જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના ત્રણ જવાનો વીરગતિ પામ્યા છે. જેમાં મેજર અને કર્નલ રેન્કના અધિકારીઓ પણ સામેલ છે.
આતંકવાદીઓ સાથેનું એન્કાઉન્ટર કાશ્મીર ખીણના અનંતનાગ વિસ્તારમાં થયું હતું. વિસ્તારમાં આતંકવાદીઓ હોવાની જાણકારી મળતાં જ ભારતીય સુરક્ષાબળોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં અથડામણ દરમિયાન રાષ્ટ્રીય રાયફલ્સ યુનિટને કમાન્ડ કરતા કર્નલ, મેજર અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપીને ગોળી વાગી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ બચાવી ન શકાયા.
Anantnag encounter | A Jammu and Kashmir Police official also lost his life in the encounter. The Army officers were leading the troops from the front after they had gone to search for terrorists in the area based on specific intelligence: Indian Army officials
— ANI (@ANI) September 13, 2023
સર્વોચ્ચ બલિદાન આપનારા જવાનોમાં કર્નલ મનપ્રીતસિંઘ, મેજર આશિષ ધૌનક અને ડીએસપી (જમ્મુ-કાશ્મીર પોલીસ) હુમાયુ ભટ સામેલ છે. તેમણે સંયુક્ત રીતે મંગળવારે સાંજે ઓપરેશન શરૂ કર્યું હતું.
રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર, કર્નલ મનપ્રીતસિંઘ તેમની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા અને સર્ચ ઓપરેશન દરમિયાન સૌથી આગળ હતા. દરમ્યાન, તેમની હાજરી જોઈને આતંકવાદીઓએ ગોળીબાર કરી દીધો હતો, જેમાં તેમને ગોળી વાગી ગઈ. ત્યારબાદ મેજર રેન્કના અધિકારી આશિષ ધૌનક અને ડીએસપી ભટને પણ ગોળી વાગી ગઈ હતી.
A truly shattering loss.
— Shiv Aroor (@ShivAroor) September 13, 2023
Colonel Manpreet Singh
Major Ashish Dhonchak
DSP Humayun Bhat.
The heroes of Anantnag. My deepest condolences to the families, Army & J&K Police. 💔 pic.twitter.com/KZlwsuwC5m
ત્રણેય અધિકારીઓને ત્યારબાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમણે દમ તોડી દીધો હતો. ભારતીય સેનાએ ત્રણેય જવાનોના બલિદાનની પુષ્ટિ કરી છે.
આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સહયોગી સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટ દ્વારા આ હુમલાની જવાબદારી લેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, એ પણ નોંધવું જોઈએ કે મંગળવારે જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં ભારતીય સેનાએ એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. હાલ અનંતનાગ વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલી રહ્યું છે.
જવાનની રક્ષા કરતાં શ્વાને બલિદાન આપ્યું હતું
મંગળવારે (12 સપ્ટેમ્બર, 2023) ભારતીય સેનામાં ફરજ બજાવતો એક શ્વાન પણ બલિદાન થઈ ગયો હતો. રાજૌરીમાં ચાલેલા એન્કાઉન્ટર દરમિયાન 21 ડોગ યુનિટની માદા શ્વાન કેન્ટ વીરગતિ પામી હતી. તે તેના હેન્ડલરને બચાવવા ગઈ હતી, જેમાં જીવ ગુમાવ્યો હતો. શ્વાનની ઉંમર 6 વર્ષની હતી.
મંગળવારે રાજૌરીમાં આતંકવાદીઓની હાજરી અંગે જાણકારી મળતાં સેનાએ ઓપરેશન શરૂ કર્યું હતું, જેમાં શ્વાનની પણ મદદ લેવામાં આવી હતી. આતંકવાદીઓ સામે લડતાં-લડતાં તે વીરગતિ પામી. આ અથડામણમાં સેનાના એક જવાનને ઈજા પહોંચી હતી, જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.