Saturday, July 27, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકજામનગરની હિંદુ સગીરાને ભગાડી ગયો અયાન, બંનેએ એસિડ ગટગટાવ્યું: હાલ સારવાર હેઠળ;...

    જામનગરની હિંદુ સગીરાને ભગાડી ગયો અયાન, બંનેએ એસિડ ગટગટાવ્યું: હાલ સારવાર હેઠળ; એટ્રોસિટી સહિતની કલમોમાં નોંધાઈ ફરિયાદ

    અયાન સામે આ ફરિયાદ આઈપીસી 363, 366, પોક્સો એક્ટની કલમ 18 તેમજ એટ્રોસિટી હેઠળ નોંધવામાં આવી છે. પીઆઈ બી.એમ. કાતરીયાએ યુવક સામે ગુનો નોંધ્યો છે.

    - Advertisement -

    જામનગરના કાલાવાડમાં અયાન પંજા નામનો મુસ્લિમ યુવક એક હિંદુ સગીરાને ભગાડી ગયો હતો. 31 માર્ચે બનેલા આ બનાવ બાદ યુવકે તરુણી સાથે કોઈ જલદ પ્રવાહી પી લીધું હતું જેથી બંનેને સારવાર અર્થે જામનગર દવાખાને ખસેડવામાં આવ્યા છે. તરુણીના પિતાએ આ યુવક સામે એટ્રોસિટી એક્ટ, પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

    કાલાવાડના એક વિસ્તારમાં રહેતા પરિવારની સત્તર વર્ષની પુત્રી થોડા સમય પહેલા કાલાવાડના જ કુંભનાથપુરાવાળા અયાન ઈકબાલ પંજા નામના યુવકના સંપર્કમાં આવી હતી. થોડા સમયમાં જ અયાને તે તરુણીને લગ્ન કરી લેવા કહ્યું હતું. અયાન ત્યારબાદ તરુણીના ઘરે પણ ગયો હતો.

    તરુણીના પિતાને ગાળો ભાંડી

    - Advertisement -

    યુવકે લગ્નની વાત કાઢતાં તરુણીના પિતાએ તેને પોતાની પુત્રી ઉંમરમાં નાની હોવાનું અને પોતે અનુસૂચિત જાતિના હોવાનું કહ્યું હતું. આ બાબતે અયાને ગુસ્સામાં તરુણીના પિતાને ગાળો ભાંડી હતી અને તેમની જ્ઞાતિ મામલે હડધૂત કર્યા હતા. અયાને પ્રૌઢને એવું પણ કહ્યું કે, “મને તારી દીકરી સાથે જ નિકાહ કરવા છે.” એ પછી તેણે ઘરમાં હોબાળો મચાવ્યો હતો.

    તરુણીને ફોસલાવીને નસાડી ગયો

    ત્યારબાદ અયાન તરુણીને ભગાડી ગયો હતો. પોતાના ઘરેથી નીકળેલી તરુણી અયાન સાથે રણુજા ગઈ હતી. ત્યાં બંનેએ અલગ અલગ ધર્મના હોઈ લગ્ન નહીં થાય તેવી ચર્ચા કર્યા બાદ સાથે મરવાનું નક્કી કર્યું હતું. એ પછી તરુણી અને અયાને એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

    તરુણી અને અયાનને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બંને હાલ સારવાર હેઠળ છે. બનાવની જાણ થતાં જ પોલીસનો કાફલો દોડી આવ્યો હતો.

    તરુણીના પિતાએ આ અંગે કાલાવાડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અયાન સામે આ ફરિયાદ આઈપીસી 363, 366, પોક્સો એક્ટની કલમ 18 તેમજ એટ્રોસિટી હેઠળ નોંધવામાં આવી છે. પીઆઈ બી.એમ. કાતરીયાએ યુવક સામે ગુનો નોંધ્યો છે.

    પાટણમાં મુસ્લિમ યુવકે હિંદુ યુવતીને ફસાવી

    પાટણમાં પણ હઝરૂદિન સલીમ સિપાઈ નામનો યુવક હિંદુ સગીરાને ભગાડી ગયો હતો. ઇન્સ્ટાગ્રામ પર હઝરૂદિને યુવતીને પોતાની ઓળખ પ્રિન્સ પટેલ તરીકે આપી હતી. ત્યારબાદ યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં, પ્રેમ જાળમાં ફસાવીને યુવતી પાસેથી રોકડ અને દાગીના પણ લઈ લીધા હતા. આરોપીને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં