Monday, November 25, 2024
More
    હોમપેજગુજરાતપોરબંદરના સમુદ્રમાંથી દેશનો સૌથી મોટો 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો: ગુજરાત ATS,...

    પોરબંદરના સમુદ્રમાંથી દેશનો સૌથી મોટો 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો: ગુજરાત ATS, ઇન્ડિયન નેવી અને NCBએ સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું, 5ની ધરપકડ

    ગુજરાતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં કરોડોનું ડ્રગ્સ આવી રહ્યું હતું તેવી ઈનપુટ સેન્ટર એજન્સી પાસે હતી. જે બાદ NCB અને ગુજરાત ATS એક સાથે ઓપરેશન પર ઉતર્યા હતા.

    - Advertisement -

    ગુજરાતના દરિયા કિનારેથી દેશમાં ડ્રગ્સ સપ્લાય કરવાના કાવતરા સામે ગુજરાત સરકાર સખત પગલાં લઈ રહી છે. ડ્રગ્સ વિરુદ્ધ સરકારે અનેક અભિયાનો ચલાવ્યા છે. તાજેતરમાં જ ગીર સોમનાથ પોલીસે વેરાવળના દરિયા કિનારેથી 350 કરોડના ડ્રગ્સણે ઝડપી પાડ્યું હતું. જે બાદ હવે ગુજરાત ATS, ઇન્ડિયન નેવી અને NCBએ સંયુકત ઓપરેશન હાથ ધરીને પોરબંદરના સમુદ્રમાંથી આંતરરાષ્ટ્રીય સરહદ નજીક અત્યાર સુધીનો સૌથી મોટો 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે 5 પેડલરની ધરપકડ પણ કરવામાં આવી છે.

    મંગળવારે (27 ફેબ્રુઆરી) રાત્રે ગુજરાત ATS, ઇન્ડિયન નેવી અને NCBએ સંયુકત ઓપરેશન પાર પાડીને પોરબંદરના સમુદ્રમાંથી 3300 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ માદક પદાર્થને મોડી રાત્રે પોરબંદર લાવીને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યું છે. આ ડ્રગ્સની અંદાજિત કિંમત ₹2000 કરોડ હોવાનું સામે આવ્યું છે. ગુજરાત ATSની આ અત્યાર સુધીની સૌથી મોટી સફળતા છે. દિલ્હી નાર્કોટિક કંટ્રોલ બ્યુરો (NCB), ગુજરાત ATS અને ઇન્ડિયન નેવીનું આ ઓપરેશન પાર પડ્યાની સાથે જ ચર્ચાનો વિષય બન્યું છે.

    ગુજરાત ATS, NCB અને નેવીએ સાથે મળીને પોરબંદરની આસપાસના દરિયામાંથી શંકાસ્પદ જણાતી ઈરાની બોટ પકડી પાડી હતી. આ બોટની તપાસ કરવામાં આવતા તેમાંથી 3300 કિલો ડ્રગસનો જથ્થો ઝડપાયો હતો. ત્રણ અલગ-અલગ પ્રકારના માદક દ્રવ્યો તેમાંથી મળી આવ્યા હતા. ડ્રગ્સ મળી આવતાની સાથે જ ગુજરાત ATSએ તેના પાંચ પેડલરોને ઝડપી પાડ્યા હતા. જે બાદ ડ્રગ્સને પોરબંદરના દરિયા કિનારે લાવીને ગુપ્ત સ્થળે ખસેડી દેવામાં આવ્યું હતું.

    - Advertisement -

    અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું

    ગુજરાતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં કરોડોનું ડ્રગ્સ આવી રહ્યું હતું તેવી ઈનપુટ સેન્ટર એજન્સી પાસે હતી. જે બાદ NCB અને ગુજરાત ATS એકસાથે ઓપરેશન પર ઉતર્યા હતા. જ્યારે ઇન્ડિયન નેવી પણ આ ઓપરેશનમાં જોડાઈ હતી. ત્યારબાદ કલાકો સુધી દરિયામાં તપાસ કરતાં અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. 3300 કિલો ડ્રગ્સમાં હસીસ અને ચરસ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત બોટમાં સવાર લોકો પાસેથી સેટેલાઈટ ફોન અને અન્ય સામગ્રી કબજે કરવામાં આવી છે. આ સાથે ડ્રગ્સ અને પેડલરોને ગુપ્ત સ્થળે પણ ખસેડવામાં આવ્યા છે.

    થોડા દિવસ અગાઉ વેરાવળથી ઝડપાયું હતું ડ્રગ્સ

    ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો અગાઉ ગુજરાત પોલીસને ડ્રગ્સ સામેની તેમની ઝુંબેશમાં એક મોટી સફળતા મળી હતી. પોલીસ દ્વારા કાર્યવાહીમાં ₹350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસે વેરાવળ બંદરના નલિયા ગોલી કાંઠે દરોડો પાડીને ₹350 કરોડની કિંમતના હેરોઈન ડ્રગ્સના 50 કિલો સીલબંધ પેકેટો જપ્ત કર્યા હતા. પોલીસ દ્વારા કરવામાં આવેલા સ્પેશ્યલ ઓપરેશનમાં ત્રણ મુખ્ય આરોપીઓ સહિત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ વિશેની માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં