Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટચંદ્રયાનના સફળ લેન્ડિંગથી દેશને ગૌરવ, પણ કોંગ્રેસીઓ-લેફ્ટ લિબરલ ગેંગને લાગ્યાં મરચાં: સોશિયલ...

    ચંદ્રયાનના સફળ લેન્ડિંગથી દેશને ગૌરવ, પણ કોંગ્રેસીઓ-લેફ્ટ લિબરલ ગેંગને લાગ્યાં મરચાં: સોશિયલ મીડિયા પર PM મોદીને ટાર્ગેટ કરીને ગાળો ભાંડી 

    ભારતની આ ઉપલબ્ધિની મજાક એમ કહીને ઉડાવવામાં આવી કે વડાપ્રધાન ટેલિપ્રોમ્પટર પરથી ISROનું આખું નામ પણ ન જણાવી શકે, કે કોઈએ તો એમ પણ કહ્યું કે, મોદીએ ડ્રામેબાજી કરતાં લાંબુ ભાષણ આપ્યું.

    - Advertisement -

    અંતરિક્ષ ક્ષેત્રે ભારતનો સૌથી મોટો અને મહત્વકાંક્ષી મિશન ‘ચંદ્રયાન-3’ બુધવારે (23 ઓગસ્ટ, 2023) સફળ થયો અને તેની સાથે જ ભારતે એક નવો ઇતિહાસ રચી દીધો છે. આજ સુધી કોઈ દેશ નહતો કરી શક્યો એ ભારતે કરી બતાવ્યું છે, પરંતુ લેફ્ટ-લિબરલ ગેંગમાંના અમુક અને કોંગ્રેસીઓને આ પચી રહ્યું નથી. 

    ઉપલબ્ધિ મોદી સરકારના કાર્યકાળમાં મળી છે તે જાણીને આ ગેંગને મરચાં લાગ્યાં છે. મિશનની સફળતા બાદ તરત સોશિયલ મીડિયા પર અમુક એવાં ટ્વિટ્સ થયાં અને મીમ્સ પોસ્ટ કરવામાં આવ્યાં, જેનાથી આ ઉપલબ્ધિની હાંસી ઉડાવવાનો પ્રયાસ થયો. ખાસ કરીને વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરવામાં આવ્યા. 

    ભારતની આ ઉપલબ્ધિની મજાક એમ કહીને ઉડાવવામાં આવી કે વડાપ્રધાન ટેલિપ્રોમ્પટર પરથી ISROનું આખું નામ પણ ન જણાવી શકે, કે કોઈએ તો એમ પણ કહ્યું કે, મોદીએ ડ્રામેબાજી કરતાં લાંબુ ભાષણ આપ્યું, જ્યારે ઇસરોના ચેરમેનને વધુ સમય બોલવા ન દીધા. 

    - Advertisement -

    રોશન રાય નામના યુઝરે કટાક્ષ કરતાં લખ્યું કે, ‘મોદીનું નાટકીય ભાષણ ઈસરો ડાયરેક્ટરના ભાષણ, જે માત્ર 5 સેકન્ડ ચાલ્યું, કરતાં વધુ મહત્વનું હતું.’

    ‘મહુઆ મોઈત્રા ફેન્સ’એ એક્સ (ટ્વિટરનું નવું નામ) પર પોસ્ટ કરતાં એક GIF લગાવ્યું અને સાથે લખ્યું કે, ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગ બાદ ઈસરો ચેરમેન 16 સેકન્ડ બોલ્યા અને PM મોદી 16 મિનિટ સુધી બોલ્યા. 

    સ્પિરિટ ઑફ કોંગ્રેસ હેન્ડલ પરથી પણ બેએક પોસ્ટ થઇ, જેમાં PM મોદી પર ટિપ્પણીઓ કરવામાં આવી. એક પોસ્ટમાં લખ્યું કે, હું શરત લગાવીને કહું કે મોદી ટેલિપ્રોમ્પટર વગર ISROનું આખું નામ નહીં કહી શકે.

    તો બીજી એક પોસ્ટમાં PM મોદીની પ્લેનમાં ચડતી એક તસ્વીર મૂકીને લખ્યું કે, સફળ લેન્ડિંગનો પૂર્ણ શ્રેય મોદીને જાય છે, જેમણે ઈસરો જઈને મિશનને ખરાબ ન કર્યો. ફોટોમાં PM મોદી પ્લેનમાં ચડતા જોવા મળે છે અને સાથે લખવામાં આવ્યું છે-ઇસરોએ આ વખતે પનૌતીને આમંત્રણ ન આપ્યું.

    ‘બદલાવ કી આંધી’ નામના એક હેન્ડલ પોસ્ટ કરીને લખ્યું કે, ‘અંધભક્તો સાથે ગોદી મીડિયા પણ આ ભજન કરશે. આ પોસ્ટમાં PM મોદીને ફોટો લગાવીને તેમને ચંદ્રમા પર ચંદ્રયાન-3 રાખતા બતાવવામાં આવ્યા છે. સાથે લખ્યું છે- અંધભક્તો અનુસાર.

    ‘રિયા’ નામના અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું કે ચંદ્રયાનના સફળ લેન્ડિંગ બાદ PM મોદી કહેશે કે આની ક્રેડિટ પણ તેમને જ જોઈશે.

    જોકે, અમુકને બાદ કરતાં અનેક લોકોએ આ ઐતિહાસિક ઉપલબ્ધિ બદલ ઈસરો, તેના વૈજ્ઞાનિકો અને સબળ નેતૃત્વ બદલ વડાપ્રધાન મોદીને શુભકામનાઓ પાઠવી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં