રાજસ્થાનના રાજ્યસભાના સાંસદ કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે સંસદના શિયાળુ સત્ર પહેલાં કહ્યું છે કે સંસદના શિયાળુ સત્રમાં હાજરી આપવી રાહુલ ગાંધી માટે શક્ય નથી કારણ કે તેઓ ભારત જોડો યાત્રામાં હશે. શિયાળુ સત્ર 7 ડિસેમ્બરે શરૂ થશે અને 29 ડિસેમ્બર સુધી ચાલશે. જોકે, રાહુલ કોંગ્રેસ પાર્ટીની ‘ભારત જોડો યાત્રા’માં વ્યસ્ત હોવાથી તેઓ તેમાં હાજરી આપે તેવી શક્યતા નથી.
દિલ્હીમાં પ્રેસને સંબોધતા કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, “ભારત જોડો યાત્રા ચાલી રહી છે. સંસદના શિયાળુ સત્રમાં હાજરી આપવી રાહુલ ગાંધી માટે પ્રેક્ટિકલ નથી.” કેસી વેણુગોપાલ કોંગ્રેસ સંચાલન સમિતિની બેઠક બાદ આ નિવેદન આપ્યું હતું, આ દરમિયાન પાર્ટીએ ફેબ્રુઆરીમાં રાયપુરમાં કોંગ્રેસનું સત્ર યોજવાનું નક્કી કર્યું હતું.
“व्यावहारिक नहीं”: राहुल गांधी क्यों छोड़ सकते हैं संसद का शीतकालीन सत्र? कांग्रेस ने बताया कारणhttps://t.co/EZxfUgN7Ri
— NDTV India (@ndtvindia) December 4, 2022
ભારત જોડો યાત્રા કોંગ્રેસ પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવી છે, જેની આગેવાની પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી કરી રહ્યા છે. આ યાત્રા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થઈ હતી અને અગામી ફેબ્રુઆરી 2023માં આ યાત્રા સમાપ્ત થવાની છે.
ઉલ્લેખનીય છે કે શિયાળુ સત્રના સમયે રાહુલ ગાંધી રાજસ્થાનમાં હશે, જ્યાં છેલ્લા કેટલાક વર્ષોથી સીએમ અશોક ગેહલોત અને કોંગ્રેસના પાર્ટીના વરિષ્ઠ નેતા સચિન પાયલટ વચ્ચે કડવા અને ઉગ્ર વાકયુદ્ધ જોવા મળી રહ્યા છે. પાર્ટીને આશા છે કે રાહુલ ગાંધી જનતાને નહીં તો કમસેકમ પોતાના નેતાઓને એકસાથે લાવી જ શકશે.
शीतकालीन सत्र 2022: राहुल गांधी और दूसरे कांग्रेस नेता शीतकालीन सत्र में नहीं होंगे शामिल! https://t.co/nWJp4eSUpH
— Lokmat Samachar (@lokmatsamachar) December 3, 2022
નોંધનીય છે કે ગુજરાતની ચાલી રહેલી ચૂંટણીઓને કારણે શિયાળુ સત્ર એક મહિનો વિલંબિત થયું હતું, ત્યારે કોંગ્રેસ પાર્ટી વિવિધ મુદ્દાઓ પર સત્તાધારી ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનને નિશાન બનાવવાની યોજના બનાવી રહી છે. જોકે, તે છતાં આ સત્રમાં રાહુલ ગાંધી જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજરી આપે તેવી શક્યતા નથી, જેથી તેના પરિણામો શું આવશે તેનો અંદાજો લગાવવો હાલ મુશ્કેલ છે.