Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆઠ વર્ષે પણ પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધ : 44.77 ટકા લોકો પીએમના...

    આઠ વર્ષે પણ પીએમ મોદીની લોકપ્રિયતા અકબંધ : 44.77 ટકા લોકો પીએમના કામથી સંતુષ્ટ, 44.44 ટકા રાહુલ ગાંધીથી નારાજ

    દૈનિક ધોરણે કરવામાં આવેલ સરવેમાં બહાર આવ્યું છે કે દેશના 45.92 ટકા લોકો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કર્યોથી બિલકુલ સંતુષ્ટ નથી. બીજી તરફ, 44.44 ટકા લોકોએ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના પ્રદર્શન અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો.

    - Advertisement -

    સત્તામાં આઠ વર્ષ રહ્યા પછી પણ પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અકબંધ રહી છે. આજે પણ પીએમ મોદી દેશના લોકોની પ્રથમ પસંદગી છે અને લોકો તેમના કાર્યોથી ખુશ છે. બીજી તરફ, લોકપ્રિય મુખ્યમંત્રીની રેસમાં આસામના સીએમ હિમંત બિસ્વા સરમાએ અન્ય મુખ્યમંત્રીઓને પાછળ છોડી દીધા છે. એક સરવેમાં આ બાબતો સામે આવી છે. 

    IANS-CVoter ના સરવે અનુસાર, 44.77 ટકા ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતા કાર્યોથી ખુશ છે. બીજી તરફ, 37.66 ટકા ભારતીયો ભાજપના નેતૃત્વવાળી વર્તમાન કેન્દ્ર સરકારના કામોથી સંતુષ્ટ છે. જો મુખ્યમંત્રીઓની વાત કરવામાં આવે તો આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા સૌથી લોકપ્રિય મંત્રી તરીકે ઉભરી આવ્યા છે. 

    છેલ્લા 12 મહિનાથી દૈનિક ધોરણે કરવામાં આવેલ સરવેમાં બહાર આવ્યું છે કે દેશના 45.92 ટકા લોકો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના કર્યોથી બિલકુલ સંતુષ્ટ નથી. બીજી તરફ, 44.44 ટકા લોકોએ પાર્ટીના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના પ્રદર્શન અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ, કેન્દ્રની ભાજપ સરકારને લઈને અસંતુષ્ટ લોકોની વાત કરવામાં આવે તો 29.94 ટકા લોકો સરકારના કામથી સંતુષ્ટ નથી. 

    - Advertisement -

    આસામના 43 ટકાથી વધુ લોકોએ કહ્યું કે, તેઓ તેમના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના પ્રદર્શનથી ખૂબ સંતુષ્ટ છે. બીજી તરફ, કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પ્રત્યે 41 ટકા લોકોએ સંતોષ વ્યક્ત કર્યો છે. આ મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ત્રીજા સ્થાને રહ્યાં હતાં. સરવેમાં 39 ટકા લોકોએ મમતા બેનર્જીના કામ પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

    સરવે અનુસાર, દેશભરમાં 34.2 ટકા લોકો પોતપોતાના ક્ષેત્રોના ધારાસભ્યો દ્વારા કરવામાં આવેલ વિકાસકાર્યોથી સંતુષ્ટ નથી. બીજી તરફ, 35.24 ટકા લોકો પોતાના સાંસદોથી સંતુષ્ટ નથી. માત્ર 27.75 ટકા ભારતીયોએ કહ્યું કે, તેઓ તેમના કામથી સંતુષ્ટ છે. તો 36.48 ટકા ભારતીયોએ પોતાના રાજ્યોના વિપક્ષ નેતાઓના કામથી સંતુષ્ટ ન હોવાનું જણાવ્યું હતું.

    કોંગ્રેસે કહ્યું હતું: ભાજપ સરકારની લોકપ્રિયતા ઘટી રહી છે તેથી તેઓ જ્ઞાનવાપી જેવા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે 

    એક તરફ કોંગ્રેસ પાર્ટી હાલમાં ચાલતા જ્ઞાનવાપી કેસનો ઉપયોગ ભાજપ સરકાર સામે લડવામાં હથિયાર તરીકે કરી રહી છે ત્યારે આ સરવેના પરિણામો ઘણા સૂચક માનવામાં આવી રહ્યા છે. વારાણસી સ્થિત વિવાદિત માળખા ‘જ્ઞાનવાપી’ મામલે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે કહ્યું હતું કે, ભાજપના પ્રદર્શનનો ગ્રાફ સતત નીચે જઈ રહ્યો છે તેથી પાર્ટી આવા ધાર્મિક મુદ્દાઓને બળ આપી રહી છે.

    તેમણે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું હતું કે, “આ કોઈ નવી વાત નથી. મોંઘવારી અને બેરોજગારી વધી રહ્યા છે, રૂપિયાની કિંમત વધી રહી છે અને મોદી સરકારના કામનો ગ્રાફ સતત નીચે ઉતરી રહ્યો છે. આ સંજોગોમાં તેઓ શું કરશે?” જોકે, સરવેમાં સામે આવ્યું છે કે પીએમ મોદીની લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે તો બીજી તરફ કોંગ્રેસથી લોકો નારાજ જણાય રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં