતિબંધ લગાવવાથી કંઈ થશે નહીં પરંતુ આવી વિચારધારા સામે કેટલાક નક્કર પગલાં લેવાં જોઈએ. જ્યાં સુધી આવી વિચારધારા સામે નક્કર પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી આવા સંગઠનો સામે આવતાં જ રહેશે.
તો બીજી તરફ ઓલ ઈન્ડિયા પસમંદા મુસ્લિમ મહાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પરવેઝ હનીફે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને કહ્યું કે, “ભારત સરકારની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ વિશે જાણવા મળ્યું છે અને તેના ઘણા કાર્યકરોની ધરપકડ કરવામાં આવી છે. દરોડા પાડવાના સરકારના નિર્ણય સાથે ઓલ ઈન્ડિયા પસમંદા મુસ્લિમ મહાજ સહમત છે. તે દેશના હિતમાં હોવાનું માનીને અમારી સંસ્થા ભારતીય બંધારણને સંપૂર્ણ સમર્થન આપે છે.”
पीएफआई पर हुई कार्यवाही देशहित में आल इंडिया पसमांदा मुस्लिम महाज
— Atulkrishan (@iAtulKrishan) September 22, 2022
“हमारा संगठन भारतीय संविधान का पूर्ण समर्थन करता है। भारतीय राष्ट्रीय सुरक्षा और संविधान के खिलाफ किसी भी तरह की गतिविधि राष्ट्र विरोधी है और इसे बिल्कुल भी बर्दाश्त नहीं किया जाना चाहिए,” it says@AIPMMReg pic.twitter.com/f4aBRgHvFC
પ્રેસ રિલીઝમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે “PFI પોતાને ઇસ્લામના રક્ષક તરીકે રજૂ કરીને દેશને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે. અમે તેની નીતિઓનો વારંવાર વિરોધ કર્યો છે અને તેના પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરી છે.
નોંધનીય રીતે કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFI પર આતંકવાદી ભંડોળ, આતંકવાદી ગતિવિધિઓ, રમખાણો ભડકાવવા સહિત વિવિધ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આરોપ છે. આ સંબંધમાં NIA અને EDએ 93 જગ્યાએ દરોડા પાડીને PFIના 106 કાર્યકરો અને નેતાઓની ધરપકડ કરી છે. અગાઉ રવિવારે (18 સપ્ટેમ્બર, 2022) પણ NIAએ PFIના 23 સ્થળો પર દરોડા પાડ્યા હતા અને 4 લોકોની ધરપકડ કરી હતી .
એવી આશંકા છે કે NIA દ્વારા ગત રવિવારે ધરપકડ કરાયેલા PFIના નેતાઓની પૂછપરછમાં મળેલી માહિતીના આધારે દેશભરમાં એક સાથે દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડાને તપાસ એજન્સીઓ માટે મોટી સફળતા ગણાવવામાં આવી રહી છે.