Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈસુદાન ગઢવીને ‘આપ’ના સીએમ ઉમેદવાર ઘોષિત કરાતાં જ સોશિયલ મીડિયા પર રમૂજનો...

    ઈસુદાન ગઢવીને ‘આપ’ના સીએમ ઉમેદવાર ઘોષિત કરાતાં જ સોશિયલ મીડિયા પર રમૂજનો ડાયરો ભરાયો, લોકોને ‘કચ્છનું રણ’ યાદ આવ્યું

    અરવિંદ કેજરીવાલે ઈસુદાન ગઢવીને ગુજરાતમાં 'આપ'ના સીએમ ફેસ ઘોષિત કર્યા, 73 ટકા લોકોએ પસંદ કર્યા હોવાનો દાવો.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સીએમ ચહેરા તરીકે પત્રકારમાંથી નેતા બનેલા ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. આજે ફરી ગુજરાત આવેલા ‘આપ’ સંયોજક અરવિંદ કેજરીવાલે દાવો કર્યો કે, તેમણે માંગેલા અભિપ્રાયમાં 16.48 લાખ લોકોએ મત આપ્યા હતા, અને તેમાંથી 73 ટકા લોકોએ ઈસુદાન ગઢવી પર પસંદગી ઉતારી. જોકે, તેમણે આ આંકડા કે રિપોર્ટ સાર્વજનિક કર્યા નથી. 

    ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સીએમ ચહેરો બનાવ્યા બાદ સોશિયલ મીડિયા પર હાલ તેમની જ ચર્ચા ચાલી રહી છે. ઘણા કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી કરતાં પહેલાં પાર્ટીમાં આવ્યા છતાં તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા. કોઈકે ઈસુદાન ગઢવીને બીજા ભગવંત માન પણ ગણાવ્યા હતા. 

    દરમ્યાન, ગોપાલ ઈટાલિયાનો આજનો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે, જેમાં તેઓ તેમના હૃદયની ‘વેદના’ કહી રહ્યા છે. વિડીયોમાં ગોપાલ કહેતા સંભળાય છે કે, “એવું નથી કે આજે ઈસુદાન ભાઈને જનતાએ પસંદ કર્યા છે એટલે વખાણ કરી રહ્યા છીએ. આજે મારા દિલની આ વેદના…..’ ત્યારબાદ તેઓ અટકે છે અને સુધારીને ‘મારા દિલની લાગણી છે’ તેમ કહે છે. આ વિડીયો લોકો શૅર કરીને પૂછી રહ્યા છે કે શું તેમના હૈયે હતું અને હોઠે આવ્યું તેમ થયું હતું? 

    - Advertisement -

    રોનિત બારોટે ઈસુદાન ગઢવીએ ગોપાલ ઇટાલિયાએ તૈયાર કરેલી થાળી લઈ લીધી હોવાનો મત રજૂ કર્યો હતો. તેમણે લખ્યું કે, ગોપાલ ઇટાલિયાની મહેનત, જેલવાસ બધું એળે ગયું અને તેમને સીએમ ચહેરો બનવાની તક ન મળી. 

    ‘AAP Gujarat’ નામના એક અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું કે, ગુજરાતમાં જ્યારે આમ આદમી પાર્ટીનું નામનિશાન ન હતું ત્યારથી ગોપાલ ઇટાલિયાએ મહેનત કરી, પોલીસનો માર ખાઈ, જેલમાં પણ ગયા હતા પરંતુ પછીથી આવેલા ઈસુદાન ગઢવીને સીએમ ચહેરો ઘોષિત કરવામાં આવ્યા. તેમણે એમ પણ કહ્યું કે, ગોપાલ ઇટાલિયા અને પટેલ સમાજનું આ પ્રકારનું અપમાન ચલાવી લેવામાં આવવું જોઈએ નહીં. 

    અન્ય એક યુઝરે પણ આ જ મુદ્દો ઉઠાવીને આમ આદમી પાર્ટીને ‘પાટીદારોની વિરોધી’ ગણાવી હતી. 

    આ ઉપરાંત, સોશિયલ મીડિયા ઉપર ઘણા યુઝરો ‘કચ્છના રણ’ વિશે પણ વાત કરી રહ્યા છે. જેનું કારણ એ છે કે ભૂતકાળમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ ઈસુદાન ગઢવી એક ડાયરામાં ગયા હતા, જ્યાં ભાષણ કરતી વખતે તેમણે કહ્યું હતું કે, તેમની ઈચ્છા છે કે કચ્છમાં એક મોટું રણ બનાવવામાં આવે. તેમનો આ વિડીયો તે સમયે પણ ઘણો વાયરલ થયો હતો અને હવે લોકો ફરી મજા લઇ રહ્યા છે. 

    એક યુઝરે કટાક્ષ કરતાં રમૂજી કૉમેન્ટ કરીને લખ્યું કે, ઈસુદાન ગઢવી સીએમ બની જાય તો તેમણે કચ્છમાં રણ ઉપરાંત, દીવમાં દરિયો અને સાથે જૂનાગઢમાં ગિરનાર પણ બનાવી આપવો જોઈએ.

    અમુક યુઝરો એવી પણ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ટૂંક સમયમાં ઈસુદાન ગઢવી તેમને ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓફર મળતી હોવાના દાવા કરશે. 

    કેટલાક યુઝરોએ આમ આદમી પાર્ટીના 16 લાખ લોકોએ સરવેમાં ભાગ લીધો હોવાના દાવા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા અને તેની સાબિતી માંગી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં