Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટલવ જેહાદીઓ ઉપર ગૃહમંત્રી હર્ષ સંઘવીની લાલ આંખ; કહ્યું: 'કોઈ મુસ્તફા મહેશ...

    લવ જેહાદીઓ ઉપર ગૃહમંત્રી હર્ષ સંઘવીની લાલ આંખ; કહ્યું: ‘કોઈ મુસ્તફા મહેશ બની ભોળી દીકરીઓને પ્રેમજાળમાં ફસાવશે, તો આકરા પગલા લેવાશે

    ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આજે સુરત ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં લવ જેહાદ સામે સરકાર કડકમાં કડક પગલાં લેતાં અચકાશે નહીં તેમ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું.

    - Advertisement -

    લવ જેહાદીઓ ઉપર ગૃહમંત્રી હર્ષ સંઘવીની આકરી પ્રતિક્રિયા સામે આવી છે, સુરતમાં યોજાયેલા ઈ-FIRના કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ-જેહાદ પર લાલ આંખ કરી હતી. ઈ-FIR અંગેના આ જાગૃતના કાર્યક્રમમાં હાજર રહેલા હર્ષ સંઘવીએ અનેક મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે, સુરતના આ સ્થળેથી જ પહેલી ચૂંટણી સભા કરી હતી. 2012ની પહેલી ચૂંટણી 26 વર્ષની ઉંમરે લડી હતી. ઉપરાંત લવ જેહાદીઓ ઉપર ગૃહમંત્રી દ્વારા કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી હતી.

    મીડિયા અહેવાલો મુજબ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે “ગુજરાતની 4થી સૌથી મોટી લીડથી લોકોએ મને જીતડયો હતો. વિશ્વાસ પર સબંધ છે, એ વિશ્વાસ જાળવી રાખ્યો છે. જેવી જેવી ચૂંટણી આવે તેમ તેમ નિવેદનો સામે આવે છે. ડ્રગ મામલે પોલીસ કામ કરી રહી છે. છેલ્લા 1 વર્ષમાં 5 હજાર કરોડનું ડ્રગ પકડ્યું છે. દેશના કહેવાતા યુવા નેતાએ કહ્યું કે ગુજરાતમાં ડ્રગ પકડાય છે. દેશની જનતા સમજે છે પરંતુ જેને દેશ ચલાવવાનું સ્વપ્નું છે એને સમજ નથી પડતી.” સંઘવીએ રાહુલ ગાંધી પર નામ લીધા વગર આકરા પ્રહારો કર્યા હતા.

    પ્રેમ શબ્દને કોઈ બદનામ કરશે તો તેને છોડવામાં નહીં આવેઃ ગૃહ મંત્રી

    - Advertisement -

    રીપોર્ટ મુજબ સુરત ખાતે યોજાયેલા ઈ-FIRના કાર્યક્રમમાં લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે સાથે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લવ-જેહાદ પર લાલ આંખ કરી હતી. તેમણે કહ્યું હતું કે કોઈ નામ બદલીને કોઈપણ ભોળી દીકરીઓને ફસાવે એને પ્રેમ ન કહેવાય. આજે નામ બદલીને પ્રેમના નાટક થતા હોવાનું સામે આવી રહ્યું છે, તેમણે કહ્યું હતું કે “કોઈ મુસ્તફા મહેશ બનીને સમાજ વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ કરશે કે મહેશ કોઈ અન્ય નામ ધારણ કરીને પ્રેમને બદનામ કરવાની કોશિશ કરશે તો તેની સામે કડક પગલાં ભરવામાં આવશે એવી બાંયધરી આપું છું.”

    વધુમાં તેમણે જણાવ્યું હતું કે “પ્રેમ શબ્દને કોઈપણ બદનામ કરશે તો તેને છોડવામાં આવશે નહીં, એમ કહેતાં ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે પ્રેમ કરવાનો હક તમામને છે, પરંતુ પોતાની ઓળખ જાહેર કરીને, છુપાવીને નહીં. કોઈ મુસ્તફા મહેશ બનીને પ્રેમ કરે તો તે સમાજની વ્યવસ્થા બગાડવાનો પ્રયાસ છે. આ વિષય પર કોઈપણ ફરિયાદ અમને મળશે તો એ બાબતે કડક પગલાં ભરવામાં આવશે એવી બાંયધરી હું સૌને આપું છું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં