Saturday, November 23, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટજેના 'કાઉન્ટડાઉન' બાદ ચંદ્રયાન-3એ ભરી હતી ઉડાન, તે અવાજ શાંત થઈ ગયો...:...

    જેના ‘કાઉન્ટડાઉન’ બાદ ચંદ્રયાન-3એ ભરી હતી ઉડાન, તે અવાજ શાંત થઈ ગયો…: ISRO વૈજ્ઞાનિક એન વલારમથીનું નિધન

    વલારમથીનો પ્રતિષ્ઠિત અવાજ હવે શ્રીહરિકોટાથી ISROના ભવિષ્યના મિશનો પર કાઉન્ટડાઉનની ઘોષણા નહીં કરી શકે, જેમણે માત્ર વૈજ્ઞાનિક સમુદાયને જ નહીં પણ સામાન્ય લોકોને પણ દુઃખી કર્યા છે.

    - Advertisement -

    ઇન્ડિયન સ્પેસ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઈઝેશન (ISRO)નાં વૈજ્ઞાનિક અને એજન્સીના રોકેટ કાઉન્ટડાઉન લૉન્ચ પાછળનો એ પ્રતિષ્ઠિત અવાજ જેને આપણે દરેક લૉન્ચ મિશનમાં સાંભળતા હતા તે અવાજ અચાનક શાંત પડી ગયો. ISRO વૈજ્ઞાનિક એન વલારમથીનું 64 વર્ષની ઉંમરે ચેન્નાઈમાં નિધન થયું છે.

    મીડિયા રિપોર્ટ અનુસાર, રવિવાર (3 સપ્ટેમ્બર,2023)ના રોજ તેમને હાર્ટએટેક આવ્યો હતો. નોંધનીય છે કે 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 પ્રક્ષેપણ સમયે પણ જે કાઉન્ટડાઉન આખા દેશે સાંભળ્યું હતું, તે ઘોષણા પણ તેમણે જ કરી હતી. વલારમથીનો પ્રતિષ્ઠિત અવાજ હવે શ્રીહરિકોટાથી ISROના ભવિષ્યના મિશનો પર કાઉન્ટડાઉનની ઘોષણા નહીં કરી શકે, જેમણે માત્ર વૈજ્ઞાનિક સમુદાયને જ નહીં પણ સામાન્ય લોકોને પણ દુઃખી કર્યા છે. સોશિયલ મીડિયા પર બધા તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

    ઈન્ડિયા ટુડેના પત્રકાર શિવ અરુરે ISRO વૈજ્ઞાનિકના નિધનની જાણ કરતાં પોસ્ટ કરી હતી, “અલવિદા, વલારમથી મેડમ. એ તેમનો અવાજ હતો જેને તમે છેલ્લા કેટલાક વર્ષોમાં ISROના બધા રોકેટ પ્રક્ષેપણનું કાઉન્ટડાઉન કરતાં સાંભળ્યો હતો. અંતિમ વખતે તેમણે જુલાઈમાં ચંદ્રયાન-3ના પ્રક્ષેપણનું કાઉન્ટડાઉન કર્યું. હાર્ટ એટેકના કારણએ તેમનું મૃત્યુ થયું. અનંતની સફર સારી રહે.”

    - Advertisement -

    એન વલારમથીની ગેરહાજરીના સમાચાર મળતા ISROના મટીરિયલ્સ અને રોકેટ મેન્યુફેક્ચરિંગ સ્પેશ્યાલિસ્ટ અને ડાયરેક્ટર ડૉ. પીવી વેંકટ કૃષ્ણન (સેવાનિવૃત)એ X પર પોસ્ટ કરી લખ્યું કે, “વલારમથી મેડમનો અવાજ શ્રીહરિકોટાથી ISROના ભવિષ્યના મિશનોના કાઉન્ટડાઉન માટે નહીં હોય. ચંદ્રયાન-3 તેમનું છેલ્લું કાઉન્ટડાઉન હતું. એક અણધાર્યું અવસાન. ખૂબ દુખ થઈ રહ્યું છે. પ્રણામ!”

    એક અન્ય યુઝરે ISRO વૈજ્ઞાનિક એન વલારમથીના નિધન વિશે X પર લખ્યું કે, “વલારમથી મેડમનો અવાજ શ્રીહરિકોટાથી ISROના ભવિષ્યના મિશનોના કાઉન્ટડાઉન માટે નહીં હોય. ચંદ્રયાન-3ના કાઉન્ટડાઉનની ઘોષણા તેમની છેલ્લી ઘોષણા હતી. એક અણધાર્યું અવસાન.”

    ISROના પ્રી-લૉન્ચ કાઉન્ટડાઉન ઘોષણાઓ પાછળનો અવાજ તેમનો હતો અને તેમણે છેલ્લી ઘોષણા 30 જુલાઈ, 2023ના રોજ કરી હતી, જ્યારે PSLV-C56 રોકેટે એક કોમર્શિયલ મિશનના રૂપમાં સિંગાપોરના 7 ઉપગ્રહોને લઈને વહન કર્યું હતું. તેમજ તેમના વિશે એ જાણકારી પણ મળી છે કે સતિષ ધવન સ્પેસ સેન્ટરના રેન્જ ઓપરેશન્સ પ્રોગ્રામ કાર્યાલયના ભાગરૂપે તેઓ છેલ્લાં 6 વર્ષથી તમામ પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉનની ઘોષણા કરતાં હતાં.

    ઉલ્લેખનીય છે કે 23 ઓગસ્ટના રોજ ભારતના ચંદ્રયાને ચંદ્રની ધરતીના દક્ષિણી ધ્રુવ પર સફળ ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો હતો. જેનાથી ભારત આ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરનારો પ્રથમ દેશ બન્યો હતો. યુએસ, ચીન અને રશિયા પછી ભારત ચંદ્રની સપાટી પર સફળ ઉતરાણ કરનાર ચોથો દેશ બન્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં