Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઝારખંડમાં આદિવાસી મહિલાની હત્યા: ઇલેક્ટ્રિક કટરથી મૃતદેહના 18 ટુકડા કરીને ફેંકી દીધા,...

    ઝારખંડમાં આદિવાસી મહિલાની હત્યા: ઇલેક્ટ્રિક કટરથી મૃતદેહના 18 ટુકડા કરીને ફેંકી દીધા, પતિ દિલદાર અન્સારીની ધરપકડ

    આ ગુનામાં પોલીસે દિલદારના પરિજનોને પણ આરોપી બનાવ્યા છે અને તેમની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે.

    - Advertisement -

    ઝારખંડમાં દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડ જેવો જ એક મામલો સામે આવ્યો છે. અહીં એક ઈસમે પોતાની પત્નીની કરપીણ હત્યા કરી નાંખી હતી અને ત્યારબાદ મૃતદેહના 18 ટુકડા કરીને ફેંકી દીધા હતા. આરોપીની ઓળખ દિલદાર અન્સારી તરીકે થઇ છે. હાલ તેને કસ્ટડીમાં લઈને પોલીસ પૂછપરછ કરી રહી છે. 

    રિપોર્ટ્સ અનુસાર, મૃતક મહિલાનું નામ રૂબિકા પહાડી હતું. તે આદિવાસી સમાજમાંથી આવતી હતી અને દિલદારની બીજી પત્ની હતી. શુક્રવારે રાત્રે દિલદારે તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, હત્યા બાદ આરોપીએ મહિલાના મૃતદેહને ઇલેક્ટ્રિક કટર વડે કાપીને ટુકડા કરી નાંખ્યા હતા. ત્યારબાદ ટુકડાઓ ઘરમાં સંતાડી રાખ્યા અને પછીથી મહોલ્લામાં આસપાસની જગ્યાઓએ ફેંકી દીધા હતા. 

    દરમ્યાન, શનિવારે સાંજે મોમિન ટોલા ગામના લોકોએ એક જર્જરિત મકાનની પાછળ કેટલાક શ્વાનોનું ઝુંડ જોયું હતું, જેઓ માંસના ટુકડા ખાતા જોવા મળ્યા હતા. નજીક જઈને જોતાં જાણવા મળ્યું કે તે માનવ શરીરના ટુકડાઓ હતા. ત્યારબાદ સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. 

    - Advertisement -

    પોલીસે જણાવ્યું કે, શનિવારે મોડી સાંજે સંથાલી મોમિન ટોલા પાસે એક કાચા મકાન નજીકથી એક મહિલાના મૃતદેહના ટુકડાઓ મળી આવ્યા હતા. હજુ શરીરના ઘણા ભાગો મળ્યા નથી, તેમજ તેનું માથું પણ હજુ સુધુ મળી શક્યું નથી. જેની તપાસ હાલ ચાલી રહી છે. 

    બે વર્ષના પ્રેમસંબંધો બાદ દિલદાર અને રૂબિકાએ એક મહિના પહેલાં જ લવ મેરેજ કર્યા હતા. જોકે, દિલદાર પહેલેથી પરણિત હતો અને પહેલી પત્નીથી એક સંતાન પણ હતું. બંનેના પરિવારોને આ સબંધો મંજૂર ન હતા, જેના કારણે તે રૂબિકાને અન્ય એક ભાડાના મકાનમાં રાખતો હતો. 

    હત્યા બાદ શંકા જતાં પોલીસે દિલદારને પકડ્યો હતો અને પૂછપરછ કરી હતી. જોકે, તેણે ત્યારે કંઈ જણાવ્યું ન હતું પરંતુ પછીથી કડક પૂછપરછ કરતાં હત્યા કબૂલી લીધી હતી. ત્યારબાદ પોલીસ તેને લઈને ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં એક બંધ મકાનમાંથી મૃતદેહના વધુ ટુકડાઓ મળી આવ્યા હતા. હત્યા કરવાનું કારણ પોલીસે અંગત ઝઘડો હોવાનું જણાવ્યું છે.

    જાગરણના રિપોર્ટ અનુસાર, આ ગુનામાં પોલીસે દિલદારના પરિજનોને પણ આરોપી બનાવ્યા છે અને તેમની ધરપકડ કરીને પૂછપરછ હાથ ધરી છે. અહેવાલ અનુસાર, દિલદાર અન્સારી ઉપરાંત તેના પિતા મોહમ્મદ મુસ્તકીમ અન્સારી, માતા મરિયમ ખાતૂન, (પહેલી) પત્ની ગુલેરા, ભાઈ અમીર અન્સારી, મહતાબ અન્સારી અને બહેન શારેઝા ખાતૂન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

    રિપોર્ટ વધુમાં જણાવે છે કે, ભાડાના મકાનમાં રહેતી રૂબિકાને દિલદારના પરિજનો તેમના ઘરે લઇ આવ્યા હતા. ત્યારબાદ દિલદારની માતા મરિયમ ખાતૂને તેના ભાઈ મોઈનુલ અન્સારીના ઘરે મોકલી આપી હતી, જ્યાં તેની હત્યા કરી નાંખવામાં આવી. ત્યારબાદ કટરથી મૃતદેહના ટુકડા કરીને અલગ-અલગ વિસ્તારમાં ફેંકી દેવામાં આવ્યા. પોલીસને દિલદારના મામા મોઈનુલ અન્સારીના ઘરેથી બે ધારદાર હથિયારો પણ મળી આવ્યાં છે. જ્યારે મોઈનુલ ફરાર થઇ ગયો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં