કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે વાકયુદ્ધ, અગ્નિપથ ભરતી યોજનાને લઈને દેશ ભરમાં વિરોધ પ્રદર્શન તો થયા જ, પણ આ યોજનાને લઈને કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે વાક યુદ્ધ હવે તીવ્ર થતું જોવા મળી રહ્યું છે. કોંગ્રેસના નેતા મનીષ તિવારી અને જયરામ રમેશ વચ્ચે અગ્નિપથ યોજનાને લઈને શબ્દ યુદ્ધ છેડાયું છે. આ બંને કોંગ્રેસ નેતાઓ ટ્વીટર પર કોંગ્રેસના બે દિગ્ગજ નેતાઓ વચ્ચે વાકયુદ્ધ અને એકબીજાપર આકરા શાબ્દિક પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે.
અગ્નિપથ યોજનાનો ભૂતકાળમાં દેશભરમાં ભારે વિરોધ જોવા મળ્યો છે. યુપી-બિહાર સહિત અનેક રાજ્યોમાં યુવાનો રસ્તાઓ પર જોવા મળ્યા, કેટલાક શહેરોમાં આગચંપી કરવાની ઘટનાઓ બની. હાલમાં આ યોજના હેઠળની ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને વિરોધની આગ ઓલવાઈ ગઈ છે. કોંગ્રેસ સહિત અનેક વિપક્ષી પાર્ટીઓ કેન્દ્ર સરકાર પાસે આ યોજના પાછી ખેંચવાની માંગ કરી રહ્યા છે.
દરમિયાન, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં એક લેખ લખ્યો, જેમાં માત્ર ‘અગ્નિપથ’નું સમર્થન જ નહીં પરંતુ તેને સંરક્ષણ સુધારા અને આધુનિકીકરણની વ્યાપક પ્રક્રિયાનો એક ભાગ ગણાવ્યો. આવી સ્થિતિમાં, કોંગ્રેસે ઉતાવળમાં પોતાના સાંસદના અભિપ્રાયથી પોતાને દૂર કરતા કહ્યું કે કોંગ્રેસ માને છે કે સેનામાં ભરતીની આ નવી યોજના રાષ્ટ્રીય હિત અને યુવાનોના ભવિષ્યની વિરુદ્ધ છે.
જયરામના ટ્વીટ પર તિવારીનો તમાચો
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને કોંગ્રેસ વતી સ્પષ્ટતા કરવાનો પ્રયાસ કર્યો હતો. “કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ‘અગ્નિપથ’ પર એક લેખ લખ્યો છે. કોંગ્રેસ લોકતાંત્રિક પક્ષ હોવાને કારણે કહેવું પડે કે આ તેમના અંગત મંતવ્યો છે, પાર્ટીના મંતવ્યો નથી. કોંગ્રેસનું માનવું છે કે આ યોજના રાષ્ટ્રવિરોધી અને યુવા વિરોધી છે અને તેને કોઈપણ વિચાર-વિમર્શ વગર લાવવામાં આવી છે.
Manish Tewari, INC MP, has written an article on Agnipath. While @INCIndia is the only democratic party, it must be said his views are entirely his own & not of the party, which firmly believes Agnipath is anti-national security & anti-youth, bulldozed through without discussion.
— Jairam Ramesh (@Jairam_Ramesh) June 29, 2022
તિવારીએ રમેશના ટ્વીટને રીટ્વીટ કર્યું અને તેમના લેખના એક ભાગનો સ્ક્રીનશોટ શેર કરતા કહ્યું, “લેખની ટેગલાઇન કહે છે કે આ વ્યક્તિગત વિચારો છે.” હું ઈચ્છું છું કે જયરામ રમેશજીએ તેને અંત સુધી વાંચ્યું હોત. હવે તે કદાચ જોઈ શક્યા હોત.’
The tag line of the article does say – The views are personal. I wish @Jairam_Ramesh ji would have read it right till the very end .
— Manish Tewari (@ManishTewari) June 29, 2022
He may see it here now 👇🏾 https://t.co/eiogYdeKVp pic.twitter.com/qAFqI41AUx
આખરે મનીષ તિવારીએ એ લેખમાં એવું તો લખ્યું શું છે કે કોંગ્રેસ એકદમજ તિવારી ઉપર ભડકી ઉઠી છે, અહી નીચે મનીષ તિવારી દ્વારા લખેલા લેખના કેટલાક અંશ અમે ટાંકી રહ્યા છીએ.
આ લેખમાં મનીષ તિવારી અગ્નિપથ યોજનાના પક્ષમાં વિશ્વ આખામાં આવેલા સૈન્ય બદલાવનો હવાલો આપીને લખે છે કે “પ્રથમ વિશ્વ યુદ્ધ, બીજા વિશ્વ યુદ્ધ પહેલાની ઘટનાઓ, શીત યુદ્ધ પછીની સ્થિતિ અને દળોનો ઉલ્લેખ કરતા કહે છે કે અમેરિકાએ સૌપ્રથમ સૈન્ય મામલામાં આવનારા ફેરફારોનો અંદાજ લગાવ્યો હતો. સોવિયેત સૈન્યએ પણ 1970 ના દાયકામાં પોતાને ટેક્નોલોજી સાથે અનુકૂલન કરવાનું શરૂ કર્યું. 1990 ના દાયકાના મધ્યમાં આર્થિક વૃદ્ધિ તરફ આગળ વધતા, ચીને તેની સેના અને કમાન્ડ સ્ટ્રક્ચરનું પુનર્ગઠન કરવાનું શરૂ કર્યું.”
લેખમાં ચીનનો ઉલ્લેખ
ચીને શસ્ત્રો પર ખર્ચ વધાર્યો તેનો ઉલ્લેખ કરતા તિવારી લખે છે કે “છેલ્લી સદીના અંતિમ વર્ષોમાં, ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓને લાગ્યું કે તેઓ આધુનિક યુદ્ધ લડવામાં તકનીકી રીતે પાછળ છે. આવી સ્થિતિમાં વિદેશી શક્તિઓ આ વિસ્તારમાં હસ્તક્ષેપ કરી શકે છે. આ માટે તેમણે ત્રણ મુદ્દાના એજન્ડા પર કામ કર્યું અને સંરક્ષણ ખર્ચ વધારવાનું શરૂ કર્યું. ચીને નવા હથિયારો પર ખર્ચ કરવાનું શરૂ કર્યું અને દેશના સંરક્ષણ ઉદ્યોગને મજબૂત કરવાના કાર્યક્રમો શરૂ કર્યા. તેમણે એક સંકલિત દળ બનાવવામાં મોટો ફેરફાર કર્યો, જેમાં નૌકાદળ અને વાયુસેનાનો સમાવેશ થાય છે.”
કારગિલ યુદ્ધ પછી ઉઠેલી માંગ
આગળ તેઓ લખે છે કે “1999ના કારગિલ યુદ્ધના પગલે ભારતે પોતાના સંરક્ષણ દળોમાં સુધારા અને આધુનિકીકરણની સાથે કમાન્ડ અને કંટ્રોલ સ્ટ્રક્ચર વિશે પણ ગંભીરતાથી વિચારવાનું શરૂ કર્યું હતું. તિવારીએ સ્પષ્ટપણે લખ્યું છે કે કારગિલ સમીક્ષા સમિતિએ સશસ્ત્ર દળોમાં ભરતી પ્રક્રિયા સહિત અનેક સુધારાની ભલામણ કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘સેનાએ હંમેશા યુવાન અને ફિટ રહેવું જોઈએ. આ માટે 17 વર્ષની વર્તમાન સેવા (સંપૂર્ણ સમયની લશ્કરી સેવા)ની પ્રથાને બદલે તેને ઘટાડીને સાતથી 10 વર્ષનો સમયગાળો કરવો યોગ્ય રહેશે.”
યુપીએ સરકાર વખતનો રીપોર્ટ દબાવવામાં આવ્યો
તિવારીએ પોતાના લેખમાં એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે જે સેના પહેલાથી જ કહી ચૂકી છે. તિવારી લખે છે કે 2000 માં મંત્રીઓના જૂથે કારગીલ સમિતિના સૂચનોને સમર્થન આપતાં કહ્યું હતું કે સશસ્ત્ર દળો લડાઇ માટે દરેક સમયે શ્રેષ્ઠ છે તેની ખાતરી કરવા માટે, યુવા પ્રોફાઇલ્સ સુનિશ્ચિત કરવાની જરૂર છે. જો કે આ બહુ જટિલ બાબત છે. તેમણે લખ્યું છે કે યુપીએ સરકાર દ્વારા 2011માં ગઠિત નેશનલ સિક્યુરિટી પર નરેશ ચંદ્ર ટાસ્ક ફોર્સે પણ આ મુદ્દે મહત્વપૂર્ણ ભલામણો આપી હતી, પરંતુ રિપોર્ટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.
તિવારી લખે છે કે અગ્નિવીરના ભરતી સુધારાને સીડીએસની નિમણૂક સહિત વ્યાપક સંરક્ષણ સુધારાનો ભાગ ગણવો જોઈએ. તેમણે કહ્યું છે કે આ ભરતી સુધારણા આગામી પેઢીના યુદ્ધ માટે સશસ્ત્ર દળોને મજબૂત બનાવશે.
મનિષ તિવારીનો આખો લેખ આપ અહીં ક્લિક કરીને વાંચી શકો છો.
ઉલ્લેખનીય છે કે 14મી જૂને અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ દેશના વિવિધ ભાગોમાં તેનો વિરોધ થયો હતો. વિરોધ પ્રદર્શનમાં સરકારી અને નીજી સંપતિને કરોડોનું નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું, બાદમાં કેટલીક જગ્યાઓ પર આ વિરોધ પ્રદર્શન પૂર્વયોજિત અને ષડયંત્રબદ્ધ થયા હોવાના ખુલાસો પણ થયા હતા, અગ્નિપથ યોજના હેઠળ સાડા 17 થી 21 વર્ષની વયજૂથના યુવાનોને ચાર વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની જોગવાઈ હતી. તેમાંથી 25 ટકા લોકોને ચાર વર્ષની સેવા પૂરી કર્યા પછી નિયમિત સેવા માટે પસંદ કરવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2022 માટે અરજદારોની ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી હતી, અને ફરજ પૂર્ણ થયા બાદ અગ્નિવિર માટે અનામતની પણ જાહેરાત કરવામાં આવી હતી અને મનીષ તિવારીએ આ યોજનાને આવકારી હતી.