ઉજ્જૈનથી લવ જેહાદનો મામલો સામે આવ્યો છે, જેમાં એક મુસ્લિમ યુવક પોતાનું નામ છુપાવીને હિંદુ યુવતી સાથે પ્રેમ બાંધ્યો હતો. તે યુવક પોતાનું નામ ‘રાહુલ’ જણાવ્યું હતું, જયારે બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા પુછતાછ કરતા તેનું નામ ‘આમીર ખાન’ નીકળ્યું હતું.
એક મીડિયા રીપોર્ટ અનુસાર, આ ઘટના ઉજ્જૈનના માધવનગર વિસ્તારના કોઠી રોડ વિક્રમ કીર્તિ મંદિર પાર્કની છે, 24 માર્ચ 2023ના રોજ રાત્રીના સમયે પોતાને રાહુલ તરીકે ઓળખાવતો એક યુવાન હિંદુ યુવતી સાથે પાર્કમાં હતો. આ દરમિયાન બજરંગદળના કાર્યકર્તાઓ ત્યાં પહોચ્યા હતા. યુવકને પૂછપરછ કરતા પહેલા પોતાની જાતને ‘રાહુલ’ તરીકે ઓળખાવ્યો હતો. પરંતુ કડક પૂછપરછ કરતા તેનું આધારકાર્ડ હાથ લાગ્યું, ત્યારે તેનું નામ આમીર ખાન છે તેવું ખુલ્યું હતું. આધારકાર્ડ પરની માહિતી અનુસાર તેનું નામ આમીર ખાન છે, જ્યારે તેના પિતાનું નામ અબ્દુલ હમીદ છે. આટલું જ નહીં પરંતુ યુવકનું સોશિયલ મીડિયા તપાસ કરતા ત્યાં અસંખ્ય યુવતીઓના ફોટા મળી આવ્યા હતા. બજરંગદળનો આરોપ છે કે આ યુવક લવ જેહાદ માટે કામ કરતો હોવો જોઈએ. જેની ઊંડાણ પૂર્વક તપાસ થવી જોઈએ.
ઓળખ છુપાવીને હિંદુ યુવતીને ફસાવવાની બાબતને લઈને આમીર ખાન સાથે હાથાપાઈ પણ થઇ હતી. ત્યાર બાદ બજરંગદળના કાર્યકર્તાઓએ આમીર ખાનને પોલીસને સોપી દીધો હતો. બજરંગદળના જિલ્લા સંયોજક પિન્ટુ કૌશલે મીડિયા સાથે વાત કરી છે. જે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે તેમને બાતમી મળી હતી કે એક મુસ્લિમ યુવક રાહુલ બનીને એક હિંદુ યુવતી સાથે ફરી રહ્યો છે. ત્યારબાદ તેમને ગોઠવણ કરીને બંનેને શોધી કાઢ્યા હતા. જો કે પહેલા બન્નેએ એકબીજાને પોતાના મિત્રો જ ગણાવ્યા હતા.
આ મામલે પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે. પોલીસ સ્ટેશન પ્રભારી મનીષ લોઢાએ જણાવ્યું કે આ મામલે યુવતીનું નિવેદન લેવામાં આવ્યું છે, ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મળતી માહિતી મુજબ યુવતી પરિણીત છે. આ દિવસોમાં તે તેની માતા સાથે ઉજ્જૈન રહેવા આવી હતી. બનાવમાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પહેલીવાર નથી કે કોઈ મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવીને કોઈ હિંદુ છોકરીને ફસાવી હોય. હમણાં થોડા દિવસ પહેલા સુરતમાં જ એક કિસ્સો બન્યો હતો, જેમાં એક મુસ્લિમ યુવકે પોતાની ઓળખ છુપાવીને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી હતી.