Monday, November 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટPFI નેતાઓ સામે NIAના ગંભીર આરોપો, કાર્યવાહી બાદ કેરળમાં ઠેરઠેર હિંસક તોફાનો:...

    PFI નેતાઓ સામે NIAના ગંભીર આરોપો, કાર્યવાહી બાદ કેરળમાં ઠેરઠેર હિંસક તોફાનો: BJP-RSS કાર્યાલયોમાં પેટ્રોલ બૉમ્બ ફેંકાયા, બસ ડ્રાઈવરની આંખ ફોડી

    પીએફઆઈના નેતાઓ મુસ્લિમ યુવાનોના બ્રેનવોશ કરી તેમને આતંકવાદી સંગઠનમાં જોડાવાની તાલીમ આપતા હોવાનો આરોપ, સોથી વધુ નેતાઓ સળિયા પાછળ.

    - Advertisement -

    દેશમાં અનેક હિંસાત્મક પ્રદર્શનોમાં અને દેશવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠન PFI સામે કાર્યવાહી બાદ એજન્સી NIAએ મોટો ઘટસ્ફોટ કરતાં કહ્યું છે કે સંગઠનના સભ્યો અને કેડરો દ્વારા મોટી સંખ્યામાં મુસ્લિમ યુવકોના બ્રેઈન વોશ કરીને તેમને ISIS જેવાં આતંકવાદી સંગઠનમાં ભરતી કરવામાં આવી રહ્યા હતા. બીજી તરફ, કેરળમાં પીએફઆઈ કાર્યકરોએ હિંસક તોફાનો કર્યાં હતાં.

    એજન્સીએ ગુરુવારે (22 સપ્ટેમ્બર 2022) એક મેગા ઓપરેશનમાં દેશનાં વિવિધ રાજ્યોમાંથી પકડેલા આરોપીઓના રિમાન્ડ માંગતી વખતે કોર્ટને આ જણાવ્યું હતું. એજન્સીએ સાથે પીએફઆઈ નેતાઓ પર આરોપ લગાવતાં કહ્યું કે તેઓ વિદેશી ફંડિંગના જોરે દેશમાં આતંકી ગતિવિધિઓને અંજામ આપતા હતા. 

    ANIના અહેવાલ અનુસાર, કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે, પીએફઆઈના નેતાઓ અને સભ્યો દેશનાં વિવિધ રાજ્યો જેવાં કે કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવા માટે દેશમાંથી તેમજ વિદેશથી પણ ભંડોળ ઉઘરાવવાનું કામ કરતા હતા. 

    - Advertisement -

    એજન્સીએ એ પણ જણાવ્યું કે, પીએફઆઈ સંગઠન પ્રોફેસરના હાથ કાપવામાં, અન્ય ધર્મમાં માનતા લોકોની હત્યાઓ કરવામાં, દેશનાં વિવિધ સ્થળોને નિશાન બનાવવા માટે વિસ્ફોટકો અને હથિયારોની હેરફેર કરવી, ઇસ્લામિક સ્ટેટને સમર્થન આપવું અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિતની ગતિવિધિઓમાં સતત સંડોવાયેલું રહ્યું છે. 

    એફઆઈઆરમાં પીએફઆઈ કેડરો પૈકીના એક યાસિર અરાફાતનો પણ ઉલ્લેખ છે, જેની ઉપર અન્યો સાથે મળીને યુવાનોને આતંકવાદી પ્રવૃતિઓ માટે તાલીમ આપવાનો આરોપ લાગ્યો છે. 

    એક તરફ, કેન્દ્ર સરકારે પીએફઆઈ સામે કાર્યવાહી શરૂ કરી છે ત્યાં બીજી તરફ સંગઠનના અનેક લોકોની ધરપકડ થયા બાદ તેમના સમર્થકો હિંસક પ્રવૃત્તિઓ પર ઉતરી આવ્યા છે. ક્યાંક વાહનો સળગાવવામાં આવી રહ્યાં છે તો ક્યાંક પોલીસકર્મીઓ ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, ભાજપ કાર્યાલય અને આરએસએસની ઓફિસે બૉમ્બ ફેંકવાની ઘટનાઓ પણ બની હતી. બીજી તરફ, કેટલાક પોલીસકર્મીઓને પણ ઇજા પહોંચી હતી. 

    દક્ષિણમાં તિરુવનંતપુરમ અને કોટ્ટ્મમાં પીએફઆઈ કાર્યકરોએ હિંસક તોફાનો કર્યાં હતાં અને સરકારી બસ, ઓટો રીક્ષા અને એક કારને નુકસાન પહોંચાડ્યું હતું. ઉપરાંત, કોલમ, અલ્લાપ્પુઝા, એર્નાકુલમ, કોઝીકોડ અને વાયનાડ જિલ્લામાં પણ વાહનો પર પથ્થરમારો થયો હતો. એટલું જ નહીં, કોઝિકોડ સિવિલ સ્ટેશન પાસે પથ્થરમારામાં એક બસ ડ્રાઈવરની આંખને પણ નુકસાન પહોંચ્યું હતું.

    તમિલનાડુના કોયમ્બતૂરમાં એક ભાજપ કાર્યાલયમાં તોડફોડની પણ ઘટના બની હતી તો કેટલાક લોકોએ પેટ્રોલ બૉમ્બ પણ ફેંક્યા હતા. ઉપરાંત, કન્નુરના મટ્ટુનૂરમાં બે લોકો દ્વારા આરએસએસની ઓફિસ પર પેટ્રોલ બૉમ્બ ફેંકવાના સમાચાર મળ્યા છે. 

    એનઆઈએ, ઇડી અને રાજ્યોની પોલીસે સંયુક્ત ઓપરેશનમાં ગુરુવારે 106 પીએફઆઈ નેતાઓની ધરપકડ કરી લીધી હતી અને દેશનાં 15 રાજ્યો મળીને કુલ 93 જેટલાં ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. ધરપકડ કરાયેલા નેતાઓમાં સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને દિલ્હીના અધ્યક્ષ વગેરેનો પણ સમાવેશ થાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં