દિલ્હી દારુકાંડમાં મનીષ સિસોદિયાએ પુરાવાઓનો નાશ કર્યો હોવાનો દાવો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ કર્યો છે. EDએ ગુરુવારે (10 નવેમ્બર 2022) PMLA (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટમાં દાવો કર્યો હતો કે સિસોદિયાએ પુરાવાઓનો નાશ કરવા 140 મોબાઈલ બદલ્યા હતા, આ ઉપરાંત દિલ્હીની આબકારી નીતિ સાર્વજનિક થયા પહેલા જ કેટલાક દારૂ ઉત્પાદકોને તેની માહિતી લીક કરવામાં આવી હતી. મનીષ સિસોદિયા સહિત 34 વીઆઈપીઓએ ડિજિટલ પુરાવા નાશ કરવા માટે 140 વખત મોબાઈલ ફોન બદલ્યા હતા .
મીડિયા અહેવાલો અનુસાર, તપાસ એજન્સીએ દિલ્હીની નવી આબકારી નીતિ કેસમાં બુધવારે (9 નવેમ્બર, 2022) મોડી રાત્રે 2 મોટા ગજાના દારૂના વેપારીઓની ધરપકડ કરી હતી. ફ્રેન્ચ લિકર કંપની પરનોડ રિકાર્ડના દિલ્હી પ્રાદેશિક વડા બિનોય બાબુ અને અરબિંદો ફાર્મા લિમિટેડના સંપૂર્ણ સમયના ડિરેક્ટર પી સરથ ચંદ્ર રેડ્ડીની ધરપકડ બાદ EDએ PMLA કોર્ટમાં આ માહિતી આપી હતી. EDએ દાવો કર્યો હતો કે પૂછપરછ દરમિયાન આરોપીઓએ ખુલાસો કર્યો છે કે દિલ્હી દારુકાંડમાં મનીષ સિસોદિયાએ પસંદગીના વેપારી જૂથોને ફાયદો પહોંચાડવા માટે દારૂના કોન્ટ્રાક્ટ માટે 100 કરોડ રૂપિયાની લેવડદેવડ કરવામાં આવી હતી.
#LiqourgateSisodiaNote
— TIMES NOW (@TimesNow) November 10, 2022
TIMES NOW gets inside scoop on the alleged Delhi liquorgate scam.
ED arrests Sarath Reddy, for allegedly paying one of the prime accused in the alleged liquor excise policy scam, Vijay Nair, Rs.100 crore.@roypranesh with more details. pic.twitter.com/ZQbkPx2YCM
લિકર પોલિસી 2 મહિના પહેલા લીક થઈ હતી
અન્ય મીડિયા અહેવાલો મુજબ EDએ કોર્ટને કહ્યું કે એવા પુરાવા છે કે ગયા વર્ષે 31 મેના રોજ આ પોલિસી કેટલાક દારૂ ઉત્પાદકોને લીક કરવામાં આવી હતી. જ્યારે તે બે મહિના પછી 5 જુલાઈ, 2021 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં, EDએ દાવો કર્યો હતો કે બિનોય બાબુએ દિલ્હીના દારૂ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને દારૂના વેપારી સમીર મહેન્દ્રુ અને અન્યો સાથે અનૈતિક રીતે ઉત્પાદકો-હોલસેલર્સ-રિટેલરોની સાંઠગાંઠ રચી હતી. દિલ્હી સરકાર-આબકારી વિભાગે લાંચના બદલામાં આ પ્રક્રિયા થવા દીધી હતી.
Delhi excise policy leaked to liquor companies; Sisodia, others changed 140 phones to destroy evidence: ED #Delhi #Reddy #Cbi #ManishSisodia #PernodRicard #VijayNair #AurobindoPharmaLimited #DelhiExcisePolicy #AurobindoPharmaLtd #AurobindoPharma https://t.co/DNT2QqJ4Rv
— ET Retail (@ETRetail) November 11, 2022
પુરાવાઓનો નાશ કરવા 140 વખત ફોન બદલ્યા
અહેવાલો અનુસાર એજન્સીએ જણાવ્યું હતું કે, “આબકારી કૌભાંડમાં સામેલ વીઆઈપીઓએ ડિજિટલ પુરાવાનો નાશ કરવાના ઈરાદાથી કુલ 140 વખત ફોન બદલ્યા હતા.” જેમાં મુખ્ય આરોપી, દારૂના વેપારીઓ, વરિષ્ઠ સરકારી અધિકારીઓ અને અન્ય લોકો શંકાના દાયરામાં છે. ફોન બદલવાનો સમય સૂચવે છે કે આ મોટાભાગે કૌભાંડ પ્રકાશમાં આવ્યા પછી બદલાયા હતા. અમારી પાસે એ સાબિત કરવા માટે પૂરતા પુરાવા છે કે એક્સાઇઝ પોલિસી ગયા વર્ષે 31 મેના રોજ કેટલાક દારૂ ઉત્પાદકોને લીક કરવામાં આવી હતી, જ્યારે તે બે મહિના પછી 5 જુલાઈ, 2021 ના રોજ જાહેર કરવામાં આવી હતી .
“Delhi excise policy leaked to select liquor companies, Deputy Chief Minister Manish Sisodia and others changed 140 phones to destroy evidence”: ED to special Prevention of Money Laundering Act court@msisodia @AamAadmiParty pic.twitter.com/8dAbhoOkxc
— Organiser Weekly (@eOrganiser) November 11, 2022
રેડ્ડીની ભૂમિકા અંગે EDએ દાવો કર્યો હતો કે તે દારૂ કૌભાંડનો કિંગપિન છે અને મુખ્ય સુત્રધારમાંનો એક છે. EDનો આરોપ છે કે આ સાંઠગાંઠ અને રેડ્ડીએ બિઝનેસમેન વિજય નાયર મારફત 100 કરોડ રૂપિયાની લાંચ આપી હતી, જેમની આ કેસમાં અગાઉ CBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. EDએ આરોપ લગાવ્યો હતો કે રેડ્ડીએ દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં અનુચિત લાભ મેળવવા માટે વિવિધ ઉદ્યોગપતિઓ અને મનીષ સિસોદિયા સહિતના રાજકારણીઓ સાથે મળીને આયોજન અને કાવતરું ઘડ્યું હતું અને ગેરવાજબી પગલાં લીધાં હતાં.