Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવ્હાઈટ હાઉસમાં જો બાઈડને ઋષિ સુનકને 'રાશીદ સનૂક' કહ્યા, લોકોએ કહ્યું 'છટકી...

    વ્હાઈટ હાઉસમાં જો બાઈડને ઋષિ સુનકને ‘રાશીદ સનૂક’ કહ્યા, લોકોએ કહ્યું ‘છટકી ગયું છે શું?’

    અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને યુકેના નવા નીમાયેલા વડાપ્રધાન ઋષિ સુનકના નામનો ઉચ્ચાર ખોટો કરતાં ટ્વીટર પર ધમાલ મચી જવા પામી છે.

    - Advertisement -

    અમેરિકાના વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી દરમિયાન પ્રેસિડેન્ટ જો બાઈડને ઋષિ સુનકને ‘રાશીદ સનૂક’ કહીને સંબોધતા વિવાદ છેડાઈ ચુક્યો છે, સોશિયલ મીડિયામાં અને અન્ય પ્લેટફોર્મ પર લોકો અમેરિકન પ્રેસિડેન્ટના આ કૃત્યની આલોચના કરી રહ્યા છે, કેટલાક લોકોએ તો જાહેરમાં “જો બાઈડનનું મગજ છટકી ગયું છે” તેવા નિવેદનો આપ્યા હતા.

    અહેવાલો અનુસાર વ્હાઇટ હાઉસમાં આયોજિત દિવાળી રિસેપ્શન દરમિયાન યુએસ પ્રમુખ જો બાઈડને નવનિયુક્ત બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકના નામનો ખોટો ઉચ્ચાર કર્યો હતો. રિસેપ્શનમાં, બાઈડને ઋષિ સુનકને યુકેના પ્રથમ એશિયન વડા પ્રધાન બનવાની તેમની “અભૂતપૂર્વ સિદ્ધિ” બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ દરમિયાન તેમણે ઋષિ સુનકને ‘રાશીદ સનૂક’ કહીને સંબોધ્યા હતા.

    વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સામેલ મોટાભાગના લોકો ભારતીય મૂળના હતા. તે બધા જાણે છે કે ઋષિ સુનક હિન્દુ છે અને હિન્દુ ધર્મની પરંપરાઓનું પાલન કરે છે. જેથી બાઈડને પણ સુનકને અભિનંદન આપવા પડ્યા હતા. સ્વાગત સમારોહમાં લોકોને સંબોધતા બાઈડને કહ્યું કે એશિયન મૂળની વ્યક્તિ માટે પ્રથમ વખત યુકેના વડા પ્રધાન બનવું એ એક મોટી ઉપલબ્ધિ છે. પરંતુ ઋષિ સુનકને અભિનંદન આપતાં તેમણે “રશીદ સનુક” કહ્યા હતા.

    - Advertisement -

    બાઈડને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે “અમને સમાચાર મળ્યા છે કે રાશિદ સાનુક યુકેના વડા પ્રધાન બન્યા છે. મારા ભાઈને આનાથી આશ્ચર્ય થયું હશે. કન્ઝર્વેટિવ પાર્ટી પાસેથી આવી અપેક્ષા આશ્ચર્યજનક છે. આ એક મોટી ઉપલબ્ધિ છે.”

    બાઈડનનું આ નિવેદન સામે આવતાની સાથેજ સોશિયલ મીડિયામાં જાણે આલોચનાનું ઘોડાપુર આવી ગયું હતું, લોકોએ બાઈડન વિરુદ્ધ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી.

    આશિષ નામના એક યુઝરે આના પર પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે “તમારો ઉચ્ચાર સુધારો, અમેરિકાના રાષ્ટ્રપતિ. તે ઋષિ સુનક છે, રાશિદ નથી. બાઈડન બુઢાપામાં પાગલ થઈ ગયા છે.

    ડગ વોસ નામના ટ્વિટર યુઝરે લખ્યું હતું કે,”ઋષિ સુનક યુકેના નવા પીએમ છે. જો બાઈડને ઋષિ સુનકને ‘રાશીદ સનૂક’ કહ્યા, બાઈડન એક એક ઉન્માદિત મુર્ખ છે, અને તેમનું આ જાહેર નિવેદન શરમજનક છે, પોતાનું મનહુસ મો ખોલતા પહેલા તેમનું નામ બોલતા શીખી લો”

    આ પહેલીવાર નથી જ્યારે જો બાઈડન આ રીતે મૂંઝવણમાં જોવા મળ્યા હોય. આવી સ્થિતિ પહેલા પણ ઘણી વખત બની છે. જો બાઈડન સપ્ટેમ્બર 2022માં અમેરિકામાં એક જાહેર કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા તે દરમિયાન સંબોધન પૂરું કર્યા બાદ તેઓ સ્ટેજ પરથી ઉતરવાના હતા, પરંતુ તેઓ સ્ટેજ પરથી ઉતરવાનું ભૂલી ગયા હતા અને પોડિયમથી દુર જઈને આજુબાજુ ડાફોળિયાં મારવા લાગ્યા હતા. એવું લાગતું હતું કે તે સમજી નથી રહ્યા કે તેમણે આગળ શું કરવાનું છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો.

    જો બાઈડન સાથે અગાઉ પણ એક ઘટના બની ચૂકી છે. 2022 ની શરૂઆતમાં, બાઈડન એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે હવામાં જ હાથ મિલાવવાનું શરૂ કર્યું. આ વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં