Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરિપોર્ટમાં દાવો- બ્રાહ્મણોના નરસંહારની વાત પર જસ્ટિસ જોસેફે સ્મિત વેર્યું, નેટીઝન્સમાં ચર્ચા

    રિપોર્ટમાં દાવો- બ્રાહ્મણોના નરસંહારની વાત પર જસ્ટિસ જોસેફે સ્મિત વેર્યું, નેટીઝન્સમાં ચર્ચા

    જસ્ટિસ જોસેફના સ્મિત આપવા પર એસજી મહેતાએ કહ્યું કે આ કોઈ તેવી બાબત નથી જેના પર સ્મિત આપવું જોઈએ.

    - Advertisement -

    બુધવારે (29 માર્ચ 2023) મહારાષ્ટ્રમાં રેલીઓમાં મુસ્લિમો વિરુદ્ધ કથિત હેટ સ્પીચ ફેલાવવાના મામલે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનવણી ચાલી રહી હતી. આ સુનાવણીને લઈને જણાવવામાં આવ્યું કે બ્રાહ્મણોના નરસંહારની વાત પર જસ્ટિસ જોસેફે સ્મિત વેર્યું હતું. રિપોર્ટમાં જણાવાયું છે કે સુનાવણી વખતે સોલિટર જનરલ તુષાર મહેતાએ અમુક નેતાઓ દ્વારા કરવામાં આવેલા વાંધાજનક નિવેદનોનો ઉલ્લેખ કર્યો, જેમાં નફરત ફેલાવતા ભાષણો પણ સામેલ હતા. એસજી મહેતાએ ડીએમકે નેતા વિશે વાત કરતા કહ્યું કે, તેમણે સમાનતા મેળવવા માટે બ્રાહ્મણોના નરસંહાર કરવાની વાત કરી હતી.

    બ્રાહ્મણોના નરસંહારની વાત પર જસ્ટિસ જોસેફે સ્મિત વેર્યું હોવાનો દાવો કરતા આ રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું હતું કે જસ્ટિસ જોસેફના સ્મિત આપવા પર એસજી મહેતાએ કહ્યું કે આ કોઈ તેવી બાબત નથી જેના પર સ્મિત આપવું જોઈએ. જેના પર જસ્ટિસ જોસેફે પૂછ્યું હતું શું તેઓ જાણે છે કે પેરિયાર કોણ છે? રીપોર્ટમાં જણાવ્યા અનુસાર એસજી મહેતાએ કહ્યું હતું કે કોઈ પર પ્રકારે નફરત ફેલાવવાવાળા ભાષણોને માફ ન કરી શકાય, પછી ભલે તે કોઈ પ્રસિદ્ધ વ્યક્તિ દ્વારા આપવામાં આવ્યું હોય.

    જૂન 2022માં ડીએમકે નેતા આર રાજીવ ગાંધીએ કહ્યું હતું કે દ્રવિડિયન આઇકોન પેરિયારના નિર્દેશો અનુસાર તમિલ બ્રાહ્મણોની હત્યા થવી જોઈતી હતી. એક વિવાદાસ્પદ ટ્વીટમાં ડીએમકે નેતાએ ટિપ્પણી કરી હતી કે, “જો અમે શૂદ્રોએ તે સમયે પેરિયારે અમને જે કહ્યું હતું તે કર્યું હોત, તો અમારે ન્યાય, અધિકારો, શિક્ષણ અને સમાનતા માટે બ્રાહ્મણો સાથે સંઘર્ષ કરવો પડ્યો ન હોત. તમારામાંના 3% (બ્રાહ્મણો) હજી પણ કેટલાક વિસ્તારોમાં પ્રભુત્વ ધરાવે છે. “

    - Advertisement -
    સાભાર Opindia

    તમિલ બ્રાહ્મણોના નરસંહારને સમર્થન આપતું તેમનું આ ટ્વીટ રાજકીય વિવેચક સુમંત રમણે તામિલનાડુના કરિકુડીમાં 1973માં પેરિયારના ભાષણનો એક અંશ શેર કર્યા બાદ આવ્યું હતું.

    શું હતું પેરિયારનું 1973નું નફરતભર્યું ભાષણ

    1973ના ભાષણમાં પેરિયારને હિન્દુ-વિરોધી કાર્યકર્તાઓને તમિલ બ્રાહ્મણોનો વીનાશ કરવાની હાકલ કરતા સાંભળવામાં આવ્યા હતા. પેરિયારે દુ:ખ વ્યક્ત કર્યું હતું કે કેવી રીતે એક બ્રાહ્મણ ‘ભગવાન મુરુગન’ એ રાક્ષસ રાજા ‘સૂરા પદ્મન’ ને હણ્યો હતો, જે તેવું માનતો હતો કે કોઈ ભગવાન છે જ નહીં.

    તેમણે ટિપ્પણી કરી હતી કે, “તામિલ બ્રાહ્મણોએ તેને મારી નાખ્યો. તેથી, હવે આપણે તેમને મારી શકીએ છીએ. તેમ કરવું ખોટું નહીં હોય. કદાચ કાયદાકીય રીતે તે ખોટું હશે. પણ તે છતાં આપણે કાયદાથી ડરવાવાળા નથી, આપણે આ નિષ્કર્ષ પર આવવું જ પડશે.”

    પેરિયારે ભારપૂર્વક કહ્યું હતું કે, “જ્યાં પણ આપણે મંદિર જોઈએ છીએ, ત્યાં આપણે અંદર જવું જોઈએ અને અંદરની બધી મૂર્તિઓ તોડવી જોઈએ. જ્યાં પણ આપણને પાપમ (તમિલ બ્રાહ્મણો માટે કલંક) મળે છે, ત્યાં આપણે તેમને મારી નાખવા જોઈએ અને તેનો નાશ કરવો જોઈએ. બ્રાહ્મણોએ આપણી સાથે આવું કર્યું છે. આપણે તેનો બદલો લેવો જોઈએ.”

    દ્રવિડિયન આઇકોને આગળ કહ્યું હતું કે કેટલાક બિન-બ્રાહ્મણોએ આ માટે મોતને ભેટવું પડી શકે છે. પેરીયારે કહ્યું કે, “જો એક બિનબ્રાહ્મણ તામિલ બ્રાહ્મણની હત્યા કરવાનો પ્રયત્ન કરતી વખતે એક અબ્રાહ્મણ તામિલ મૃત્યુ પામે, તો દર સોમાંથી માત્ર ત્રણ જ લોકો મૃત્યુ પામશે. અમારામાંથી 94 ટકા લોકો હજુ પણ રહેશે પરંતુ તમિલ બ્રાહ્મણોને ખતમ કરી દેવામાં આવશે. અમે ચોક્કસપણે આ સ્તરે જઈશું. અમે એક સમયે આવું પગલું ભરી શકીએ છીએ.”

    જસ્ટિસ જોસેફને બ્રાહ્મણોના નરસંહારની હાકલ પર હસતાં નેટીઝન્સ ચોંકી ઉઠયા

    બાર એન્ડ બેંચે તેના ટ્વિટર એકાઉન્ટ પર આ ટ્વીટ પ્રકાશિત કર્યા પછી તરત જ જસ્ટિસ જોસેફે ડીએમકે નેતાના તમામ બ્રાહ્મણોને કતલ કરવાની ઇચ્છાના વિચાર પર સ્મિત કર્યું હતું, જેના પર નેટીઝન્સ ચોંકી ગયા હતા.

    નેટિઝન્સને લાગ્યું કે જસ્ટિસ જોસેફ દ્વારા આ પક્ષપાતી અભિવ્યક્તિ છે અને આશ્ચર્ય થયું કે જો વાત બ્રાહ્મણોને બદલે અન્ય કોઈ ધર્મના લોકોને ‘કતલ’ કરવાની વાત કરવામાં આવી હોત તો શું તેમણે આવી જ પ્રતિક્રિયા આપી હોત?

    અન્ય એક નેટીઝનને પણ લાગ્યું કે આ શરમજનક છે કે બેઠેલા ન્યાયાધીશ બ્રાહ્મણો માટે નફરત પર સ્મિત કરી રહ્યા છે.

    અન્ય એક નેટીઝને જસ્ટિસ જોસેફ વિશે નફરતભર્યા ભાષણના કેસની સુનાવણી વિશે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું જ્યારે તેમણે બ્રાહ્મણોની કતલના વિચાર પર સ્મિત કર્યું હતું.

    કેટલાક લોકોએ એમ પણ ધ્યાન દોર્યું હતું કે બ્રાહ્મણોના નરસંહારની હાકલ પર હસતાં બેઠેલા ન્યાયાધીશને બ્રાહ્મણોનો નરસંહાર કરવાના અહવાનનું બૌદ્ધિકકરણ ગણી શકાય. જાણે કે આવું નફરતભર્યું ભાષણ જો બ્રાહ્મણો વિરુદ્ધ જારી કરવામાં આવે તો તે સ્વીકાર્ય છે.

    હવે આ કેસની વધુ સુનાવણી 28 એપ્રિલ, 2023ના રોજ કરવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં