Sunday, September 8, 2024
More
    હોમપેજદેશISROએ ફરી એક વાર વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર કરાવ્યું સોફ્ટ લેન્ડીંગ:...

    ISROએ ફરી એક વાર વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર કરાવ્યું સોફ્ટ લેન્ડીંગ: જાણો શું છે ‘HOP’ એક્સપેરિમેન્ટ અને શું છે તેનું મહત્વ

    ISROનું આ 'HOP' એક્સપેરિમેન્ટ ભારતના ભવિષ્યના અંતરીક્ષ અને ચન્દ્ર માટેના મિશન માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લેન્ડરને કિક સ્ટાર્ટ કરવાની આ પ્રક્રિયા ઉપગ્રહો કે માનવ મિશનને ફરી ધરતી પર લાવવા માટેનું એક અગત્યનું પગલું છે.

    - Advertisement -

    ભારતનું ચંદ્રયાન-3 મિશન પોતાની કાર્યકુશળતાથી વિશ્વને એક પછી એક આશ્ચર્યજનક પરિણામો આપી રહ્યું છે. પહેલા તો જ્યાં કોઈ દેશ નથી પહોંચી શક્યો તેવા સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડીંગ કરાવીને ભારતે વિશ્વવિક્રમ નોંધ્યો, ત્યાર બાદ હવે ISROએ HOP એક્સપેરિમેન્ટ અંતર્ગત વિક્રમ લેન્ડરને ફરી એક વાર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ કરવાનીને વિશ્વને ચોંકાવી દીધું છે.

    મળતી માહિતી અનુસાર ચંદ્રયાન-3ના પોતાના મિશનના તમામ ઉદ્દેશ્યો પૂર્ણ કરી લીધા છે. જે બાદ હવે ISROએ પોતાના ‘HOP’ એક્સપેરિમેન્ટને સફળતા પૂર્વક પાર પડ્યું છે. આ એક્સપેરીમેન્ટ દરમિયાન વિક્રમ લેન્ડરે પોતાના એન્જીનને સ્ટાર્ટ કરીને ચંદ્રની સપાટી પર આશરે 40 સેન્ટીમીટર ઉપર ઉપર ઉઠીને પોતાનું સ્થાન બદલ્યું હતું. લેન્ડરે ચંદ્રની સપાટી પર પોતાના પહેલાના સ્થાનથી ખસીને તેનાથી 30-40 સેન્ટીમીટર દુર ફરી એક વાર સોફ્ટ લેન્ડીંગ કર્યું છે. ISRO દ્વારા આ અભૂતપૂર્વ ક્ષણનો એક વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો છે.

    ISROએ HOP એક્સપેરિમેન્ટ અંતર્ગત વિક્રમ લેન્ડરને ફરી એક વાર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડીંગ કરાવ્યું તેની એક નાનકડી વિડીયો ક્લિપ તેમણે પોતાના આધિકારિક X (પહેલાનું ટ્વીટર) પર પોસ્ટ કરી હતી. આ વિડીયો સાથે કેપ્શનમાં ઇસરોએ જણાવ્યું કે, તમામ સિસ્ટમ સામાન્ય રીતે કામ કરી રહી છે. પરીક્ષણ કરતાં પહેલાં લેન્ડરનો રેમ્પ (જેની ઉપરથી રોવર ચંદ્રમાની સપાટી પર ઉતર્યું હતું) ChaSTE અને ILSA ફરીથી મૂળ સ્થિતિમાં રાખી દેવામાં આવ્યાં હતાં અને પરીક્ષણ પૂર્ણ થયા બાદ તેને અગાઉ જેવી સ્થિતિમાં કરી દેવામાં આવ્યાં હતાં. નોંધનીય છે કે ChaSTE અને ILSA લેન્ડરના બે પેલોડનું નામ છે. જેમાંથી ChaSTE ચંદ્રમાની સપાટી પર તાપમાન માપવાનું કામ કરે છે અને ILSA ચંદ્રની ધરતીના પેટાળમાં ચાલતી ગતિવિધિઓ માપે છે.

    - Advertisement -

    આ ‘HOP’ એક્સપેરિમેન્ટ શા માટે મહત્વનું?

    ચંદ્રયાન-3 અંતર્ગત ISROનું આ ‘HOP’ એક્સપેરિમેન્ટ ભારતના ભવિષ્યના અંતરીક્ષ અને ચન્દ્ર માટેના મિશન માટે અતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લેન્ડરને કિક સ્ટાર્ટ કરવાની આ પ્રક્રિયા ઉપગ્રહો કે માનવ મિશનને ફરી ધરતી પર લાવવા માટેનું એક અગત્યનું પગલું છે. લેન્ડર દ્વારા કરવામાં આવેલા આ મેનુવર બાદ ભારતીય વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધ્યો છે. આ ખુબ નાના પણ મહત્વના પગલાથી તે સુનિશ્ચિત થઈ ગયું છે કે ભવિષ્યમાં ચન્દ્રમા તેમજ અન્ય ગ્રહો પર ઉપગ્રહો અને એસ્ટ્રોનોટ્સ (અવકાશ યાત્રીઓ)ને ઉતારી તેમને ફરી ધરતી પર પરત લાવી શકાય છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં