Saturday, October 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલવ જેહાદ અને વિશ્વાસઘાતની પરાકાષ્ઠાઃ લગ્નના નવ વર્ષ બાદ રાહુલ નિકળ્યો અઝહર,...

    લવ જેહાદ અને વિશ્વાસઘાતની પરાકાષ્ઠાઃ લગ્નના નવ વર્ષ બાદ રાહુલ નિકળ્યો અઝહર, હિંદુ યુવતીને ધર્મપરિવર્તન કરવા કર્યું દબાણ

    મુસ્લિમ યુવકે પોતાનું નામ રાહુલ જણાવીને યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. જો કે પોતાના પતિના ધર્મથી અજાણ યુવતી તેની સાથે નવ વર્ષ સુધી રહી. આ સમયગાળમાં તેને બે બાળકો પણ છે.

    - Advertisement -

    હરિદ્વારથી લવ જેહાદનો એક ગંભીર મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક મુસ્લિમ યુવકે હિંદુ મહિલાને પોતાનો ધર્મ છુપાવી લગ્ન કર્યા. લગ્નના નવ વર્ષ બાદ તેણે પોતાની અસલિયત કહી એટલું જ નહી પરંતુ તેના પર ઈસ્લામ કબૂલ કરવા માટે દબાણ બનાવ્યું.

     મળતી માહિતી મુજબ, મામલો હરિદ્વારનો છે. જ્યાં એક યુવક યુવતી એક જ કંપનીમાં જોબ કરતા હતા. મુસ્લિમ યુવકે પોતાનું નામ રાહુલ જણાવીને યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવી હતી. જો કે પોતાના પતિના ધર્મથી અજાણ યુવતી તેની સાથે નવ વર્ષ સુધી રહી. આ સમયગાળમાં તેને બે બાળકો પણ છે. જ્યારે રાહુલ ઉર્ફે અજહરને લાગ્યું કે હવે તેની પત્ની કશે જઈ શકે તેમ નથી ત્યારે તેણે પોતાનું અસલી પોત પ્રકાશ્યુ હતું. તેણે તેની પત્નીને જાણ કરી હતી કે હુ રાહુલ નહી પરંતુ અઝહર છું. સાથે સાથે તેણે એ પણ કહ્યું કે હવે તારે પણ ઈસ્લામ કબૂલ કરવો પડશે.

    હિંદુ યુવતી તેના પતિની અસલી હકીકત ખબર પડતા તેના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. તેણે પોતાના પતિને ધર્મ નહી બદલવા જણાવ્યું હતું. ત્યારે અઝહરે તેને મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

    - Advertisement -

    આ તમામ ઘટનાથી ડરેલી યુવતી નજીકના પોલીસ સ્ટેશન કનખલ પહોંચીને પોલીસને તમામ હકીકત જણાવી હતી. મામલાની ગંભીરતા સમજતા જ પોલીસ તરત જ હરકતમાં આવીને અજહરની ધરપકડ કરી હતી.

    પોલીસ તપાસ દરમિયાન અઝહરે બનાવેલા બે ખોટા આધારકાર્ડ પણ મળ્યા હતા. અઝહર મૂળ ઉત્તરપ્રદેશના કાસગંજનો રહેવાવાળો છે. આ મામલે એસપી સ્વતંત્ર કુમારે પણ નિવેદન આપ્યું છે કે “અઝહર નામના વ્યક્તિએ રાહુલ બનીને યુવતી સાથે લગ્ન કર્યા. નવ વર્ષ સુધી તે હિંદુ બનીને રહ્યો, બધા તહેવારો પણ હિંદુ રીત રિવાજ પ્રમાણે મનાવતો હતો. લગ્નના નવ વર્ષ બાદ હવે તેણે યુવતી પર ધર્મપરિવર્તન કરવા દબાણ કર્યું છે. પોલીસે તેની તત્કાળ ધરપકડ કરી છે.”

    આ પહેલો મામલો નથી કે કોઈ મુસ્લિમ યુવકે પોતાનું નામ બદલીને હિંદુ યુવતીને ફસાવી હોય. આગાઉ મધ્યપ્રદેશમાં મોઈન ખાન નામનો વ્યક્તિ મોનું બનીને હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવતા પકડાયો હતો. આવ એક બે નહિ પરંતુ અસંખ્ય કિસ્સાઓ બન્યા છે. આ મામલે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ નિવેદન આપ્યું હતું કે કે નામ બદલી, ધર્મ છુપાવીને દીકરીને ફસાવશે તો છોડીશું નહિ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં