Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજમ્મુ અને કાશ્મીર: પોલીસ શૌર્ય ચંદ્રકો પર શેખ અબ્દુલ્લાની છબીને દૂર કરી...

    જમ્મુ અને કાશ્મીર: પોલીસ શૌર્ય ચંદ્રકો પર શેખ અબ્દુલ્લાની છબીને દૂર કરી રાષ્ટ્રીય પ્રતીક રાખવામાં આવશે

    અગાઉ, વહીવટીતંત્રે 2020માં પોલીસ મેડલમાંથી શેખ અબ્દુલ્લાનું 'શેર-એ-કાશ્મીર'નું બિરુદ કાઢી નાખ્યું હતું અને હવે મેડલની ડીઝાઇનમાં પણ મહત્વનો ફેરફાર કર્યો છે.

    - Advertisement -

    જમ્મુ અને કાશ્મીર પ્રશાસને સોમવારે એક સત્તાવાર આદેશમાં જાહેર કર્યું હતું કે નેશનલ કોન્ફરન્સના સ્થાપક અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી શેખ અબ્દુલ્લાની તસવીર હવે બહાદુરી અને વિશિષ્ટ સેવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસ મેડલ્સ પર લગાવવામાં આવશે નહીં. મેડલ પર શેખ અબ્દુલ્લાની છબી હવે રાષ્ટ્રીય પ્રતીક સાથે બદલવામાં આવશે.

    ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર ગોયલ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશમાં વાંચી શકાય છે કે, “આથી આદેશ આપવામાં આવે છે કે જમ્મુ અને કાશ્મીર પોલીસ મેડલ યોજનાના પેરા 4માં ફેરફાર કરીને, ‘શેર-એ-કાશ્મીર શેખ મોહમ્મદ અબ્દુલ્લા’ મેડલની એક બાજુને ‘ભારત સરકારના રાષ્ટ્રીય પ્રતીક’ સાથે બદલવામાં આવશે અને બીજી બાજુ J&K રાજ્ય પ્રતીક સાથે લખવામાં આવશે અને ‘જમ્મુ અને કાશ્મીર પોલીસ મેડલ ફોર ગેલેન્ટરી’ અને ‘જમ્મુ અને કાશ્મીર પોલીસ મેડલ ફોર મેરીટોરીયસ સેર્વિસ’ લખવામાં આવશે, શૌર્ય/મેરિટોરિયસ મેડલના કિસ્સામાં, જે લાગુ પડે એ મુજબ.”

    નેશનલ કોન્ફરન્સના પ્રવક્તા ઈમરાન નબી ડારે આ કાર્યવાહીનો વિરોધ કર્યો હતો અને તેને “ઈતિહાસને ભૂંસી નાખવાની ક્રિયા” ગણાવી હતી. તેમણે કહ્યું, “રાષ્ટ્રીય પ્રતીકના યોગ્ય આદર સાથે, આપણા ઇતિહાસ, ઓળખ અને ચિહ્નને ભૂંસી નાખવાના આ પ્રયાસો સામેવાળાની અપરિપક્વતા દર્શાવે છે. J&Kના લોકોએ તેઓ અત્યારે જ્યાં છે ત્યાં પહોચવા માટે ઘણા મોરચે સંઘર્ષ કર્યો છે. તેઓ જુલમ, નિરંકુશતા સામે લડ્યા. તેને કોઈ બદલી શકે નહીં.”

    - Advertisement -

    ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ રાજકારણી અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન કવિન્દર ગુપ્તાએ આ વિચારને સમર્થન આપતાં કહ્યું હતું કે આધીનતાના આવા તમામ પ્રતીકોને નાબૂદ કરવા જોઈએ.

    અગાઉ, વહીવટીતંત્રે 2020માં પોલીસ મેડલમાંથી શેખ અબ્દુલ્લાનું ‘શેર-એ-કાશ્મીર’નું બિરુદ કાઢી નાખ્યું હતું. 2020ના આદેશ અનુસાર, ‘શેર-એ-કાશ્મીર પોલીસ મેડલ ફોર ગેલેન્ટરી’ અને ‘શેર-એ-કાશ્મીર પોલીસ’ શબ્દો મેરીટોરીયસ સર્વિસ માટે મેડલને હવે ‘જમ્મુ અને કાશ્મીર પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી’ અને ‘મેરીટોરીયસ સર્વિસ માટે જમ્મુ અને કાશ્મીર પોલીસ મેડલ’ તરીકે વાંચવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં