Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ટ્રિપલ તલાક' હટાવવાના 3 વર્ષ પૂરા થવા પર PM મોદીને 'થેંક યુ'...

    ‘ટ્રિપલ તલાક’ હટાવવાના 3 વર્ષ પૂરા થવા પર PM મોદીને ‘થેંક યુ’ કહેવા માટે મુસ્લિમ મહિલાઓ પહોંચતા ઈસ્લામિક ટોળાએ કર્યો હુમલો: છુટ્ટી ખુરશીઓ મારી

    કુમાવતનો દાવો છે કે આ હંગામો કોંગ્રેસના ષડયંત્રનો ભાગ છે. મુસ્લિમ મતો ભાજપ તરફ ખેંચાતા જોઈને સ્થાનિક ધારાસભ્યના ઈશારે આ હંગામો થયો હતો. કોંગ્રેસ પાર્ટી ટ્રિપલ તલાકના મુદ્દાને ધર્મ સાથે જોડીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.

    - Advertisement -

    રાજસ્થાનમાં મુસ્લિમ મહિલાઓ પર ઇસ્લામિક ટોળાએ હુમલો કર્યો હોબી ઘટના સામે આવી છે, વાસ્તવમાં આ મહિલાઓ સીકર જિલ્લામાં ટ્રીપલ તલાકના મુદ્દે આયોજિત ભાજપના ‘થેંક યુ મોદી’ કાર્યક્રમમાં આવી હતી, અને ટ્રીપલ તલાક જેવી દુષિત પ્રથા હટાવવા બદલ આ મહિલાઓ વડાપ્રધાન મોદીનો આભાર માનવાની હતી, પરતું મુસ્લિમ ટોળાએ કર્યક્રમ ચાલુ થાય તે પહેલાજ ભારે ભારે હોબાળો કર્યો હતો.

    મીડિયા અહેવાલો અનુસાર, સીકર જિલ્લાના રનોલી શહેરમાં ટ્રિપલ તલાક કાયદાના ત્રણ વર્ષ પૂરા થવા પર, રવિવારે (9 ઑક્ટોબર 2022) મેરેજ ગાર્ડનમાં બપોરે 3 વાગ્યે ‘થેન્ક યુ મોદી’ કાર્યક્રમ યોજાયો હતો. એક વાગ્યાથી મહિલાઓ અહીં આવવા લાગી હતી. આ દરમિયાન સેંકડો લોકો ત્યાં પહોંચી ગયા અને ગુસ્સે ભરાયેલા લોકો ખુરશીઓ ફેંકતા અને પોસ્ટર ફાડતા જોવા મળ્યા કારણ કે મુસ્લિમ મહિલાઓ મોદીજીનો આભાર માનવા કાર્યક્રમમાં પહોંચી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. મુસ્લિમ ટોળાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતાઓએ સ્વરોજગાર માટે સિલાઈ મશીન વિતરણના નામે મુસ્લિમ મહિલાઓને છેતરપિંડીથી અહીં બોલાવી લાવ્યા હતા.

    આટલું જ નહીં, આ કટ્ટરવાદી ટોળાએ કાર્યક્રમમાં પહોંચેલા બીજેપી રાજ્ય મંત્રી મધુ કુમાવત વિરુદ્ધ પણ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. મુસ્લિમોએ કરેલી આ ધમાલની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કુમાવતને પ્રદર્શનકારીઓના ટોળા વચ્ચેથી ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. ભાજપના રાજ્ય મંત્રીએ આ ઘટનાને કોંગ્રેસનું ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કટ્ટરવાદી મુસ્લિમ ટોળા પર કાર્યક્રમમાં હાજરી આપવા આવેલી મુસ્લિમ મહિલાઓ અને ભાજપના કાર્યકરોને મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ તેમની સામે રણોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે .

    - Advertisement -

    રાજ્યકક્ષાના મંત્રી મધુ કુમાવતે પોતાની ફરિયાદમાં જણાવ્યું કે મેરેજ ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમમાં લગભગ 150 જેટલી મુસ્લિમ મહિલાઓ પહોંચી હતી. ત્યારપછી લગભગ 400 થી 500 લોકોનું ટોળું ત્યાં પહોંચી ગયું અને હંગામો મચાવ્યો હતો. કુમાવતનો આરોપ છે કે વિરોધીઓએ ખાલી ખુરશીઓ નહોતી ફેંકી. પણ તેણે બારીમાંથી કૂદીને પોતાનો જીવ બચાવનારા ભાજપના ત્રણ કાર્યકરો પર હુમલો પણ કર્યો હતો. પોતાની ફરિયાદમાં તેમણે હમીદ મૌલવી, આસિફ, રોશન, નયૂમ, મુઝફ્ફર અને ઈશાકને મુખ્ય આરોપી તરીકે નામ આપ્યા છે.

    કુમાવતનો દાવો છે કે આ હંગામો કોંગ્રેસના ષડયંત્રનો ભાગ છે. મુસ્લિમ મતો ભાજપ તરફ ખેંચાતા જોઈને સ્થાનિક ધારાસભ્યના ઈશારે આ હંગામો થયો હતો. કોંગ્રેસ પાર્ટી ટ્રિપલ તલાકના મુદ્દાને ધર્મ સાથે જોડીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં