Friday, November 22, 2024
More
    હોમપેજદેશKarachi to Noida: સીમા હૈદર પાકિસ્તાની નહીં ભારતીય જાસૂસ.. ફિલ્મના ટીઝરમાં લપ્પૂ-ઝીંગુર...

    Karachi to Noida: સીમા હૈદર પાકિસ્તાની નહીં ભારતીય જાસૂસ.. ફિલ્મના ટીઝરમાં લપ્પૂ-ઝીંગુર અને સની દેઓલનો હેન્ડ-પંપ પણ

    ફિલ્મનો એક ડાયલોગ છે, "જેને તું મુમતાઝ સમજી રહ્યો હતો, તે હિન્દુસ્તાની જાસૂસ હતી, સાલા લપ્પૂ તે નહીં, તું છે તું."

    - Advertisement -

    પાકિસ્તાનથી નોઇડાના સચિનના પ્રેમમાં કેદ થઈને ભારત પહોંચેલી સીમા હૈદર પર આધારિત ફિલ્મ ‘કરાચી ટુ નોઇડા (Karachi to Noida)’નું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. જાની ફાયરફોક્સ પ્રોડક્શનના આ ત્રણ મિનિટના ટીઝરમાં સીમાના પાત્રનું નામ સાયમા હૈદર ખાન બતાવવામાં આવ્યું છે.

    નોંધનીય છે કે પ્રોડ્યુસર અમિત જાનીએ ઓગસ્ટમાં સીમા હૈદર પર આધારિત ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરવાની વાત કરી હતી. જ્યારે હવે તે ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મ ‘કરાચી ટુ નોઇડા’માં સીમા હૈદર (Seema hiader) તરીકે ફરહીન ફલરને દર્શાવવામાં આવી છે. સીમાના પતિ સચિન મીણાની ભૂમિકા આદિત્ય રાઘવે ભજવી છે.

    બોલીવુડ એક્ટર એહસાન ખાને સીમા હૈદરના પાકિસ્તાની પતિની ભૂમિકા ભજવી છે. ફિલ્મના અન્ય કલાકારોમાં ‘ગદર 2’ના મેજર મલિક રોહિત ચૌધરીને કરાચી પોલીસ કમિશનરની ભૂમિકામાં તો યાયા ખાન મનોજ બક્ષી એક પાકિસ્તાની આર્મી ઓફિસરની ભૂમિકામાં છે.

    - Advertisement -

    અમિત જાની સાથે ભારત સિંઘની કો-પ્રોડ્યુસ આ ફિલ્મમાં પાકિસ્તાનના કરાચીથી લઈને ભારતના નોઇડા સુધીના ઘણા સીન છે. આમાં ‘લપ્પૂ અને ઝીંગુર જેવો સચિન’ જેવી પ્રખ્યાત ઘટનાને પણ બતાવવામાં આવી છે. આ ફિલ્મનું નિર્દેશન જયંત સિન્હાએ કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં કેટલાક એવા ડાયલોગ્સ છે જે વિવાદ ઊભો કરી શકે છે.

    ફિલ્મના કેટલાક ડાયલોગ જે ઊભો કરી શકે વિવાદ

    “જેને તું મુમતાઝ સમજી રહ્યો હતો, તે હિન્દુસ્તાની જાસૂસ હતી, સાલા લપ્પૂ તે નહીં, તું છે તું.”

    “માદર$@ તે આપણાં ડિફેન્સ મેકેનિજમને ચૂનો લગાવી ગઈ અને તું કહે છે મને કઈ ખબર નથી.”

    “આ બિરયાની જે તારી સામે રાખી છે ને, તેમાં બધુ છે.. ભાત છે, જાફરાન છે.. બસ નથી તો ગોશ્ત.”

    “તારો મર્દ કયો સની દેઓલ છે, તેણે કયા હેન્ડ-પંપ ઉખાડ્યા છે?”

    ફિલ્મના ગીતો, વાર્તા અને ડાયલોગ પણ અમિત જાનીએ લખ્યા છે. આ ફિલ્મના ટીઝરમાં સીમાને RAWની એજન્ટ તરીકે બતાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સીમા હૈદર અને સચિનની દોસ્તી પબજી ગેમ રમતા સમયે થઈ હતી. આ પછી સીમા તેના ચાર બાળકો સાથે નેપાળ થઈને ભારત અને પછી નોઇડા આવી ગઈ. હાલ સીમા હૈદર તેના ચાર બાળકો સાથે નોઇડામાં તેના પતિ સચિન સાથે રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં