Thursday, November 14, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેકલીનને નોરાહ ફતેહી સામે વાંધો, ઇડી સામે ઉઠાવ્યા સવાલ, કહ્યું: તે સાક્ષી...

    જેકલીનને નોરાહ ફતેહી સામે વાંધો, ઇડી સામે ઉઠાવ્યા સવાલ, કહ્યું: તે સાક્ષી અને હું આરોપી કેમ?

    જેકલીને કહ્યું હતું કે "નોરા ફતેહી અને અન્ય કેટલાક સેલેબ્સને પણ સુકેશ ચંદ્રશેખરે ભેટ આપીને છેતર્યા હતા, પરંતુ તે તમામને સાક્ષી બનાવવામાં આવ્યા હતા અને મારા પર આરોપ લગાવ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે મારી વિરુદ્ધ ખોટી ભાવનાથી કામ કરવામાં આવી રહ્યું છે."

    - Advertisement -

    200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં આરોપી બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝનો બળાપો કાઢ્યો છે, આ કેસમાં EDએ અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીને સાક્ષી બનાવી છે. આ અંગે કેસની આરોપી જેકલીને ED ઉપર સવાલ ઉઠાવ્યા છે. તેના જવાબમાં કહ્યું હતું કે સુકેશ ચંદ્રશેખર પાસેથી ભેટ સ્વીકારનાર તે એકલી જ નથી, તો પછી તેને જ કેમ આરોપી બનાવવામાં આવી છે. જેકલિને કહ્યું હતું કે “હું સુકેશ ચંદ્રશેખરની ભેટો અને ‘રાજકીય શક્તિ’ના પ્રભાવ હેઠળ છેતરાયેલી મહિલા છું, મને થયેલા નુકસાનને રૂપિયામાં આંકી શકાય નહીં.”

    જેકલીન ફર્નાન્ડીઝની 7.2 કરોડની કિંમતની રકમ જપ્ત કર્યા બાદ EDએ તેની ચાર્જશીટમાં જેકલીનને આરોપી બનાવી હતી. આના જવાબમાં અભિનેત્રીએ 22મી ઓગસ્ટે પોતાને પીડિત હોવાનો દાવો કરીને અપીલ દાખલ કરી અને તેના જવાબમાં તેણે કહ્યું હતું કે, “તે મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર દ્વારા અપનાવવામાં આવેલી મોડસ ઓપરેન્ડીનો શિકાર છે”. સુકેશ ચંદ્રશેખરે જેકલીન સાથે છેતરપિંડી કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

    ઈડી પર દુર્ભાવનાપૂર્ણ ઈરાદાથી કામ કરવાનો આરોપ લગાવતા, જેકલીને કહ્યું હતું કે “નોરા ફતેહી અને અન્ય કેટલાક સેલેબ્સને પણ સુકેશ ચંદ્રશેખરે ભેટ આપીને છેતર્યા હતા, પરંતુ તે તમામને સાક્ષી બનાવવામાં આવ્યા હતા અને મારા પર આરોપ લગાવ્યા હતા. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે મારી વિરુદ્ધ ખોટી ભાવનાથી કામ કરવામાં આવી રહ્યું છે.” ડીએનએના રિપોર્ટ અનુસાર, જેક્લિને એમ પણ કહ્યું કે “EDએ જે પૈસા જપ્ત કર્યા છે તે મારી મહેનતની કમાણી છે.તે ઠગ સુકેશના ‘અસ્તિત્વ’ પહેલા કમાયા હતા. “

    - Advertisement -

    શું છે સમગ્ર મામલો?

    પ્રવર્તન નિર્દેશાલયે જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરની કરોડો રૂપિયાની વસૂલી મામલે બૉલીવુડ અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિઝને આરોપી બનાવી છે. બીજી તરફ, જેકલીન વિરુદ્ધ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઇડી અન્ય એક ફરિયાદ પણ દાખલ કરે તેવી શક્યતા છે. નોંધનીય છે કે રૈનબેકસીના પ્રમોટર શિવિંદર સિંહની પત્ની અદિતિ સિંહ પાસેથી 215 કરોડ રૂપિયાની વસૂલી મામલે દિલ્હી પોલીસે સુકેશની ધરપકડ કરી હતી.

    રિપોર્ટ્સ અનુસાર, સુકેશ એક ગુનેગાર હોવાનું અને બળજબરીથી વસૂલી કરતો હોવાનું જેકલીન જાણતી હતી. સુકેશે તેને 10 કરોડ રૂપિયાની ભેટ-સોગાદો આપી હતી. ઇડીએ અગાઉ જેકલીનની 7.2 કરોડની ફિક્સ ડિપોઝીટ જપ્ત કરી લીધી હતી.

    જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર અને અભિનેત્રી જેકલીન વચ્ચેના સબંધો અવારનવાર મીડિયામાં ચમકતા રહે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, જેકલીને જેલમાં બંધ સુકેશ સાથે મુલાકાત પણ કરી હતી. બીજી તરફ, જાણવા મળ્યું છે કે સુકેશે જેકલીનને જ નહીં પરંતુ તેના પરિવારના સભ્યોને પણ મોંઘી ગિફ્ટ આપી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં