Thursday, September 12, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રેસ કોન્ફરન્સ દરમિયાન બોલવામાં ગડબડ કરવા જતા હતા રાહુલ ગાંધી, બાજુમાં બેઠેલા...

    પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બોલવામાં ગડબડ કરવા જતા હતા રાહુલ ગાંધી, બાજુમાં બેઠેલા કોંગ્રેસ નેતાએ ટોક્યા, કહ્યું- લોકો મજાક બનાવશે, આખરે સ્પષ્ટતા કરવી પડી

    જયરામ રમેશને જે ડર હતો તે સાચો પડ્યો અને સોશિયલ મીડિયા પર ઝડપથી આ ક્લિપ ફરતી થઇ ગઈ હતી અને નેટિઝન્સમાં ચર્ચા શરૂ થઇ ગઈ હતી. 

    - Advertisement -

    વિદેશોમાં જઈને ભારત વિશે નિવેદનો આપીને ચર્ચામાં રહેલા રાહુલ ગાંધી ભારત ફરી ચૂક્યા છે. આજે તેઓ સંસદ ભવન પહોંચ્યા હતા અને ત્યારબાદ એક પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર તેમને બોલવા ન દેતી હોવાના આરોપ લગાવ્યા હતા. જોકે, અહીં એક રસપ્રદ ઘટના બની હતી. 

    રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે બોલવામાં ગોટાળો કરી નાંખ્યો હતો. તે જ સમયે બાજુમાં બેઠેલા કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેમને રોકીને ભૂલ સુધારવા કહ્યું અને સાથે એમ પણ કહ્યું કે રાહુલનાં ભૂલભરેલા નિવેદનથી લોકો સોશિયલ મીડિયા પર મજાક ઉડાડી શકે છે. પછીથી રાહુલે સુધારીને ફરીથી વાક્ય કહ્યું હતું. 

    પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું, “કમનસીબે હું લોકસભાનો સભ્ય છું (Unfortunately I am a member of parliament) અને આશા રાખું છું કે મને સંસદમાં બોલવા માટે મંજૂરી આપવામાં આવશે. જેથી હું પહેલાં મારી વાત ગૃહમાં રાખીશ અને ત્યારબાદ આ વિષય પર તમારી સાથે (પત્રકારો સાથે) વધુ ચર્ચા કરીશ.” 

    - Advertisement -

    આ વાક્ય પૂરું કરતાંની સાથે જ બાજુમાં બેઠેલા જયરામ રમેશે રાહુલ ગાંધીને કાનમાં તેમનું જ વાક્ય રિપીટ કરીને કહ્યું કે, આ વાક્ય પર લોકો મજાક ઉડાડશે અને કહેશે કે તેમના માટે આ ‘કમનસીબ’ છે. જેની ઉપર રાહુલ બે-ત્રણ વખત હકારમાં જવાબ આપે છે અને ત્યારબાદ ફરી માઈક હાથમાં લે છે. 

    ત્યારબાદ રાહુલે કહ્યું, “જુઓ, હું સ્પષ્ટતા કરવા માંગુ છું. તમારા માટે કમનસીબ છે કે હું સંસદનો સભ્ય છું અને સંસદમાં જે રીતે ચાર મંત્રીઓ દ્વારા આરોપો લાગ્યા છે, ગૃહમાં બોલવાનો મારો બંધારણીય હક છે.” કોંગ્રેસના ટ્વિટમાં આ સમગ્ર ચર્ચા 6:42 પછી જોઈ શકાશે.

    જોકે, જયરામ રમેશને જે ડર હતો તે સાચો પડ્યો અને સોશિયલ મીડિયા પર ઝડપથી આ ક્લિપ ફરતી થઇ ગઈ હતી અને નેટિઝન્સમાં ચર્ચા શરૂ થઇ ગઈ હતી. 

    ક્લિપ ફરતી થયા બાદ ભાજપે પણ ચર્ચમાં ઝંપલાવ્યું અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ આ વિડીયો પોસ્ટ કર્યો અને સાથે લખ્યું કે જો રાહુલ ગાંધી કોઈની મદદ વગર એક નિવેદન પણ સરખું આપી શકતા ન હોય તો પ્રશ્ન એ છે કે તેમને વિદેશી ધરતી પર જઈને ભારતમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરતાં નિવેદનો આપવામાં કોણ મદદ કરે છે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં