શુક્રવારે રાત્રે (16 સપ્ટેમ્બર 2022) યુનાઇટેડ કિંગ્ડમના લીસેસ્ટર શહેરમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હિંસા ફાટી નીકળી હતી. આ ઘટના 28 ઓગસ્ટના રોજ એશિયા કપની ભારત-પાકિસ્તાન મેચ બાદ હિંદુઓ પર થયેલા હુમલા બાદ બની હતી, જેમાં ઇસ્લામીઓએ હથિયારો વડે હિંદુઓ અને તેમનાં ઘરો પર હુમલાઓ કર્યા હતા.
શુક્રવારે લીસેસ્ટરમાં સેંકડો હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મુસ્લિમોએ કરેલી હિંસા સામે વિરોધ ઉઠાવ્યો હતો. હિંદુઓના વિરોધ દરમિયાન મુસ્લિમ ભીડે તેમની ઉપર પથ્થરો અને કાચની બોટલો વડે હુમલા કરવાના શરૂ કરી દીધા હતા. એટલું જ નહીં, પોલીસની સામે જ ઇસ્લામી ભીડે ભગવા ધ્વજને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આ હિંસા 4 સપ્ટેમ્બરથી શરૂ થઇ હતી જ્યારે 3-4 દિવસ માટે મુસ્લિમ ભીડે સતત હિંદુઓની ઓળખ કરીને તેમની ઉપર હુમલા કર્યા હતા. અગાઉ અને તાજેતરમાં પણ ઇસ્લામીઓએ કરેલી હિંસામાં ધાર્મિક પ્રતીકોના આધારે ઓળખ કરીને હિંદુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઑપઇન્ડિયા સાથે વાત કરતાં યુકેના હિંદુ સંગઠન ઇન્સાઇટ યુકેએ જણાવ્યું કે, 6 સપ્ટેમ્બરની હિંસા દરમિયાન ઇસ્લામીઓએ કેટલાક હિંદુઓનાં ઘરો પર હુમલા કર્યા હતા. આ ઘરોની ઓળખ ધાર્મિક પ્રતીકોના આધારે કરવામાં આવી હતી. ઇન્સાઇટ યુકેના જણાવ્યા અનુસાર, 4 સપ્ટેમ્બરથી સતત ત્રણ દિવસ આ હિંસા ચાલુ જ રહી હતી. આ દરમિયાન સેંકડો મુસ્લિમો રસ્તા પર ઉતર્યા હતા અને ૐનાં પ્રતીકો, ભગવા ઝંડા અને ગણેશજીની મૂર્તિ કે તસ્વીરોના આધારે ઓળખ કરીને હિંદુઓનાં ઘરોને નિશાન બનાવવામાં આવ્યાં હતાં.
6th Sep: 3rd consecutive night of attacks. 100s of Muslim youth on the rampage. 50 homes & cars damaged. Hindu homes identifiable by symbols like Om, Shubh Labh & Ganesh pics targeted. House gates/doors broken. Mob tried to enter house where a newly married Hindu woman was alone. pic.twitter.com/dOfOsfaWyQ
— INSIGHT_UK (@INSIGHTUK2) September 10, 2022
ઇનસાઇટ યુકેએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વિસ્તારમાં રહેતા હિંદુઓમાં ભય ફેલાઈ ગયો હતો અને તેમણે ઘરોના દરવાજેથી હટાવી શકાય એવાં ૐ, શુભ-લાભનું લખાણ, દેવી-દેવતાઓની તસ્વીરો વગેરે હટાવવા માંડ્યું હતું. ઇસ્લામીઓના હુમલાના ડરે તેમણે હિંદુઓની ઓળખ સમાં પ્રતીકો હટાવી દીધા હોવાનું જણાવવામાં આવ્યું હતું.
જોકે, આ જ પેટર્ન 17 સપ્ટેમ્બરના રોજ થયેલા હુમલાઓમાં પણ અપનાવવામાં આવી હતી. જ્યાં હિંસા વિરુદ્ધ શાંતિપૂર્ણ પ્રદર્શન કરી રહેલા હિંદુઓ ઉપર ઇસ્લામીઓએ હુમલા કરી દીધા હતા. આ હિંસા દરમિયાન ઇસ્લામીઓએ એક કાર પર હુમલો કર્યો હતો, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.
વિડીયોમાં એક મુસ્લિમ ભીડ એક હિંદુની સફેદ કારને ઘેરીને ઉભેલી અને તોડફોડ કરતી જોવા મળે છે. જેમાંથી કેટલાક ડ્રાઈવરનો દરવાજો ખોલવા પણ મથતા જોવા મળે છે. ડ્રાઈવરનો દરવાજો ખોલી નાંખ્યા બાદ તેઓ તેને બહાર પેઢીને માર મારતા જોવા મળે છે.
જોકે, આ દરમિયાન ટ્વિટર પર કેટલાક ઇસ્લામિક અકાઉન્ટ પણ ધ્યાને આવ્યાં, જેમણે હિંદુ ડ્રાઈવર પર થયેલા હુમલાની ઉજવણી કરી હતી. એક અકાઉન્ટે ઇસ્લામીઓ દ્વારા હુમલો થયા બાદ લોહીલુહાણ હાલતમાં ઉભેલા હિંદુ ડ્રાઈવરનો વિડીયો પોસ્ટ કરીને ઈમોજી સાથે વિડીયો શૅર કર્યો હતો.
😂😂😭 hindu coward got caught lacking. #rss #Leicester pic.twitter.com/0cBA9edi9w
— 1tachi (@Itachixuchiiha) September 17, 2022
ઑપઇન્ડિયા સાથે વાત કરતાં લીસેસ્ટરમાં સક્રિય હિંદુ સંગઠન ઇન્સાઇટ યુકેએ જણાવ્યું કે, ડ્રાઈવરની કારના ડેશબોર્ડ ઉપર હિંદુ પ્રતીક હોવાના કારણે જ તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
જોકે, અમુક ઇસ્લામીઓએ આ ઘટનાનો પણ દુષ્પ્રચાર કરવામાં કંઈ બાકી રાખ્યું ન હતું. કેટલાકે દાવો કર્યો કે હિંદુ ડ્રાઈવર મુસ્લિમો પર કાર ચડાવી દેતો હોવાના કારણે તેની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, આ દાવાની પુષ્ટિ કરવા માટે કોઈ પુરાવા જડ્યા નથી. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રાઈવર પર હુમલો થાય છે અને તેને માર મારવામાં આવે છે.
લીસેસ્ટરમાં રહેતા અન્ય એક વ્યક્તિએ ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, તેમની કાર ઉપર ગણેશજીની મૂર્તિ હોવાના કારણે તેમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
શ્યામ ઓડેદરા નામના યુઝરે ફેસબુક પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, “અમારી કારના ડેશબોર્ડ ઉપર ગણેશજીની મૂર્તિ હોવાના કારણે ગ્રીનલેન્ડ રોડ ઉપર મુસ્લિમોએ હુમલો કરી દીધો હતો. આ ઉપરાંત, તેમણે પોસ્ટમાં હિંદુઓની રક્ષા કરવા મામલે લીસેસ્ટર સરકાર અને પોલીસને પણ પ્રશ્નો કર્યા હતા. આ અંગે તેમની પાસેથી વધુ માહિતી મેળવવા શ્યામ ઓડેદરાનો સંપર્ક કરવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. તેમના જવાબ બાદ વધુ માહિતી ઉમેરવામાં આવશે.
લીસેસ્ટર પોલીસના અધિકારીક નિવેદન અનુસાર, શનિવારે સાંજે કેટલાક લોકો દ્વારા અનિયોજિત વિરોધ પ્રદર્શન આયોજિત કર્યા બાદ હિંસા ફાટી નીકળી હતી. નિવેદનમાં લખવામાં આવ્યું છે કે, પૂર્વ લીસેસ્ટરમાં કાલે સાંજેથી (શનિવાર, 17 સપ્ટેમ્બર) આજે સવાર (રવિવાર) સુધી ન્યાય વ્યવસ્થાની સ્થિતિ ગંભીર જોવા મળી, જેમાં એક અનિયોજિત પ્રદર્શન શરૂ થયા બાદ મોટી ભીડ એકઠી થઇ ગઈ હતી.
આગળ જણાવવામાં આવ્યું કે, અધિકારીઓએ સમૂહ સાથે વાતચીત કરવાના પ્રયાસ કર્યા તેમજ વધુ અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમણે કાયદાકીય રીતે વર્તવા માટે આશ્વાસન આપ્યું હતું પરંતુ પછીથી અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી. નિવેદનમાં બે લોકોની ધરપકડની વાત કરવામાં આવી હતી. જોકે, વિવાદ શરૂ થયો ત્યારથી લઈને હમણાં સુધી કુલ 27 લોકોની ધરપકડ થઇ ચૂકી છે.
લીસેસ્ટર પોલીસ પર હિંદુઓના જીવનને જોખમમાં મૂકવાના પણ આરોપ લાગતા રહ્યા છે. 28 ઓગસ્ટની ઘટના બાદ લીસેસ્ટર પોલીસે દાવો કર્યો હતો કે હિંદુઓએ ‘પાકિસ્તાન મુર્દાબાદ’ અને ‘મુસ્લિમો મુર્દાબાદ’ના નારા લગાવ્યા હતા. જોકે, પછીથી સ્પષ્ટતા કરવામાં આવી કે હિંદુઓએ ‘મુસ્લિમ મુર્દાબાદ’ના નારા લગાવ્યા જ ન હતા.
વાસ્તવમાં પોલીસે, ‘પાકિસ્તાન મુર્દાબાદ’ શબ્દોનો ખોટો અનુવાદ અને અર્થઘટન કર્યા હતા. હિંદુઓએ મુસ્લિમો વિરુદ્ધ નારા લગાવ્યાના પોલીસના ખોટા દાવાને ઇસ્લામિક સંગઠનો દ્વારા વોટ્સએપ પર વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુસ્લિમોએ હિંદુઓ પર હુમલા કરી દીધા હતા.
ઑપઇન્ડિયાએ જે હિંદુઓ સાથે વાત કરી તેમણે પણ જણાવ્યું હતું કે, પોલીસે મુસ્લિમો વિરુદ્ધના નારા અંગે કરેલી સ્પષ્ટતા મુસ્લિમ સંગઠનોએ પ્રસારિત જ કરી ન હતી અને જેના કારણે લીસેસ્ટર ખાતેના હિંદુ સમુદાય વિરુદ્ધ હિંસા ફાટી નીકળી હતી.