Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમનિષ સિસોદિયાના પરિવારને બંગલો ખાલી કરવા કહેવાયું, આતિશીને ફાળવવામાં આવશે: નેટિઝન્સમાં ચર્ચા,...

    મનિષ સિસોદિયાના પરિવારને બંગલો ખાલી કરવા કહેવાયું, આતિશીને ફાળવવામાં આવશે: નેટિઝન્સમાં ચર્ચા, કહ્યું- ચામાંની માખીની જેમ કાઢીને ફેંકી દીધા

    દિલ્હી સરકારના લેટરહેડ અને અધિકારીના હસ્તાક્ષર સાથેના આ પત્રમાં બંગલો આતિશી માર્લેનાને ફાળવવા માટે કહેવામાં આવ્યું છે તેમજ સિસોદિયા પરિવારને 21 માર્ચ સુધીમાં બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. 

    - Advertisement -

    દિલ્હીના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી નેતા મનિષ સિસોદિયા હાલ જેલમાં બંધ છે. CBIએ તેમની ધરપકડ કર્યા બાદ તેમણે મંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. હવે કેજરીવાલ સરકારે મનિષ સિસોદિયાનું સરકારી નિવાસસ્થાન નવાં બનેલાં મંત્રી આતિશી માર્લેનાને ફાળવી દીધું છે અને સિસોદિયા પરિવારને ઘર ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. 

    સોશિયલ મીડિયા અને મીડિયામાં એક પત્ર ફરી રહ્યો છે, જેની ઉપર 14 માર્ચ 2023ની તારીખ લખવામાં આવી છે. દિલ્હી સરકારના લેટરહેડ અને અધિકારીના હસ્તાક્ષર સાથેના આ પત્રમાં બંગલો આતિશી માર્લેનાને ફાળવવા માટે કહેવામાં આવ્યું છે તેમજ સિસોદિયા પરિવારને 21 માર્ચ સુધીમાં બંગલો ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. 

    ઉલ્લેખનીય છે કે મનિષ સિસોદિયાએ ગત 28 ફેબ્રુઆરીના રોજ દિલ્હીના મંત્રી પદેથી રાજીનામું ધરી દીધું હતું. 26 ફેબ્રુઆરીએ CBIએ તેમની ધરપકડ કરી લીધી હતી, ત્યારબાદ બે દિવસ પછી તેમણે પદ છોડી દીધું હતું. તેમની સાથે ગયા વર્ષથી ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ સત્યેન્દ્ર જૈને પણ રાજીનામું આપી દીધું હતું. 

    - Advertisement -

    મનિષ સિસોદિયાએ રાજીનામું આપ્યાના દિવસોમાં જ તેમના પરિવારને નિવાસસ્થાન ખાલી કરવાની નોટિસ અપાયા સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ ગઈ છે કે શું અરવિંદ કેજરીવાલે તેમના મિત્રને તરછોડી દીધા છે? કેટલાક યુઝરોએ મીમ્સ પણ શૅર કર્યાં હતાં. 

    તાજેતરમાં અરવિંદ કેજરીવાલ એક લેન્ડફિલ સાઈટના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા, જ્યાં તેમને મનિષ સિસોદિયા વિશે પૂછવામાં આવતાં તેમણે સવાલ ટાળી દીધો હતો અને કહ્યું કે આખો દિવસ આ જ ચાલતું રહે છે, થોડું કામ પણ કરવું જોઈએ. આ વિડીયો ટ્વિટ કરીને એક વ્યક્તિએ લખ્યું કે, લોકો ચામાંથી માખી કાઢે તેમ કેજરીવાલે મનિષ સિસોદિયાને કાઢી મૂક્યા છે. 

    એક વ્યક્તિએ લખ્યું કે, એવો કોઈ સગો નથી, જેને કેજરીવાલે ઠગ્યો નથી. 

    એક યુઝરે ‘ક્યા યે હૈ આપકી ઇક્વાલિટી’નું મીમ શૅર કર્યું હતું. 

    એક વ્યક્તિએ લખ્યું કે, કેજરીવાલે મનિષ સિસોદિયાના પરિવારનું ધ્યાન રાખવાનું વચન આપ્યું હતું પરંતુ હવે સિસોદિયા જેલમાં છે અને કેજરીવાલ મોજમાં છે. 

    અન્ય એક વ્યક્તિએ કટાક્ષ કરીને કહ્યું કે, કેજરીવાલે મનિષ સિસોદિયાના પરિવારનું ધ્યાન રાખવા માટે કહ્યું હતું, બંગલાનું નહીં. 

    આ સિવાય પણ ઘણા લોકોએ મીમ્સ શૅર કર્યાં હતાં. 

    નોંધનીય છે કે મનિષ સિસોદિયા હાલ દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. તેમની ઉપર એક્સાઇઝ પોલિસી બનાવીને ગોટાળો કરવાનો આરોપ છે. આ મામલાને લઈને સીબીઆઈ તપાસ કરી રહી હતી. દરમ્યાન ગત 27 ફેબ્રુઆરીએ એજન્સીએ આઠ કલાકની પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી લીધી હતી. 

    ધરપકડ બાદ બે વખત CBI રિમાન્ડ પર મોકલ્યા બાદ કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. ત્યારબાદ ઇડીએ પણ તેમની ધરપકડ કરી હતી અને કસ્ટડી મેળવી હતી. આજે તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે પાંચ દિવસની ઇડી કસ્ટડી મંજૂર કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં