Tuesday, December 3, 2024
More
    હોમપેજદેશમાત્ર ચૂંટણી નારો નહીં, ‘એક હૈ તો સેફ હૈ’ હવે ગ્રાઉન્ડ પર...

    માત્ર ચૂંટણી નારો નહીં, ‘એક હૈ તો સેફ હૈ’ હવે ગ્રાઉન્ડ પર પણ જોવા મળશે: હિંદુઓને જાતિમાં વહેંચાતા અટકાવવા RSS પણ સક્રિય, મહારાષ્ટ્રમાં શરૂ થયું ‘સજાગ રહો’ અભિયાન

    સંઘ દ્વારા આ આખા અભિયાનને માત્ર સ્વયંસેવકો દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ કે જાગૃતિ અભિયાન તરીકે લેવામાં આવી રહ્યું છે. જોકે બીજી તરફ જેમ 180 મુસ્લિમ સંગઠનો અને NGO જે રીતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને વિધાનસભા ચૂંટણીને લઈને કામ કરી રહ્યાં છે, તેને જોતા અહીં 'સજાગ રહો' અભિયાન આગામી ચૂંટણીને લઈને પણ મહત્વનું હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    એક તરફ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીઓને (Maharashtra Assembly Elections) લઈને બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે, તમામ પાર્ટીઓએ કમર કસી લીધી છે, ચૂંટણી પ્રચારની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે એટલે કે RSSએ પણ મહારાષ્ટ્રમાં હિંદુઓને જાગૃત કરવા માટેના હેતુથી ‘સજાગ રહો’ નામનું એક અભિયાન (RSS Sajag Raho Campaign) શરૂ કર્યું છે. આ અભિયાન હિંદુઓને જાગૃત કરીને એક કરવાની સાથે-સાથે ભાજપ (BJP) માટે મજબૂત પકડ બનાવવા માટે શરૂ કરાયું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં સંઘ સહયોગી 65થી વધારે નાના મોટા સંગઠનો જોડાયાં છે. જોકે સંઘે સીધેસીધી આ અભિયાનની જવાબદારી નથી લીધી અને તેને સ્વયંસેવકોદ્વારા ચલાવવામાં આવી રહેલું નાગરિક જાગરૂકતા માટેનું અભિયાન ગણાવ્યું છે.

    નોંધવું જોઈએ કે તાજેતરમાં જ એક રિપોર્ટમાં આખા મહારાષ્ટ્રમાં મુસ્લિમ મતદાતાઓ માટે 180થી વધુ NGO કામ કરી રહ્યાં છે તેવો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારે આ પ્રકારના રિપોર્ટ બાદ સંઘે પણ RSSએ પણ મહારાષ્ટ્રમાં હિંદુઓને જાગૃત કરવા માટેના હેતુથી ‘સજાગ રહો’ નામનું એક અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન પીએમ મોદીના ‘એક રહીશું સુરક્ષિત રહીશું’ અને યોગી આદિત્યનાથના ‘બટેગેં તો કટેગેં’ના સૂત્રો સંલગ્ન જોવામાં આવી રહ્યું છે.

    કોઈના વિરુદ્ધ નથી આ અભિયાન: RSS

    નોંધનીય છે કે અહેવાલોમાં સંઘનાં સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, ‘સજાગ રહો’ અને ‘એક હૈ તો સેફ હૈ’ જેવાં અભિયાન કોઈના વિરુદ્ધમાં નથી. પરંતુ તેનો મુખ્ય હેતુ માત્ર હિંદુઓના જાતિગત વિભાજનને રોકવા માટેનો છે. હિંદુઓમાં જાતિગત ભેદભાવો દૂર થાય અને હિંદુઓ એક નેજા હેઠળ હળીમળીને રહે તે હેતુથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હોવાનું સંઘના સૂત્રોએ મીડિયાને જણાવ્યું છે. આ માટે સંઘ સાથે સીધાં અને અન્ય રીતે જોડાયેલાં 65થી વધારે નાનામોટાં સંગઠનો ગ્રાઉન્ડ ઝીરો પર કાર્યરત થયાં છે. હજારોની સંખ્યામાં સ્વયંસેવકો હિંદુઓને ઘરે-ઘરે જઈને જાતિગત ભેદભાવથી દૂર થઈને એક થવા જાગૃત કરી રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

    - Advertisement -

    કહેવામાં આવી રહ્યું છે કે આ અભિયાનમાં ચાણક્ય પ્રતિષ્ઠાન, માતંગ સાહિત્ય પરિષદ, રણરાગીણી જેવી સંસ્થાઓ સહિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જૂદા-જૂદા આયામો અને ભગિની સંસ્થાઓ જોડાયાં છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં સંઘના ચારેય પ્રાંત-ક્ષેત્રીય ભાગ જેમાં કોંકણ (મુંબઈ-ગોવા સહિત), દેવગીરી (મરાઠાવાડા), પશ્ચિમ મહારાષ્ટ્ર (નાસિક અને ઉત્તર મહારાષ્ટ્રનો કેટલોક ભાગ) અને વિદર્ભ (મહારાષ્ટ્ર સંઘ મુખ્ય કાર્યાલય) એમ ચારેય દિશાઓમાં શાખા સ્તરે બેઠકો શરૂ કરીને અભિયાનને વેગ આપવામાં આવી રહ્યો છે. અભિયાનનો મુખ્ય હેતુ ‘જાતિઓમાં વહેંચાયેલા હિંદુઓ’ને એક કરીને તેમને સંગઠિત કરવા એ વિધાનસભા ચૂંટણીને લઈને જાગૃત કરવાના છે.

    બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આ અભિયાનની સીધી કોઈ જ જવાબદારીઓ નથી લીધી. સંઘ દ્વારા આ આખા અભિયાનને માત્ર સ્વયંસેવકો દ્વારા શરૂ કરવામાં આવેલી એક પહેલ કે જાગૃતિ અભિયાન તરીકે લેવામાં આવી રહ્યું છે. જોકે બીજી તરફ જેમ 180 મુસ્લિમ સંગઠનો અને NGO જે રીતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને વિધાનસભા ચૂંટણીને લઈને કામ કરી રહ્યા છે, તેને જોતા અહીં ‘સજાગ રહો’ અભિયાન આગામી ચૂંટણીને લઈને પણ મહત્વનું હોવાનું અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધૂલેમાં આપ્યું હતું ‘ એક હૈ તો સેફ હૈ’નું સૂત્ર

    નોંધવું જોઈએ કે ઘણા સમયથી નરેન્દ્ર મોદીથી માંડીને યોગી આદિત્યનાથ અને RSS ચીફ મોહન ભાગવત જેવા નેતાઓ એકતાની વાતો કરી રહ્યા છે. સીએમ યોગી આદિત્યનાથે આપેલો ‘બટેંગે તો કટેંગે’ નારો ખૂબ જાણીતો પણ બન્યો. ત્યારે પીએમ મોદીએ પણ ફરી એક વખત આ વાત દોહરાવી હતી. મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, આપણે એક છીએ તો સેફ (સુરક્ષિત) છીએ. કોંગ્રેસ જાતિઓમાં વહેંચી નાખવા માંગે છે, પરંતુ આપણે તેમ થવા દેવાનું નથી.

    પીએમ મોદીએ કહ્યું કે, “કોંગ્રેસ એક જાતિને બીજી જાતિ સાથે લડાવવાનો ખતરનાક ખેલ ખેલી રહી છે. આ ખેલ એટલા માટે ખેલવામાં આવી રહ્યો છે, કારણ કે કોંગ્રેસ ક્યારેય દલિતો, આદિવાસીઓને આગળ વધતા જોવા માંગતી નથી. આ કોંગ્રેસનો ઇતિહાસ રહ્યો છે. વિચારો કે અલગ-અલગ જાતિઓમાં વહેંચાઈ જવાથી તમે કેટલા નબળા પડી જશો.” આગળ તેમણે કહ્યું, “એટલે જ હું કહું છું- એક છીએ તો સેફ છીએ. આપણે એકજૂટ થઈને કોંગ્રેસના ખતરનાક ખેલને નિષ્ફળ બનાવવાનો છે અને વિકાસના રસ્તે આગળ વધતા રહેવાનું છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં