Friday, October 4, 2024
More
    હોમપેજરાજકારણકેરળમાં થયો બ્લાસ્ટ, પણ મુખ્યમંત્રી દિલ્હીમાં ગાઝાના સમર્થનમાં આયોજિત કાર્યક્રમમાં જોવા મળ્યા:...

    કેરળમાં થયો બ્લાસ્ટ, પણ મુખ્યમંત્રી દિલ્હીમાં ગાઝાના સમર્થનમાં આયોજિત કાર્યક્રમમાં જોવા મળ્યા: મંત્રીએ કહ્યું- વિસ્ફોટ નહીં, આગના કારણે મહિલાનું મોત થયું

    અહીં સીએમ વિજયને એક સંબોધન પણ કર્યું. જેમાં તેમણે કહ્યું કે, આપણે અહીં પેલેસ્ટેનિયન લોકો સામે ચાલતા અમાનવીય નરસંહારનો તેમજ ભારત સરકાર દ્વારા ઇઝરાયેલને આપવામાં આવી રહેલા સમર્થનનો વિરોધ કરવા માટે એકઠા થયા છીએ.

    - Advertisement -

    કેરળના એર્નાકુલમમાં એક કન્વેન્શન સેન્ટરમાં અચાનક બ્લાસ્ટ થયા, જેના કારણે 1 વ્યક્તિનું મોત થયું હતું, જ્યારે અન્ય અનેક લોકોને ઈજા પહોંચી હતી. હાલ આ મામલાની તપાસ ચાલી રહી છે અને કેન્દ્ર સરકાર પણ નજર રાખી રહી છે. બીજી તરફ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયન દિલ્હીમાં જોવા મળ્યા. તેઓ ગાઝાના સમર્થનમાં આયોજીત એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. 

    દિલ્હી સ્થિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)ના મુખ્યમથક AKG ભવન ખાતે એક વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં CPI-Mના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા. જેમાંથી એક કેરળના મુખ્યમંત્રી વિજયન પણ સામેલ હતા. આ સિવાય પાર્ટી નેતા સીતારામ યેચૂરી પણ તેમની સાથે જોવા મળ્યા. આ પ્રદર્શન ગાઝાના સમર્થનમાં યોજવામાં આવ્યું હતું, જેમાં ગાઝામાં ‘નરસંહાર’ રોકવાની માંગ કરવામાં આવી. 

    અહીં સીએમ વિજયને એક સંબોધન પણ કર્યું. જેમાં તેમણે કહ્યું કે, આપણે અહીં પેલેસ્ટેનિયન લોકો સામે ચાલતા અમાનવીય નરસંહારનો તેમજ ભારત સરકાર દ્વારા ઇઝરાયેલને આપવામાં આવી રહેલા સમર્થનનો વિરોધ કરવા માટે એકઠા થયા છીએ. તેમણે ભારત સરકાર દ્વારા ઇઝરાયેલને સમર્થન એ ‘પોતાની ભૂમિ માટે લડતા’ પેલેસ્ટેનિયન લોકો સાથે એકજૂટ થઈને ઉભા રહેવાની નીતિનું સ્પષ્ટ ઉલ્લંઘન ગણાવ્યું હતું અને ઉમેર્યું કે, આઘાતજનક વાત એ છે કે સરકાર એ હદ સુધી પહોંચી ગઈ કે UNમાં રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવ પર મતદાન ન કર્યું અને ઇઝરાયેલ અને અમેરિકાનું સમર્થન કર્યું.” 

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે (27 ઓક્ટોબર) સંયુક્ત રાષ્ટ્રમહાસભામાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ રોકવા માટે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારતે મતદાન કર્યું ન હતું, કારણ કે પ્રસ્તાવમાં આતંકવાદી સંગઠન હમાસનો કે ઇઝરાયેલના બંધકોનો કોઈ ઉલ્લેખ ન હતો. 

    નોંધવું જોઈએ કે ડાબેરી પાર્ટીઓ CPI-M અને CPIએ શનિવારે એક સંયુક્ત નિવેદન જારી કરીને ભારતે UNમાં મતદાન ન કરવાના પગલાંનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ રવિવારે પેલેસ્ટેનિયન લોકોના સમર્થન માટે AKG ભવન ખાતે આ કાર્યક્રમ આયોજિત થયો હતો. 

    કેરળ બ્લાસ્ટની વાત કરવામાં આવે તો હાલ મામલાની તપાસ ચાલી રહી છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે. દરમ્યાન, રાજ્યના એક મંત્રીનું પણ નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, મહિલાનું મૃત્યુ બ્લાસ્ટથી નહીં પરંતુ આગ લાગવાની થયું છે!

    મંત્રી વીએન વાસવને કહ્યું, “મહિલાનું મોત આગના કારણે થયું છે, બ્લાસ્ટના કારણે નહીં. પ્રાથમિક તપાસ જણાવે છે કે એક પછી એક બે બ્લાસ્ટ થયા હતા. 36 લોકોને ઈજા પહોંચી છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ એક અસામાન્ય ઘટના છે અને તમામ એજન્સીઓ તપાસ માટે પહોંચી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં