Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'નિકાહ ખતમ કરવાવાળા શરીયત કાઉન્સિલો કોણ? તેમને કોઈ અધિકાર જ નથી': મદ્રાસ...

    ‘નિકાહ ખતમ કરવાવાળા શરીયત કાઉન્સિલો કોણ? તેમને કોઈ અધિકાર જ નથી’: મદ્રાસ હાઈકોર્ટની અગત્યની ટીપ્પણી

    હાઈકોર્ટે કહ્યું કે ફેમિલી કોર્ટ એક્ટની કલમ 7(1)(b), મુસ્લિમ મેરેજ ડિસોલ્યુશન એક્ટ અને મુસ્લિમ પર્સનલ લો (શરિયત) હેઠળ માત્ર ફેમિલી કોર્ટને જ લગ્નને તોડી પાડવાનો અધિકાર છે.

    - Advertisement -

    તલાક બાબતે શરીયત કાઉન્સિલો પર મદ્રાસ હાઈકોર્ટની અગત્યની ટીપ્પણી સામે આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે શરિયત કાઉન્સિલ ન તો અદાલતો છે કે ન તો લગ્નને રદ કરવા માટે અધિકૃત છે. તેથી, હાઈકોર્ટે કાયદેસર રીતે માન્ય છૂટાછેડા ઈચ્છતી મુસ્લિમ મહિલાઓ અથવા તો અનિચ્છાએ શરીયત મુજબ મેળવેલી પીડિત મહિલાઓ માત્ર ફેમિલી કોર્ટમાં જ જવાની સલાહ આપી હતી. 2017 માં મદ્રાસ હાઈકોર્ટના જસ્ટિસ સી. સરવનને શરિયત કાઉન્સિલ દ્વારા જારી કરાયેલ છૂટાછેડાના પ્રમાણપત્રને બાજુ પર મૂક્યું હતું, જેમાં કહ્યું હતું કે ‘જો મુસ્લિમ મહિલાને મુસ્લિમ પર્સનલ લો (શરિયત) અધિનિયમ હેઠળ માન્યતા આપવામાં આવે તો પણ’ પ્રાપ્તકર્તા ‘ખુલા’ કરવા માટે સ્વતંત્ર છે. ‘ખુલા’ દ્વારા છૂટાછેડા લેવાનો તેમનો અધિકાર છે, પરંતુ તે ફક્ત ફેમિલી કોર્ટ દ્વારા જ થઈ શકે છે.’

    અહેવાલોમાં જણાવ્યાં અનુસાર તલાક બાબતે શરીયત કાઉન્સિલો પર મદ્રાસ હાઈકોર્ટની બેન્ચના ન્યાયાધીશ સી. સરવનને અરજી દાખલ કરનાર વ્યક્તિની પત્નીને તેમના લગ્નના કાનૂની છૂટાછેડા માટે તમિલનાડુ લીગલ સર્વિસ ઓથોરિટી અથવા ફેમિલી કોર્ટનો સંપર્ક કરવાનો નિર્દેશ આપ્યો હતો. જસ્ટિસ સરવનને કહ્યું કે પરંપરાગત કાયદા હેઠળ પણ ‘જમાત’ના કેટલાક સભ્યો ધરાવતી સ્વ-ઘોષિત સંસ્થા દ્વારા છૂટાછેડાનું પ્રમાણપત્ર જારી કરી શકાતું નથી.

    તેમની અરજીમાં શૌહરે દલીલ કરી હતી કે ન્યાયિક પ્રણાલીની બહારના આદેશો જેમ કે ફતવા અથવા ‘ખુલા’ પ્રમાણપત્રોની કોઈ કાનૂની માન્યતા નથી અને કોઈપણ વ્યક્તિગત અથવા ‘ખાનગી’ એન્ટિટી દ્વારા તેને લાગુ કરી શકાતી નથી.

    - Advertisement -

    મદ્રાસ હાઈકોર્ટમાં અરજીનો વિરોધ કરતી વખતે, સ્થાનિક શરિયત કાઉન્સિલે પણ દલીલ કરી હતી કે કેરળ હાઈકોર્ટે સમાન કેસની સુનાવણી કરતી વખતે પ્રથાને સમર્થન આપ્યું હતું. જવાબમાં, જસ્ટિસ સરવનને આ દલીલને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે કેરળ હાઈકોર્ટનો ચુકાદો એકપક્ષીય રીતે માત્ર ‘ખુલા’ દ્વારા જ પસાર કરવામાં આવ્યો હતો.છૂટાછેડાના કેસમાં મુસ્લિમ મહિલાઓના અધિકારોનું સમર્થન કરવામાં આવ્યું છે. કેરળ હાઈકોર્ટે શરિયત કાઉન્સિલ જેવી ખાનગી સંસ્થાઓની સંડોવણીને સમર્થન આપ્યું નથી.

    આ બાબતે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે શરિયત કાઉન્સિલ જેવી ખાનગી સંસ્થા ‘ખુલા’ દ્વારા છૂટાછેડાનું પ્રમાણપત્ર આપી શકે નહીં. હાઈકોર્ટે કહ્યું કે ફેમિલી કોર્ટ એક્ટની કલમ 7(1)(b), મુસ્લિમ મેરેજ ડિસોલ્યુશન એક્ટ અને મુસ્લિમ પર્સનલ લો (શરિયત) હેઠળ માત્ર ફેમિલી કોર્ટને જ લગ્નને તોડી પાડવાનો અધિકાર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં