Monday, April 29, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'માફી તો માંગવી જ પડશે': લંડનમાં રાહુલ ગાંધીના ભાષણ પર ભાજપના રાષ્ટ્રીય...

    ‘માફી તો માંગવી જ પડશે’: લંડનમાં રાહુલ ગાંધીના ભાષણ પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું – ‘દેશવિરોધી ટૂલકિટનો ભાગ’

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ શુક્રવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી દેશવિરોધી ગતિવિધિઓમાં સામેલ છે. તેઓ દેશવિરોધી ટૂલકીટનો ભાગ બની ગયા છે. તેમણે દેશની માફી માંગવી જોઈએ.

    - Advertisement -

    લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીના ભાષણને લઈને દેશમાં ચાલી રહેલો હોબાળો અટકવાનું નામ નથી લઈ રહ્યો. બીજેપી સાંસદ લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને લોકસભામાં રાહુલ ગાંધીની સદસ્યતા સસ્પેન્ડ કરવાની માંગ કરી શકે છે. જ્યાં રાહુલ ગાંધી લોકસભામાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ ભાજપે રાહુલ ગાંધી પર પ્રહારો તેજ કર્યા છે.

    રાજનાથ સિંહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ માફી માંગવી જ પડશે. તેમણે આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી દેશ વિરોધી ટુલકીટનો કાયમી હિસ્સો બની ગયા છે.

    શુક્રવારે ANI એ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને ટાંકીને કહ્યું હતું કે, “તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કોંગ્રેસ પાર્ટી રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ છે. રાષ્ટ્ર દ્વારા વારંવાર નકારવામાં આવ્યા પછી, રાહુલ ગાંધી હવે આ રાષ્ટ્ર વિરોધી ટૂલકિટનો એક કાયમી ભાગ બની ગયા છે.” નડ્ડાએ રાહુલ ગાંધીને ‘ભારતની આંતરિક બાબતોમાં અન્ય દેશની દખલગીરી મેળવવા’ અંગેના તેમના ઇરાદા અંગે પ્રશ્ન કર્યો હતો.

    - Advertisement -

    પ્રગતિ કરી રહ્યો છે દેશ, રાહુલ કરી રહ્યા છે અપમાન

    જેપી નડ્ડાએ કહ્યું, “રાહુલ ગાંધી, જ્યારે તમે ભારતની આંતરિક બાબતોમાં બીજા દેશની દખલગીરી માટે પૂછો છો ત્યારે તમારો ઈરાદો શું છે?”

    બીજેપી અધ્યક્ષે કહ્યું, “એવા સમયે જ્યારે ભારત વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની રહી છે અને અહીં G20 મીટિંગ થઈ રહી છે, ત્યારે રાહુલ ગાંધી વિદેશી ધરતી પર દેશ અને સંસદનું અપમાન કરી રહ્યા છે.”

    રાહુલ અને અદાણી ઘટનાક્રમ પર રાજકીયપક્ષો આમને સામને

    દરમિયાન, સત્તાધારી ભાજપ અને વિપક્ષી પક્ષો પોતપોતાના સ્ટેન્ડને વળગી રહેવા સાથે ગુરુવારે સતત ચોથા દિવસે સંસદમાં મડાગાંઠ ચાલુ રહી હતી. ભાજપે બ્રિટનમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીએ કરેલી ટિપ્પણી પર તેમની પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. જ્યારે વિપક્ષી સભ્યોએ અદાણી જૂથ વિરુદ્ધ અમેરિકન શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચના અહેવાલની સંયુક્ત સંસદીય સમિતિની તપાસ માટે દબાણ કર્યું હતું.

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાનને સંબોધિત કરતા કહ્યું હતું કે, “દરેક વ્યક્તિ જાણે છે અને તે સમાચારોમાં ખૂબ જ છે કે ભારતીય લોકશાહી દબાણ હેઠળ છે અને તેના પર હુમલો થઈ રહ્યો છે. સંસદમાં અમને બોલવા દેવામાં નથી આવતા. અમે બોલીએ ત્યારે માઈક બંધ થઈ જાય છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં