Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅબુધાબીના શાહી પરિવારનો સભ્ય હોવાનું કહીને મુહમ્મદ શરીફે દિલ્હીની 5 સ્ટાર 'ધ...

    અબુધાબીના શાહી પરિવારનો સભ્ય હોવાનું કહીને મુહમ્મદ શરીફે દિલ્હીની 5 સ્ટાર ‘ધ લીલાપેલેસ હોટલ’નું 23.46 લાખનું ફૂલેકું ફેરવ્યું; ટ્વીટર પર લોકોએ મજા લીધી

    પોલીસે એમ પણ જણાવ્યું છે કે તેણે નકલી બિઝનેસ કાર્ડ, UAE રેસિડેન્ટ કાર્ડ અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેની હવે તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપી મુહમ્મદ રઈશ મહિનાઓ સુધી હોટલના રૂમ નંબર 427માં રહ્યો હતો.

    - Advertisement -

    આધુનિક યુગમાં કેટલાક લોકો પોતાના મોજ-શોખ પુરા કરવા અવનવા સ્કેમ કરતા હોય છે, ડીજીટલ છેતરપીંડી થી માંડીને ગંભીર ગુના આચરતા આવા ભેજાબાજ લોકોના કારસ્તાન આપણને આશ્ચર્યચકિત કરી મુકે છે, આવો જ એક કિસ્સો દિલ્હીથી સામે આવ્યો છે. વાસ્તવમાં UAEના બહું મોટા બીઝનેસમેન અને અબુધાબીના શાહી પરિવારનો સભ્ય હોવાનું કહીને ભેજાબાજ મુહમ્મદ શરીફે દિલ્હીની 5 સ્ટાર ધ લીલાપેલેસ હોટલનું 23.46 લાખનું ફૂલેકું ફેરવી નાંખ્યું છે. દિલ્હીની ખ્યાતનામ અને મોંઘીદાટ હોટલમાં 4 મહિનાથી વધુ રોકાઈને ધરાઈને જલસા કર્યા અને પૈસાની ચુકવણી કર્યા વગર જ ભાઈસહેબ છાનામાના ઉડનછુ થઈ ગયા.

    ANIએ આ ઘટનાની વિગતવાર માહિતી આપતું એક ટ્વીટ કર્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે, “દિલ્હીમાં મુહમ્મદ શરીફે લીલાપેલેસ હોટલનું બીલ ચૂકવ્યા વગર ફરાર થઇ ગયો છે. તે 1 ઓગસ્ટ થી 20 નવેમ્બર સુધી આ હોટલમાં રોકાયો હતો. તેણે યુએઈ સરકારના મહત્વના કાર્યકારી હોવાનો ઢોંગ કરીને નકલી બિઝનેસ કાર્ડ સાથે હોટલમાં ચેક ઇન કર્યું હતું. પોલીસ હજુ આરોપીનું પગેરું શોધી શકી નથી.”

    આ ઘટના બાદ કરવામાં આવેલા ટ્વીટથી સોશિયલ મીડિયા યુઝર્સ ગેલમાં આવી ગયા હતા અને ચટપટી કમેન્ટ્સ આપી રહ્યા છે તો કેટલાક લોકો રમુજી મિમ શેર કરી રહ્યા છે. જેમાંથી કેટલાક યુઝર્સની પ્રતિક્રિયાઓ અમે અહી ટાંકી રહ્યા છીએ.

    - Advertisement -

    ટ્વીટર યુઝર તુષાર ANI દ્વારા કરવામાં આવેલા આ ટ્વીટના જવાબમાં હોટલ સ્ટાફની બેદરકારીને ટાંકીને પ્રખ્યાત બોલીવુડ કલાકાર શક્તિ કપૂરની એક જૂની ફિલ્મના સીનનું મિમ શેર કરતા લખે છે કે, “સરેરાશ લોકોમાંથી ફ્રન્ટ ઓફિસ હોટલનો સ્ટાફ ખૂબ જ સીધો હોય છે. 2 મહિના પછી પણ, તમને પૈસાની વસૂલાત કેવી રીતે કરવી તેની ખબર નથી. અમથા તો તમે બહું નમસ્તે નમસ્તે કરો છો.”

    આ પ્રમાણે જ કુમાર નામના યુઝર હોટલની મુર્ખામી પર અટ્ટહાસ્ય કરતા લખે છે કે, “હોટલ સંચાલકોએ આવા ભેજાબાજના ક્રેડીટ કાર્ડના એટેચ કર્યા વગર અને એડવાન્સ પેમેન્ટ લીધા વગર રહેવા કઈ રીતે દીધો? જયારે આ પ્રકારની 5/7 સ્ટાર હોટલો પહેલા જ બીલ લઈ લેતા હોય છે.”

    પ્રાઈડ નામના યુઝરનેમ સાથે LYCHNOBITE_ASHU નામના યુઝરે તો આ છેતરપીંડી આચરનાર મોહમ્મદ શશરીફને ચેરિટીના રૂપિયે મોજશોખ કરવાના આરોપો વચ્ચે ઘેરાયેલી તથાકથિત પત્રકાર રાણા અય્યુબનો ભાઈ હોવાનું કહીને ટીખળ કરી હતી, તેઓ લખે છે કે, “આ કદાચ રાણા અય્યુબનો ભાઈ હોઈ શકે”

    આ મુજબ જ KarmaicThrust નામના એક હેન્ડલ પરથી પ્રોપગેંડા સાથે દુનિયામાં ખોટા સમાચાર ફેલાવતા કેટલાક પત્રકારો પર કટાક્ષ કરવામાં આવ્યો હતો, તેઓ લખે છે કે, “હવે આ દેશમાં કોઈ ગરીબ મહોમ્મદ શરીફ પણ હોટલનું બીલ ચૂકવ્યા વગર નહિ ભાગી શકે, આ લોકશાહીનું મૃત્યું છે, હવે અમે અના વિશે વોશિંગ્ટન પોસ્ટમાં લખવું પડશે કે કેવી રીતે મોદીના ભારતમાં મુક્ષલીમ્સને હાંસિયામાં ધકેલી દેવામાં આવે છે. કાણા અય્યુબ” અહી તેમણે “મુક્ષલીમ્સ” અને “કાણા અય્યુબ” શબ્દ કયા સંદર્ભમાં લખ્યા છે તે સ્પષ્ટ નથી થઇ રહ્યું.

    તો ઈન્ડીક ડોક્ટર નામના યુઝરે તો સીધે સીધા ફેક ન્યુઝ અને જુઠ્ઠા ફેક્ટ ચેક કરીને પ્રોપગેંડા ફેલાવવા માટે કુખ્યાત પત્રકારો પર નિશાન સાધ્યું હતું. તેઓ લખે છે કે, “પહેલાતો આ ઘટના પર ZOOBEARR ફેક્ટ ચેક કરશે, અને જો આ ઘટના સાચી હશે તો તે ચોક્કસ મૌન ધારણ કરી લેશે, અને તે પછી જ તેની પુષ્ટિ થઈ શકશે કે આ સમાચાર સાચા છે કે ખોટા.”

    અન્ય એક જાદુ ભાઈ નામના હેન્ડલે તો છેતરપીંડી આચરનાર મોહમ્મદ શરીફને બરબાદીના આરે ઉભેલા પાડોશી દેશ પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ સાથે સરખાવીને લખ્યું કે, “નવાઝ શરીફ પાર્ટ 2”

    આ સિવાય પણ ઘણા લોકોએ અનેક રમુજી મીમ્સ શેર કરીને ઘટનાની મજા માણી હતી, જેમાં પ્રખ્યાત વેબ સીરીઝ અને ફિલ્મોનાં પત્રોના કોમેડી સીન્સની કલીપીંગ્સ યુઝરો દ્વરા શેર કરવામાં આવી હતી.

    મળતા અહેવાલો મુજબ પોલીસે આરોપીની ઓળખ મુહમ્મદ શરીફ તરીકે કરી છે. પોલીસે શરીફ સામે ખોટી ઓળખ અને ચોરીનો કેસ નોંધ્યો છે. કેસની માહિતી આપતા પોલીસે જણાવ્યું કે મુહમ્મદ શરીફ ગયા વર્ષે 1 ઓગસ્ટથી 20 નવેમ્બર સુધી એક ફાઈવ સ્ટાર હોટલમાં રોકાયો હતો અને કોઈને જાણ કર્યા વિના ભાગી ગયો હતો.

    બીલ તો ન ચુકવ્યું ઉપરથી ચોરી કરીને ભાગ્યો છે મુહમ્મદ શરીફ

    આ બાબતે પોલીસે જણાવ્યું છે કે મુહમ્મદ શરીફે હોટલના રૂમમાંથી ચાંદીના વાસણો અને અન્ય વસ્તુઓની પણ કથિત રીતે ચોરી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શરીફ પર હોટલના 23 થી 24 લાખ રૂપિયા બાકી છે. હોટલ મેનેજમેન્ટની ફરિયાદ પર શરીફ વિરુદ્ધ શનિવારે કેસ નોંધવામાં આવ્યો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, શરીફે હોટલ સત્તાવાળાઓને જણાવ્યું હતું કે તે સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)માં રહેતો હતો અને અબુ ધાબીના રાજવી પરિવારના સભ્ય શેખ ફલાહ બિન ઝાયેદ અલ નાહયાનની સંબંધી સાથે લગ્ન કર્યા હતા અને તેની ઓફિસમાં કામ કરતો હતો.

    પોલીસે એમ પણ જણાવ્યું છે કે તેણે નકલી બિઝનેસ કાર્ડ, UAE રેસિડેન્ટ કાર્ડ અને અન્ય દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેની હવે તપાસ કરવામાં આવી રહી છે. ફરિયાદીએ જણાવ્યું હતું કે આરોપી મુહમ્મદ રઈશ મહિનાઓ સુધી હોટલના રૂમ નંબર 427માં રહ્યો હતો. આ પછી, તે 20 નવેમ્બર 2022 ના રોજ બાકી બિલ ચૂકવ્યા વિના હોટલમાંથી કિંમતી સામાન લઈને ભાગી ગયો હતો. તેણે રાજધાની દિલ્હી સ્થિત લીલા પેલેસ સાથે છેતરપિંડી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં