લદાખમાં સેનાના એક વાહનને અકસ્માત નડવાથી 9 જવાન વીરગતિ પામ્યા છે. જ્યારે એકને ઇજા પહોંચી છે.
આ અકસ્માત શનિવારે (19 ઓગસ્ટ, 2023) સાંજે સાડા છ વાગ્યાના અરસામાં લેહમાં થયો હતો. જવાનો કારુ ગેરિસનથી લેહ નજીકના ક્યારી જઈ રહ્યા હતા ત્યારે વાહન ખીણમાં ખાબક્યું હતું. અકસ્માતના કારણે 9 જવાનો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત જવાનને હાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
#UPDATE | The death toll has increased to nine while one has been injured: Defence officials, Ladakh
— ANI (@ANI) August 19, 2023
આ ઘટના ક્યારી નગરથી 7 કિલોમીટર દૂર બની હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ડિફેન્સ અધિકારીઓએ આ બાબતની પુષ્ટિ કરી છે. હાલ વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે.
ANI અનુસાર, ભારતીય સેના તરફથી વધુ વિગતો આપતાં જણાવવામાં આવ્યું કે, ALS વાહન (ટ્રક) કાફલામાં લેહથી ન્યોમા તરફ જઈ રહ્યું હતું. દરમ્યાન સાંજે પોણા છથી છ વાગ્યાના અરસામાં ક્યારીથી 7 કિલોમીટર દૂર વાહન એક ખીણમાં ખાબક્યું હતું. જેમાં 10 જવાનો સવાર હતા. તેમાંથી 9 મૃત્યુ પામ્યા છે, જ્યારે એકને ઇજા પહોંચી છે. ઈજાગ્રસ્ત જવાનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અકસ્માત બાદ રક્ષામંત્રી રાજનાથસિંહે X (ટ્વિટર) પર પોસ્ટ કરીને જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે લખ્યું કે, “લદાખના લેહમાં અકસ્માતના કારણે ભારતીય સેનાના જવાનોએ જીવ ગુમાવ્યા હોવાનું જાણીને દુઃખી છું. તેમના પરિવારને સાંત્વના. ઈજાગ્રસ્ત કર્મચારીને ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમના ઝડપી સ્વાસ્થ્યલાભ માટે પ્રાર્થના કરું છું.
Saddened by the loss of Indian Army personnel due to an accident near Leh in Ladakh. We will never forget their exemplary service to our nation. My thoughts are with the bereaved families. The injured personnel have been rushed to the Field Hospital. Praying for their speedy…
— Rajnath Singh (@rajnathsingh) August 19, 2023