ઈરાનમાં હિજાબમાંથી મુક્તિ માટે મુસ્લિમ મહિલાઓ વિરોધ કરી રહી છે, ઈરાની મહિલાઓ હિજાબથી આઝાદી ઈચ્છે છે. હિજાબ કાયદાના વિરોધમાં તેઓ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી રહી છે, જેમાં તેમનો ચહેરો દેખાઈ રહ્યો છે. ઈરાનના રૂઢિચુસ્ત કાયદા અનુસાર, મહિલાઓ માટે જાહેરમાં તેમના વાળ ઢાંકવા ફરજિયાત છે. ઈરાનમાં હિજાબમાંથી મુક્તિ માટે મુસ્લિમ મહિલાઓ ખુલીને વિરોધ પ્રદર્શન કરી રહી છે.
ઈરાની મહિલાઓ કડક નિયમોના વિરોધમાં હિજાબ ઉતારતી હોવાના ફોટા અને વીડિયો શેર કરી રહી છે. ઘણી મહિલાઓ હિજાબ ઉતારીને હવામાં વાળ લહેરાવતી જોવા મળી રહી છે. આ વિરોધની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ઈરાની સત્તાધીશોએ 12 જુલાઈને ‘હિજાબ અને શુદ્ધતા દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. આ અંતર્ગત એક કાર્યક્રમ યોજીને મહિલાઓને હિજાબ કાયદાનું પાલન કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. પરંતુ આ દિવસે પણ ઈરાનમાં મહિલાઓ હિજાબ ઉતારીને વિરોધ કરતી જોવા મળી હતી. આ વિરોધ પ્રદર્શનમાં કેટલાક પુરુષો પણ તેને સહયોગ કરતા જોવા મળ્યા હતા.
મહિલાઓએ સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો શેર કર્યા છે. જેમાં મહિલાઓ ખુલ્લા વાળમાં જોવા મળે છે. તે જાહેર સ્થળોએ હિજાબને ઉડાવતી જોવા નજરે પડી રહી છે. આ દરમિયાન કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો તેમનો વિરોધ કરતા જોવા મળ્યાં હતાં. આમ છતાં નીડર મહિલાઓ મક્કમતાથી તેમનો સામનો કરતી જોવા મળી રહી છે.
Tomorrow Iranian women will shake the clerical regime by removing their hijab and taking to the streets across Iran to say #No2Hijab. This is called Women Revolution.
— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) July 12, 2022
In iran #WalkingUnveiled is a crime.
Iranian men will also join us.#حجاب_بی_حجاب pic.twitter.com/pu3uUA1teM
ઈરાની-અમેરિકન પત્રકાર અને મહિલા અધિકાર કાર્યકર્તા મસીહ અલીનેજાદ હંમેશા આ કાયદા વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે. તે વર્ષોથી આ પ્રથાનો વિરોધ કરી રહી છે અને તેને બદલવા માટેના સંઘર્ષમાં મહિલાઓની સાથે છે. તેમણે ટ્વીટ કર્યું હતું કે, “ઈરાની મહિલાઓ પોતાનો હિજાબ હટાવીને અને દેશની સડકો પર No2Hijab કહીને ઈરાનની સરકારને જુકાવી દેશે. આને કહેવાય મહિલા ક્રાંતિ. ઇરાનમાં Walking Unveiled અપરાધ છે. ઈરાની પુરુષો પણ અમારી સાથે આવશે.”
ઉલ્લેખનીય છે કે ઈરાનમાં 1979ની ક્રાંતિ બાદથી અમલમાં આવેલા ઈસ્લામિક કાયદા હેઠળ હિજાબ પહેરવું ફરજિયાત છે. ઈરાનના કટ્ટરપંથીઓ તેના વિરોધને ઈસ્લામિક રિપબ્લિક સામે પશ્ચિમ દ્વારા “સોફ્ટ વોર” તરીકે જુએ છે. જો કોઈ મહિલા હિજાબ ન પહેરે તો તેને દંડથી લઈને કેદની સજા થઈ શકે છે.