Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટહિંદુ રાષ્ટ્રનો સંકલ્પ, બાગેશ્વર ધામમાં ચાલી રહ્યો છે મહાયજ્ઞ: મહંત ધીરેન્દ્ર કૃષ્ણ...

    હિંદુ રાષ્ટ્રનો સંકલ્પ, બાગેશ્વર ધામમાં ચાલી રહ્યો છે મહાયજ્ઞ: મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું- સનાતન બોર્ડ બનાવવામાં આવે, લોકો જોડાશે તો સંવિધાન પણ બદલાશે

    બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર કૃષ્ણ હાલમાં ખુલીને પોતાનો પક્ષ રાખી રહ્યા છે. કેટલાક ચર્ચિત મીડિયા હાઉસોને ઈન્ટરવ્યું પણ આપ્યા છે.

    - Advertisement -

    મધ્ય પ્રદેશના છતરપુરના બાગેશ્વર ધામમાં આ દિવસોમાં મહાયજ્ઞ ચાલી રહ્યો છે. સાત દિવસનો આ કાર્યક્રમ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ સાથે યોજાઈ રહ્યો છે. હિંદુ રાષ્ટ્રનો સંકલ્પ લેવા બાગેશ્વર ધામમાં સંતોની સાથે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે. પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ હિંદુ રાષ્ટ્રનો સંકલ્પ દોહરાવ્યો છે અને કહ્યું છે કે, જો એક તૃતિયાંશ લોકો પણ તેની માંગ કરે તો બંધારણમાં પરિવર્તન શક્ય છે.

    એબીપી ન્યૂઝના રૂબીકા લિયાકતને આપેલા ઇન્ટરવ્યૂમાં તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ હિંદુ રાષ્ટ્ર બનાવવા માટે અવાજ ઉઠાવે અને આ અભિયાનનો ભાગ બને. તેમણે કહ્યું કે જો એક તૃતિયાંશ લોકો હિંદુ રાષ્ટ્રની માંગ કરશે તો ભારત હિંદુ રાષ્ટ્ર બની જશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, એક ટકા લોકો આ બાબતનો વિરોધ કરે તોપણ કોઇ ફરક પડતો નથી.

    હિંદુ રાષ્ટ્રની માંગ કરવી એ શું પાકિસ્તાન જેવી કટ્ટરતા નથી? તેના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે પાકિસ્તાનના લોકો પણ હિંદુ છે. જૈનો અને બૌદ્ધો વિશે પૂછતાં તેમણે કહ્યું હતું કે જૈનો અને બુદ્ધો પણ આપણા આત્મા છે. જેમને લાગે છે કે આપણી જીદ (હિંદુ રાષ્ટ્ર) ખોટી છે, તેમણે તેમની સારવાર કરાવી લેવી જોઈએ. આવી જ રીતે ઝી ન્યૂઝના પત્રકારના સવાલનો જવાબ આપતા તેમણે કહ્યું કે જ્યારે એક તૃતિયાંશ લોકો તિલક લગાવીને હિંદુ રાષ્ટ્રની માંગ કરશે ત્યારે બંધારણમાં પણ સુધારો કરવામાં આવશે.

    - Advertisement -

    સ્વામી પ્રસાદ મૌર્યના ચીનને ભસ્મ કરી દેવાના નિવેદનનો જવાબ આપતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે અમે ભસ્મ નથી કરતા. અમે વિશ્વના કલ્યાણ માટે કામ કરીએ છીએ. સનાતન દંડ તરીકે નહીં, પણ શિક્ષાનું કામ કરે છે. અત્યાર સુધીના અહેવાલ મુજબ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ દેશમાં સનાતન બોર્ડની રચના કરવાની માગણી કરી છે. હિંદુ રાષ્ટ્રની માંગ પર અડગ બાગેશ્વર ધામના મહારાજે કહ્યું કે જેમના લોહીમાં સમસ્યા છે તેઓ હિંદુ રાષ્ટ્રની વાત નહીં કરે. તેમણે દાવો કર્યો હતો કે, હિન્દુ રાષ્ટ્ર અંગે દેશમાં ક્રાંતિ આવવાની છે, ત્યારબાદ સંસદમાં કંઈક થવાનું છે. તેમણે કહ્યું કે, આવનાર સમયમાં ભારત હિંદુ રાષ્ટ્ર ઘોષિત થશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં